________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬: પ્રવચન નવનીત ભાગ-૧
ભવિકજીવ સંશય નિવારે.” આહા... હા! એ વાણીમાં રચના જે થઈ. તેને સાંભળવાથી ભવિકજીવ સંશય નિવારે-ભ્રમણાનો નાશ કરે. ભ્રમણા એટલે મિથ્યાત્વ-હું રાગવાળો છું, શરીરવાળો છું, હું એક સમયની પર્યાયસ્વરૂપે છું, એવી જે બુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. એ આગમ સાંભળીને ભવિકજીવ-લાયકપ્રાણી મિથ્યાત્વનો નાશ કરે છે. એની (ભગવાનની ) વાણી ‘ આ’ છે. ગણધરદેવે જે શાસ્ત્ર રચ્યા તે આગમ, એ આગમ આ છે. આ જે (પરમાગમમંદિર, સોનગઢમાં ) પોણા ચાર લાખ અક્ષર (આરસનાં પાટીયા ઉ૫૨) કોતરાણા છે, તે સંતોની વાણી–ભગવાનની વાણી છે.
અહીંઆ ( આત્માને ) ‘ અવ્યક્ત’ એટલા માટે કહ્યું (કે) (એ આત્મા ) ‘અત્યંતર’ છે અને આ (છ દ્રવ્યસ્વરૂપલોક) ‘બાહ્ય ’ છે. દયા-દાન-વ્રત-ભક્તિ આદિનાં (જે) વિકલ્પ ઊઠે છે (તે) રાગ છે, એ (આત્માથી ) બાહ્ય છે. બહારની દિશા તરફના લક્ષથી જે એની દશા થાય છે, અર્થાત્ પુણ્ય અને પાપના ભાવની જે બહારની દિશા તરફની દશા (પર્યાય) ઉત્પન્ન હોય છે, તે બાહ્ય- ‘ જ્ઞેય ’ માં જાય છે અને એ ‘વ્યક્ત’ માં જાય છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
પ્રશ્ન:- ભગવાન કુંદકુંદ આચાર્યે આત્માને ‘અવ્યક્ત’ કેમ કહ્યો ? ‘વિશેષ્ય છે આત્મા’ (એમ સ્થાપી ) આત્માને અવ્યક્ત એવું વિશેષણ કેમ આપ્યું?
સમાધાનઃ- ‘અવ્યક્ત' આ કારણે કહ્યું કેઃ છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે, તેનાથી (આત્મા) ‘ભિન્ન’ છે; આ કારણે એને ‘અવ્યક્ત’ વિશેષણ આપ્યું છે. આહા... હા... હા ! સમ્યગ્દર્શનનો વિષય- ‘એ ત્રિકાળી જ્ઞાયકભાવ છે.' આહા... હા... હા!
જ્ઞાનપ્રધાનતાએ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તો જ્ઞાન (જ્ઞાતૃતત્ત્વ ) અને શેય (જ્ઞેયતત્ત્વ ) – બન્નેની યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન, ‘પ્રવચનસાર ’ ગાથા-૨૪૨ માં કહ્યું છે. પણ અહીં એ આવી ગયું. પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન આવી ગયું અને એ પર્યાય અવ્યક્તને પ્રતીત કરે છે તો તેમાં સ્વદ્રવ્ય પણ આવ્યું અને પરદ્રવ્ય પણ આવ્યું. આહા... હા ! સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વિષય છે. “શૈય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે.”
66
.
.
‘ જીવ ’ શબ્દ કેમ લીધો છે? મૂળ પાઠ છે ને... “ નીવનગિવિgસંતાણં ” કેમકે, વેદાંત એમ કહે છે કેઃ ‘આત્મા છે તે સર્વવ્યાપક છે' અને તેઓ ‘મન વિશિષ્ઠ સહિતને જીવ કહે છે.' પણ એમ નથી. એ (માન્યતાના નિવારણ) માટે, અહીં ‘જીવ' વિશેષણ લીધું છે. ‘ જીવ’ કહો કે ‘ આત્મા ’ કહો- બેઉ એક જ ચીજ છે. ‘આત્મા’ બીજી ચીજ છે અને ‘ જીવ’ કોઈ બીજી ચીજ છે, વેદાંત કહે છે તેમ નથી. એ માટે ‘ જીવ’ શબ્દ વાપર્યો છે. સમજાય છે કાંઈ ?
મૂળ શબ્દ (પાઠ) માં ‘ નીવ’... છે ને, ‘ તેનાથી જીવ...' એમ લીધું ને... ? પહેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com