________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૧૫
(રાજચંદ્ર) ના વખતમાં તો “આ મારો નાદ કોણ સાંભળશે?” – એમ (શ્રીમદ્દ) કહેતા હતા. કારણ કે, (તેઓ ) ગૃહસ્થાશ્રમમાં (તા) અને અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું, તો એ વાત કેઃ રાગથી ધર્મ નથી; દયા-દાન, ભગવાનની ભક્તિ, ભગવાનનો વિનય-એ રાગ (છે); એ અધર્મ છે; અરે... રે! આ કોણ સાંભળશે? એમ તે વખતે (સાંભળનાર ન હતા). પણ (તેઓ તો ) પોતાનું કામ કરી, ચાલ્યા ગયા. આહા... હા... હા! (તેઓ) ગૃહસ્થાશ્રમમાં હતા. લાખો રૂપિયાનો ઝવેરાતનો મોટો ધંધો મુંબઈમાં હતો. પણ એનાથી કંઈ (અંતરમાં એકતા ન હતી ). અંતરમાં તો ‘આનંદસ્વરૂપી હું છું! એ સિવાય, કોઈ ચીજ મારી નથી ' ( એવી પૂર્ણ શ્રદ્ધા હતી). પણ હજી થોડો (અસ્થિરતાનો) રાગ બાકી છે; રાગ છૂટતો નથી, એ મારા પુરુષાર્થની ઓછપ છે. “તેથી દેહુ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ ”- અંદરમાં રાગ (બાકી) દેખાય છે. આ જ ભવમાં રાગ નાશ થઈને મુક્તિ થશે એવું દેખાતું નથી. અસ્થિરતા મારામાં રાગની એટલી દેખાય છે કે એથી મારે એકાદ ભવ કરવો પડશે. આ રાગ (છે), તે વિદેશ (છે). એમાં અમે રખડીએ છીએ. સ્વરૂપનું ભાન થયું. અનુભવ છે, આનંદનો સ્વાદ આવ્યો; તો પણ રાગની અસ્થિરતા રહી ( છે ); તો કહે છે કેઃ અરે.. રે! આ (રાગ) અમારી ચીજ (આત્મા) માં નથી; એમાં અમારે આવવું પડે છે! એ પરદેશ છે. આહા... હા ! ( શ્રીમદ્દ રાજચંદ્રે ‘ધન્ય રે દિવસ આ અહો ” કાવ્યમાં ) કહ્યું ને... “ તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ.” આ રાગ એ પરદેશ છે. વિભાગ એ પરદેશ છે. જેમ તમારા મહાજનના ગામ કરતાં નૈરોબી પરદેશ છે, તેમ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ, રાગ એ બધા પરદેશ છે, પરદેશ છે! આહા... હા!
બેનમાં ( ‘ બહિનશ્રીનાં વચનામૃત' માં) એમ આવે છે, બોલ-૪૦૧ છેઃ અરે! અમારા સ્વદેશને છોડીને અમે ક્યાં રાગમાં-પરદેશમાં જઈએ છીએ! રાગમાં આવવું એ તો પરદેશમાં જવું છે. આહા... હા ! દયા, દાન અને ભક્તિનો ભાવ, પડિયાનો ભાવ, મહાવ્રતનો ભાવ-એ બધો પરદેશ છે; એ સ્વદેશ નથી! પ્રભુ! આકરું લાગે, નાથ! શું કરીએ ? ચીજ (વસ્તુસ્વરૂપ ) તો આ છે!
જિજ્ઞાસાઃ ‘સ્વદેશ ’ કેવો છે?
સમાધાનઃ રાગ-વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ- એ પરદેશ છે, એ સ્વદેશ નથી. સમજાણું કાંઈ ? ( સ્વદેશ તો ) ભગવાન (આત્મા), અતીન્દ્રિય આનંદ, નો નાથ પ્રભુ છે. ધ્રુવધામ જેનું નિત્યસ્થાન છે. જેમાં આનંદનો પાક આવે એવું એ ક્ષેત્ર છે. ધ્રુવધામ ભગવાન, જેમાં અતીન્દ્રિય આનંદનો પાક થાય એવું એ ખેતર છે. રાગનો પાક થાય એવો આત્મા નથી. (જેમ ) જમીન-ખેતરમાં પાક થાય છે ને..! (તેમ) ભગવાન ધ્રુવધામ એ એવું ખેતર છે કે જેમાં તો અતીન્દ્રિય આનંદનો પાક થાય! અરે! અતીન્દ્રિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com