________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨: પ્રવચન નવનીત ભાગ-૧ છે' , એનો નિર્ણય ક્યારે થાય છે? કે એનો “હું અકર્તા છું'. તો “અકર્તાપણા' નો નિર્ણય ક્યારે થાય છે? કે પોતાના જ્ઞાયકભાવ ઉપર નજર પડે (અર્થાત્ ) પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ જાય; ત્યારે ક્રમબદ્ધનો (-અકર્તાપણાનો) નિર્ણય થાય છે. તો જ્ઞાયક ઉપર (દષ્ટિ જતાં) અકર્તાપણા' નો પુરુષાર્થ આવ્યો. ઝીણી વાત છે, ભગવાન !
આહા. હા... હા ! (“સમયસાર') ૭ર-ગાથાની સંસ્કૃત ટીકામાં “ભવાનમાત્મા” એવો શબ્દ છે. આચાર્ય તો “ભગવાન” તરીકે જ બોલાવે છે. “ભગવાન આત્મા” એમ કહે છે. (આ) ગાથામાં આવ્યું છે કે પ્રભુ! પુણ્ય અને પાપ અશુચિ છે, મેલ છે. દયા-દાનવ્રત-ભક્તિ-પૂજાનો ભાવ પણ મેલ છે. ભગવાન આત્મા, નિર્મળાનંદ જ્ઞાતા-દ્રષ્ટા છે. (પરિણામ ) ક્રમસર થાય છે, તોપણ પુણ્ય-પાપ (ના) જે પરિણામ છે (તે) તો દુ:ખરૂપ અને મેલ છે.
આહા... હા... હા! પોતાનો આત્મા રાગ અને પરનો “અકર્તા” છે; જ્યારે એવી બુદ્ધિ થાય છે, તો એની બુદ્ધિ દ્રવ્ય ઉપર જાય છે. સમજાયું કાંઈ ? દ્રવ્ય “જ્ઞાયક' છે, તો જ્ઞાયક ઉપર દષ્ટિ થવાથી “જ્ઞાતા-દ્રષ્ટાનો નિર્ણય ક્રમબદ્ધમાં થાય છે. “અકર્તાપણા' નો નિર્ણય “જ્ઞાતાદ્રષ્ટાપણા” માં જાય છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
કોઈ એમ કહે છે: “કેવળીએ દીઠું તેમ થશે '... અમે (પુરુષાર્થ) શું કરીએ? કમબદ્ધ પર્યાય થશે-જ્યારે ભગવાને દીઠું ત્યારે થશે-તો (પછી) અમે (પુરુષાર્થ) શું કરી શકીએ? -એ મોટો પ્રશ્ન, ૬૩ વર્ષ પહેલાં, સંવત ૧૯૭રમાં ઊઠયો હતો. અમે પહેલાં (સ્થાનકવાસી) સંપ્રદાયમાં હતા. ને! ર૬ વર્ષની નાની ઉંમર હતી. સિત્તેરમાં દીક્ષા અને બોંતેરમાં આ વાત (ચર્ચા) ચાલીઃ “કેવળીએ દીઠું તેમ થશે. આપણે શું કરીએ?' તો કહ્યું સાંભળો: કેવળીએ દીઠું તેમ થશે '... તો પહેલાં કેવળજ્ઞાની આ જગતમાં છે; જ્ઞાનની એક પર્યાય ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે, એવી એક સમયની પર્યાયની સત્તા જગતમાં છે; (પહેલા) - “એનો સ્વીકાર છે...? ' સમજાણું કાંઈ ? ઝીણી વાત છે! અમારા ગુરુભાઈ તો ઘણું કહેતાઃ “શું કરીએ, ભાઈ ! ભગવાને દીઠું હશે તેમ થશે.... અમે શું પુરુષાર્થ કરીએ ?' (તો કહ્યું) સાંભળો: “ભગવાને દીઠું હશે તેમ થશે... તો “ભગવાન છે' એવો નિર્ણય પહેલાં છે? “દીઠું હશે તેમ થશે” –એ પછી ( ની વાત )'. “ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જગતમાં છે, જેના જ્ઞાનની એક પર્યાય ત્રણ કાળ-ત્રણ લોકને અડયા વિના, (તેને) જાણે છે, એવી સત્તા જગતમાં છે? અરે ! પોતાના દ્રવ્ય-ગુણ ત્રિકાળ જાએ; પોતાની ત્રણે કાળની પર્યાય (ને) અને બીજાં (છયે દ્રવ્યોની) ત્રણે કાળની અનંતી પર્યાય (ને) તથા બીજાં બધાં દ્રવ્ય (ને) એક સમયની જ્ઞાનની પર્યાયમાં જુએ! –એવા જ્ઞાનની પર્યાયની સત્તા જગતમાં છે? (–એનો સ્વીકાર અંદરમાં છે?) . પછી “દીઠું હશે તેમ થશે” એ પછી વાત'. સમજાણું કાંઈ ? આ વાત (ચર્ચા) સંપ્રદાયમાં ઘણી ચાલી...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com