________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨: પ્રવચન નવનીત ભાગ-૧ શાંતિની-સ્વચ્છતાની પર્યાય, અનંત અકાર્યકારણ (–પરનું કારણ નહિ અને પરનું કાર્ય નહિ, એવી ) શક્તિની પર્યાય, – એ બધી પર્યાયો, “ સામાન્ય ચૈતન્ય' માં નિમગ્ન છે. આહી... હાં. હા ! તેથી એ ( ચિત્સામાન્ય) ઉપાદેય છે. તેથી “અવ્યક્ત” છે માટે એ ઉપાદેય” છે. હે શિષ્ય ! એ “અવ્યક્ત” ને ઉપાદેય જાણ ! આહા... હા... હા! શા કારણે ઉપાદેય જાણ? કેઃ સમસ્ત વ્યકિતઓ-પર્યાયો અન્તર્મગ્ન છે માટે એ (વર્તમાન) પર્યાયમાં તું એમ જાણ કે આ એક અવ્યક્ત વસ્તુ છે તે ઉપાદેય છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? આવી વસ્તુ છે !!
મૂળમાર્ગનો ફેરફાર બહુ થઈ ગયો. એ બિચારા ! એને (પોતાને ) દુઃખ થાય, એવું તો કરતા ન હોય, ભાવમાં એવું ન હોય. પણ ભાવની ખબર નથી. એથી એમાં-એવા (વિપરીત) પરિણામમાં, દુ:ખ થશે. એની (એને ) ખબર નથી. અને કોઈ પ્રાણી, મિથ્યાશ્રદ્ધાથી ભવિષ્યમાં દુઃખી થાય-એ કાંઈ જ્ઞાનીને ઠીક પડે? –એ ન હોય.. બાપુ! અરે! એ દુઃખ છે, ભાઈ !
એ નરકના ને. નિગોદનાં... દુઃખ! કહ્યું હતું ને..? કે નરકનું એકક્ષણનું દુઃખ! પહેલી નરકનું દશ હજાર વર્ષની સ્થિતિના નારકીઓ.... આહા.. હા! ... એવી દશ હજારની સ્થિતિએ અનંતવાર ઊપજયો. દશ હજાર ને એક સમય અનંતવાર ઊપજયો, (દશ હજાર ને) બે સમય અનંતવાર ઊપજયો. ત્રણ સમય... એમ કરતાં અસંખ્ય સમય... એમ કરતાં મિનિટ... પછી મિનિટ પછી એક એક સમયનો અસંખ્ય, ઠે. ઠ તેત્રીસ સાગર સુધીના સમયમાં દરેકમાં અનંતવાર ઊપજયો, પ્રભુ! આહા.... હા! તે એકવાર નહિ. ભગવાન! કાળ અનંત ગયો છે, પ્રભુ! .. કાળની આદિ નથી, ભાઈ ! તે એનો દીર્ઘ વિચાર કર્યો નથી. અનંત અનંત કાળ નારકી એક એક સ્થિતિમાં અનંતવાર ઊપજયો છે... એવી ૩૩ સાગર સુધી ( સ્થિતિએ) ઊપજયો. પ્રભુ એમ કહે છે કે એના એકક્ષણનાં દુઃખો... આહા.. હા! કરોડો જીભથી અને કરોડો ભવે પણ ન કહેવાય. પ્રભુ! આ શું કહે છે? કરોડો કરોડો ભવથી અને કરોડો જીભોથી એક ક્ષણનાં દુ:ખો... ભાઈ ! નારકીનાં... આહા... હા! (કહી ન શકાય) ભાઈ ! તું ત્યાં અનંતવાર એકેએક સમયની સ્થિતિએ ઊપજયો છો, ભાઈ ! ભૂલી ગયો ! એટલે કાંઈ નહોતું.. એમ કેમ કહેવાય, પ્રભુ? આહા.... હા!
(મનુષ્ય ભવમાં) જમ્યા પછી .... છ મહિના-બાર મહિના શું હતું દેહમાં ! માતાએ કેમ નવરાવ્યો, ધવરાવ્યો, કેમ સુવરાવ્યો.. ખબર છે? નથી ખબર, માટે નહોતું, એમ કોણ કહે ? ભાઈ ! એમ અનંતકાળનાં એવાં નરક આદિનાં દુઃખો...! –એની એને ખબર નથી. માટે નહોતાં, પ્રભુ! એમ કોણ કહે? આહા.... હા! ભાઈ ! તેં એવાં નરક અને નિગોદનાં દુઃખો સહન ર્યા છે. નરકનાં દુઃખો તો સંયોગની અપેક્ષાએ કહ્યાં છે પણ એના કરતાં નિગોદમાં તો અનંતગુણાં દુઃખો છે. ત્યાં તો એની પર્યાયમાં શક્તિ જ ઘટી ગઈ છે. ત્યાં આનંદનું રૂપ જ તદ્દન ઊલટું થઈ ગયું છે. આહા... હા ! એવા નિગોદના ભવ... પ્રભુ!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com