________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨O: ૩ર૩ અને ચારિત્ર છે; એ પર્યાય, ત્રિકાળી જ્ઞાયકભાવ જે શક્તિરૂપ મોક્ષ છે, એનાથી કથંચિત્ ભિન્ન
અરે.. રે! શરીર, વાણી, લક્ષ્મી, એ તો ક્યાંય રહી ગયાં! શરીર અને કર્મ એ તો (તન્ન ભિન્ન જ છે). આહા. હા! એક વાર કહ્યું હતું ને (ક) : જે પરમાણુ, વીંછીના ડંખ અને સર્પની દાઢમાં ઝેર રૂપે પરિણમ્યાં હતાં, તે જ પરમાણુ આ (શરીરરૂપે અત્યારે) છે. આહા.... હાં.. હા ! જે પરમાણુ ઝેર રૂપે પરિણમ્યાં હતાં તે પરમાણુ, અત્યારે આ શરીરરૂપે પરિણમ્યાં છે. આહા. હા! એ ચીજ (શરીર) થી તો પ્રભુ” નિરાળોઅભાવસ્વરૂપ જ છે. શરીરથી, કર્મથી, લક્ષ્મીથી, સ્ત્રીથી, કુટુંબથી અરે! દેવ, ગુરુ અને શાસ્ત્રથી તો ભગવાન (આત્મા) અભાવસ્વરૂપે છે. “કર્મનો અભાવ થતાં મુક્તિ થાય છે” એ તો વ્યવહારનું કથન છે. કારણ કે તેમાં (આત્મામાં) તો (કર્મનો) અભાવ છે; (તેથી) “અભાવનો અભાવ કરવો એ કોઈ ચીજ નથી.
પોતાના (આત્મા) માં એક “અભાવ' નામનો ગુણ છે. પ્રભુ! આત્મામાં શક્તિઓ અનંત છે, ગુણ અનંત છે. એમાં એક ગુણ “અભાવ” નામનો છે. એ “અભાવ ગુણ' પરની અપેક્ષા રાખ્યા વિના (પરિણમે છે). પરના અભાવસ્વભાવે પરિણમતો નથી. પોતાનો સ્વભાવ જ પરથી અભાવસ્વરૂપે પરિણમવાનો છે. પરનો અભાવ થયો, તો અહીં (આત્મા) અભાવસ્વરૂપે પરિણમ્યો; એમ નથી. ભગવાન આત્મામાં અભાવ નામનો એક ગુણ છે; જે કારણે, પરના અભાવસ્વભાવરૂપ પરિણમવું તે પોતાનો સ્વભાવ છે. પરનો અભાવ થાય છે, તો પોતાનું પરિણમન અભાવસ્વરૂપ થયું, એમ નથી. આહા. હા ! પોતાનો સ્વભાવ જ પરના અભાવસ્વભાવરૂપ છે. (તે-રૂપે) પરિણમવું એવો પોતાનો અભાવસ્વભાવગુણ છે. આહા. હા! આવી વાત !!
એ અહીં કહે છે કે જે અભાવસ્વભાવગુણ એવો જે ભગવાન આત્મા! -એના અનુભવમાં, (એ) અનુભવ થયો (કે) “આ આત્મા! શુદ્ધ ચૈતન્ય છે.' તેની સન્મુખ થઈને (જે) સમ્યગ્દર્શન, જ્ઞાન અને આનંદનો અનુભવ થયો- “એ પર્યાય” , ત્રિકાળી-જ્ઞાયકભાવધ્રુવ-અબદ્ધસ્વરૂપથી કથંચિત્ ભિન્ન છે. કારણ કે, “એ પર્યાય” નો નાશ થાય છે, અને પછી મોક્ષ થાય છે. જો “એ પર્યાય” આત્માની સાથે અભિન્ન હોય, તો “એ પર્યાય ” નો નાશ થતાં આત્માનો પણ નાશ થઈ જાય. અરે. રે! આવી વાત ક્યાં (સાંભળવા મળે છે ? કહે છે કે: પારિણામિકભાવથી, (પર્યાય ) કથંચિત ભિન્ન (છે), એ સિદ્ધ કર્યું.
કહે છે કે એ વાત તો વ્યક્તિની-મોક્ષની અપેક્ષાથી છે. અર્થાત્ વ્યક્ત મોક્ષની અપેક્ષાએ વાત છે; (પણ શક્તિરૂપે મોક્ષની નથી). (એટલે કે ) જે મોક્ષમાર્ગ-પરિણામનો નાશ થઈને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે, એ વ્યક્ત મોક્ષ-પર્યાયની અપેક્ષાએ વાત છે. (અહો!) આવી ભાષા !!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com