________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
પર્યાય-પ્રગટ અવસ્થા જે વિચાર આદિ ચાલે છે ને... એ તો ક્ષણિક (છે. ) અહીં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એ પણ ક્ષણિક પર્યાય છે. મિથ્યાશ્રદ્ધા-જ્ઞાનની તો વાત શું કરવી ? તે તો ભ્રમણાનું કારણ-દુ:ખનું કારણ-છે. પણ અંદર આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુએની પ્રતીતિ, જ્ઞાન અને સ્મરણના, પણ ક્ષણિક વ્યક્તિ-ક્ષણિક પર્યાય માત્ર છે. આહા... હા... હા! ઉત્પન્ન-ધ્વંસી છે. આહા... હા... હા! ઝીણું પડે, પ્રભુ! તું અંદર ચીજ અલૌકિક છે!! સર્વજ્ઞની વાણીમાં પણ તારું સ્વરૂપ પૂરું આવ્યું નથી, પ્રભુ! એવો તું છે અંદર!! એ તારી તને કિંમત નથી. અને દુનિયાની કિંમત આંકવા બેસી જાય છે!!
અહીં કહે છે કેઃ આત્મદ્રવ્ય જે વસ્તુ છે; આનંદઘન, અનંત આનંદનો નિધાન પ્રભુ છે, તે ક્ષણિકમાત્ર નથી. એની વર્તમાન પર્યાય (ભલે ) નિર્મળ હોય, મોક્ષમાર્ગની પર્યાય હોય, તો પણ તે ક્ષણિક અર્થાત્ વ્યકિત-પ્રગટતા (છે). પર્યાયથી તો એનો (આત્મદ્રવ્યનો ) નિર્ણય કરવાનો છે. અનિત્યથી નિત્યનો નિર્ણય કરવાનો છે. પર્યાયમાત્ર અનિત્ય છે અને વસ્તુ ભગવાન અંદર નિત્ય છે. તો અનિત્યથી નિત્યનો નિર્ણય કરવાનો છે. ‘ચિવિલાસ' માં આવે છે, ભાઈ! એ ક્ષણિક માત્ર તું નથી. તારી દષ્ટિ ક્ષણિકમાત્રમાં ન રહેવી જોઈએ-એમ કહે છે. આહા... હા... હા! દુષ્ટિ નિમિત્ત ઉપર તો નહીં; દયા-દાનના વિકલ્પ એ પુણ્ય છે, એના ઉપર તો દૃષ્ટિ નહીં; પણ નિર્મળ પર્યાય ઉ૫૨ પણ તારી દિષ્ટ ન હોવી જોઈએ. આહા... હા... હા! એ વસ્તુસ્થિતિ ( છે), બાપુ !
ભગવાન તીર્થંકરદેવ ત્રિલોકનાથ જિનેન્દ્ર પ્રભુ જે આત્મા કહે છે; તે ચીજ કોઈ અલૌકિક છે. પ્રભુ! આહા... હા! એ ભગવંતસ્વરૂપ અંદર બિરાજમાન છે. એની એક ક્ષણિક પર્યાય કબૂલાત કરી, એવી જે ક્ષણિકમાત્ર (પર્યાય ) પણ તે ( ભગવાન આત્મા ) નહિ. અરે! કેવળજ્ઞાનની પર્યાય પણ ક્ષણિક પર્યાય છે. આહા... હા... હા! સમજાણું કાંઈ ? મોક્ષમાર્ગની પર્યાય તો ક્ષણિક છે, અપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ નથી. પણ પૂર્ણ શુદ્ધ છે; કેવળજ્ઞાન અને સિદ્ધપર્યાય. તો પણ તે ક્ષણિક પર્યાય છે. ભગવાન (આત્મા ), એ ક્ષણિક પર્યાય માત્ર નથી; અંદર ધ્રુવ ચિદાનંદ ભગવાન છે. આહા... હા... હા !
અરે... રે! આવી વાતો સાંભળવા મળે નહિ. પ્રભુ! મનુષ્યપણું મળ્યું ને આ દુનિયામાં હા... હો... હા... હો–માં ચાલી જાય છે જિંદગી! આહા... હા !
અહીં તો કહે છે કે: પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! ઇન્દ્રો અને ગણધરોની સભાની વચ્ચે, ત્રિલોકનાથ પ્રભુ જિનેન્દ્રદેવ પરમાત્માની આ વાણી હતી. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન બિરાજે છે. ભગવાનની આ વાણી ખર્યા કરે છે. ત્યાંથી આ વાત આવી છે. આહા... હા! ભગવાન કહે છે કેઃ પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! આ શરીર, વાણી, કર્મ, દેશ ને ૫૨એ ચીજ તો, તારામાં છે જ નહિ. અને એમાં તું છે જ નહિ. પણ તારી આખી-પૂર્ણ ચીજ, એક પર્યાયમાં આવતી નથી. આહા... હા... હા ! બેનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com