SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪: પ્રવચન નવનીત ભાગ-૧ -શું કહે છે? કેઃ પોતાના શુદ્ધ અખંડાનંદ પ્રભુનો અનુભવ-આનંદનું વેદન આવ્યું છતાં એ આનંદની પર્યાય, ત્રિકાળ (આત્મા) થી કથંચિત્ ભિન્ન છે! કેમકેઃ એ પર્યાયનો નાશ (વ્યય) થઈને, જ્યારે પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે, ત્યારે ‘તે પર્યાય’ નો તો નાશ થાય છે; જો ‘ તે પર્યાય ’ આત્માની સાથે અભિન્ન હોય, તો ‘તે પર્યાય' નો નાશ થવાથી આત્માનો પણ નાશ થઈ જાય; (પણ એમ બનતું નથી; તેથી ‘તે પર્યાય’ કથંચિત ભિન્ન છે). આહા... હા ! આવી વાત છે, પ્રભુ! હવે, વાત ચાલે છે: જે શક્તિરૂપ મોક્ષ છે, તે તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે. જો શક્તિરૂપ મોક્ષ ન હોય, તો વ્યક્તરૂપ મોક્ષની પર્યાય આવશે ક્યાંથી ? સમજાણું કાંઈ ? આહા... હા! “ જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” એ તો સહજ સ્વભાવ ત્રિકાળ છે. એમાં (મોક્ષ) પ્રગટ થવો અને (મોક્ષમાર્ગની પર્યાયનો) અભાવ થવો- એવી ( સ્થિતિ ) ચીજ ( આત્મા ) માં નથી! આહા.. હા ! “ જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” શુદ્ધપારિણામિક કહો કે પરમપારિણામિક કહો (એક જ છે). અહીં ‘મુક્તસ્વરૂપ ’ કહેવું છે ને...! વસ્તુ.. હોં! વસ્તુ એ શુદ્ધપારિણામિકભાવ; એ તો ત્રિકાળ શુદ્ધપારિણામિક શક્તિરૂપ મોક્ષ છે. અરે.. ! આવી વાતું!! સંસારની જંજાળ-એકલું બંધન-બંધન.. બંધન ! એમાંથીપર્યાયનાં બંધનથી છૂટતાં, ત્રિકાળ અબંધની દષ્ટિ થાય! સમજાણું કાંઈ ? પર્યાયમાં, રાગના બંધનથી છુટકારો (થાય ) ત્યારે, ત્રિકાળી અબંધ અર્થાત્ શક્તિ (રૂપ) મોક્ષનો અનુભવ થાય છે. આહા.. હા! પ્રભુના ઘરનો ઉપદેશ આવો છે, પ્રભુ ! આહા... હા ! (જે) શક્તિરૂપ મોક્ષ (છે) તે તો શુદ્ધપારિણામિક છે.” ત્રિકાળ છે. એ તો “પ્રથમથી જ વિધમાન છે.” – શક્તિરૂપ મોક્ષ તો પ્રથમથી જ વિધમાન છે. આ તો વ્યકિતરૂપ મોક્ષની વાત કરી; અર્થાત મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈને વ્યકિતરૂપ મોક્ષ થાય છે, તેની વાતકરી છે. બાકી જે શક્તિરૂપ મોક્ષ છે, તે તો ત્રિકાળ વિધમાન છે. આહા... હા.. હા ! ‘શક્તિરૂપ મોક્ષ ’ અને ‘વ્યક્તિરૂપ મોક્ષ ' આ શું? સમજાણું કાંઈ ? ભગવાન આત્મા દ્રવ્યસ્વરૂપ છે; છેલ્લે અહીં આવશે (કેઃ) એ સકલ નિરાવરણ છે! અર્થાત્ વસ્તુ એ તો સકલ નિરાવરણ છે. અખંડ છે. એક છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. અવિનશ્વર છે! આહા.. હા ! શુદ્ધપારિણામિક પ૨મભાવલક્ષણ, નિજ પ૨માત્મ દ્રવ્ય, એ તો ત્રિકાળ શક્તિરૂપ મોક્ષ છે. એ શક્તિરૂપ-મોક્ષસ્વરૂપ જે દ્રવ્ય છે, એનો અનુભવ થયો, તે ‘જૈનધર્મ ’ અને ‘ જૈનશાસન' છે! આહા.. હા ! ‘ આખું જૈનશાસન’ એમાં ( અનુભવમાં ) સમાઈ જાય છે. . કોઈ ક્રિયા–કાંડ, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા; એ કાંઈ ‘જૈનધર્મ ’ નથી. એ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy