________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨: પ્રવચન નવનીત ભાગ-૧ કરવાથી' – “દ્રવ્ય ' નો નિર્ણય થયો. અને તેથી નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. –એ “પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”. સમજાય છે કાંઈ ?
આ તો રહસ્યનો કોઈ પાર ન મળે! કોઈ (સાધારણથી) પહોંચી ન શકે. આ સંતોની-દિગંબર સંતોની વાણી તો અલૌકિક છે! (બીજે) ક્યાંય નથી. વેદાંત એક આત્મા કહે છે ને... શુદ્ધ કહે છે ને...! સુધરેલાંમાં ઘણું ચાલે છે ને...? પરદેશમાં પણ વેદાંત ઘણું ચાલે છે: “એક સર્વ વ્યાપક છે'. અને મુસલમાનોમાં પણ એમ ચાલે છે. એમાં એક સૂફી નામનો માર્ગ (–મત) છે. સૂફી ફકીર અમે જોયા છે. અમે એકવાર બોટાદ બહાર નીકળતા હતા, ત્યાં બે સૂફી ફકીર સામે મળ્યા. વૈરાગ્ય.. ઉદાસ. ઉદાસ. વૈરાગ્ય દેખાય લોકોને. તે એક જ માને છે: “એક હુમ હૈં. એક ખુદા હુમ હૈં. હુમ હૈ ખુદ ખુદા યારો. બીજી ચીજ કોઈ છે જ નહીં. એક જ ખુદા સર્વવ્યાપક છે.” -એ બધું જૂઠું છે. વેદાંત પણ સર્વવ્યાપક માને છે. વેદાંત તો ત્યાં સુધી કહે છે કે આત્મા અને આત્માનો અનુભવ –બે ક્યાંથી આવ્યા? અહીં તો હજી આત્મા અને આત્માની પર્યાય-બે લેવાં છે. અનુભવ છે તે પર્યાય છે. આત્મા ત્રિકાળી છે. “કમબદ્ધ' નો જ્યાં નિર્ણય કરે છે તો આત્માનો અનુભવ થાય છે. આત્મા અને આત્માનો અનુભવ-બન્નેનો નિષેધ વેદાંત કરે છે કેઃ “આત્મા” અને “અનુભવ” (એ) તો દ્વત થઈ ગયા. આહા.... હા ! (પણ) દ્વત જ છે! અનુભવની પર્યાય છે. વિકારની પર્યાય પણ છે; પણ એ પર્યાયથી રહિત પરિણમન પોતાનું થાય છે; તો “એ છે” તો ખરું ને? “છે”
થી રહિત થયો ને...! છ દ્રવ્યથી રહિત આત્મા છે; તો છ દ્રવ્ય છે કે નહિ? આ આત્મા સિવાય, બીજા અનંત આત્મા હમણાં બધા છે!
જ્યાં દ્રવ્યનો આશ્રય થઈને, એક સમયની પર્યાયમાં એ છ દ્રવ્યનો નિર્ણય થાય છે; તે એ પર્યાયમાં પોતાના દ્રવ્ય-ગુણનું પણ જ્ઞાન થાય છે. એ પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક પોતાનાથી થાય છે–એવું જ્ઞાન એમાં થાય છે; નવું કરવું પડતું નથી. એની પર્યાયમાં સ્વ-પર પ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય છે. “પરને જાણું” એ પણ નથી. “પરને જાણવું એ પણ અહીં નથી. પરસંબંધી પોતાનું જ્ઞાન જ છે, એને જ જાણે છે. પરને જાણતા નથી. (જ્ઞાન) પરને સ્પર્શતું નથી, તો પરને જાણે ક્યાંથી ?!
આહા... હા! સમજાણું કાંઈ ? થોડું ઝીણું છે, ભાઈ ! પણ વાત તો એવી છે! બરાબર ન સમજાય તો રાત્રે (ચર્ચામાં) પૂછવું. એમ ન સમજવું કે અમારે ન પુછાય. એવી વાત નથી. બધા પૂછી શકે (છે).
પોતાનાં પરિણામોથી ઊપજતો થકો”—અહીં તો “પોતાનાં પરિણામોથી લીધું. “પોતાનાં વિકારી પરિણામોથી' એમ નહીં; એ ( વિકારી) પરિણામ જીવનાં નથી. તે વખતે એ વિકાર થાય છે પણ એ સમયે, દ્રવ્યની દૃષ્ટિથી “ક્રમબદ્ધ” નો નિર્ણય કરે છે તો, વિકારરહિત પોતાનાં પરિણામ ક્રમબદ્ધમાં થાય છે. આહા... હા! સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com