________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
ક્રમબદ્ધ' નો લેખ ‘આત્મધર્મ' માં ઘણો આવે છે. એમાંથી લોકો એમ કહે છે કે ક્રમબદ્ધ થશે તો પછી આપણે શું કરવું? એ તો થશે જ થશે'. પણ ક્રમબદ્ધનો ‘નિર્ણય ’ કરવામાં આત્માનો ‘પુરુષાર્થ ’ સ્વ-સન્મુખ થાય છે. -એ જ પુરુષાર્થ છે. ભગવંત! (તને ) તારા પુરુષાર્થની ગતિની ખબર નથી. આહા... હા ! તારી પર્યાય જ્યારે જેવી થવાવાળી થશે; (તેને) તું ફેરવી શકતો નથી; અને (તે) ૫૨થી થતી નથી. -એવો ‘નિર્ણય ’ જ્યારે કરવા જાય છે ત્યારે, પ્રભુ! તારી પ્રભુતા ઉ૫૨ તારી નજર અંદર જશે. આહા... હા... હા ! ‘પ્રભુતાથી ભર્યો પડયો ‘હું' પ્રભુ છું, ભગવંતસ્વરૂપ છું!' જો ભગવતસ્વરૂપ ન હોય તો ભગવતસ્વરૂપની પર્યાય આવશે ક્યાંથી? સમજાણું? કેવળજ્ઞાનની જે પર્યાય આવે છે, ભગવંતસ્વરૂપ-અનંતચતુષ્ટય જે પ્રગટ થાય છે, તે ક્યાંથી આવ્યાં ? -બહારથી આવે છે? અંદરમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય, અનંતસ્વચ્છતા, અનંતસુખ આદિ પડયાં છે; એની જ્યારે એકાગ્રતા થાય છે, એ તરફ નજર જાય છે, ત્યારે અનંત ગુણનો એક અંશ સમ્યગ્દર્શનમાં પ્રગટ થાય છે.
6
“સર્વગુણાંશ તે સમ્યક્ત્વ ” આવું શ્રીમદ્દનું વચન (પત્રાંક: ૯૫, વર્ષ ૨૩મું) છે. ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' માં એ છેઃ એકદેશ જ્ઞાનાદિનું પ્રગટ થવું એ ચોથે ગુણસ્થાને અને સર્વદેશ પ્રગટ થવું એ કેવળીને. શું કહે છે? કેઃ આત્મામાં જે અનંત... અનંત... અનંત... અનંત, જેનો અંત નથી, એટલી સંખ્યામાં ગુણ છે. એ જ્યારે પોતાના સ્વભાવ-સન્મુખ થયો, તો જેટલી સંખ્યા છે તે બધામાંથી એક અંશ વ્યક્ત અર્થાત્ પ્રગટ, પર્યાયમાં આવ્યો છે. સમ્યગ્દર્શન થતાં સર્વગુણાંશ તે સમકિત. જેટલા ગુણ છે એટલા, (એક) અંશ વ્યક્ત-અલ્પ પણ વ્યક્ત-પ્રગટ થાય છે; કેટલું સમ્યગ્દર્શન નહીં. સમજાણું કાંઈ ?
“સૂયો ”માં તો એમ કહે છે કે શ્રદ્ધાને આત્મામાં લઈ જાઓ! પણ કંઈ એકલી શ્રદ્ધા આત્મામાં નથી જાતી. શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી છે. સમજાણું? અનંત ગુણની પર્યાય આ (દ્રવ્ય ) બાજુ ઝૂકી જાય છે. એ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં છેઃ બધા ગુણની પર્યાય આ બાજુ ઢળી જાય છે-અનંત અનંત ગુણની જે પર્યાય છે તે આ બાજુ ઢળી જાય છે. ઝૂકી જાય છે. તો જેટલા અનંતગુણ છે એટલા એક એક અંશ એટલે સ્વરૂપાચરણ, પ્રભુતાઈશ્વરતાનો અંશ, અનંત અનંત ગુણની પર્યાયની રચના કરનાર વીર્ય એ વીર્યનો અંશઆત્મામાં પ્રગટ થાય છે.
આહા... હા! આવો માર્ગ છે!! માર્ગ સમજ્યા વિના, એમ ને એમ, કરો વ્રત ને કો ભક્તિ ને કરો પૂજા...! -એ શુભભાવ છે, બાપુ! એ તો સંસાર છે. (શુભભાવ ) આવે છે... જ્ઞાનીને પણ આવે છે. અશુભથી બચવા માટે—એવો પાઠ છેઃ “ અશુમવંચનાર્થ”. એમ અસ્થાનથી બચવા માટે આવે છે; પણ છે એ બંધનું કારણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com