________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૧૩
ઘણી ચાલી. અમારા (દીક્ષા) ગુરુ ઘણા શાંત હતા. સંપ્રદાયમાં હતા, પણ શાંત... શાંત... કષાય મંદ. એકદમ વિરોધ ન કરે. પહેલાં તો મેં વાત કહી, તો સાંભળે કે વાત કહે છે સાચી.
‘ ભગવાને દીઠું’... પણ ‘ભગવાન જગતમાં છે' એવી સત્તાનો સ્વીકાર ક્યારે થશે ? · એ કેવળજ્ઞાનની પર્યાય બીજામાં છે, અને ‘છે' જગતમાં’ એવો સ્વીકાર, પોતાની પર્યાયમાં ક્યારે થશે ? કેઃ અંદર જ્યાં સર્વજ્ઞસ્વભાવ પડયો છે; એના ઉપર પોતાની પર્યાયની નજ૨ જશે ત્યારે, કેવળજ્ઞાનની પર્યાયની સત્તાનો સ્વીકાર યથાર્થ થાય છે. ઝીણી વાત છે, ભાઈ! આ અધિકાર કેમ લીધો... સમજાણું કાંઈ ? પ્રભુ! તારી વાત તો અલૌકિક છે; પણ સમજવામાં ઘણો ( ઉત્સાહ જોઈએ ).
ભગવાન પરમાત્મા અનંત સિદ્ધ છે. મહાવિદેહક્ષેત્રમાં સંખ્યતા કેવળી છે, અને વીસ તીર્થંકર છે. આહા... હા! એ બધા કેવળજ્ઞાની પરમાત્માઓએ દીઠું તેમ થશે. એવા અનંત સિદ્ધકેવળી અને તીર્થંકરકેવળીનું તો એવું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જુએ તેવું થશે. આછું-પાછું નહીં. -એમ ‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા’ ગાથાઃ ૩૨૧-૨૨-૨૩માં આવે છેઃ ભગવાને દીઠું તેમ થશે, એ સિવાય ક્યારેય આછું-પાછું થાય નહીં, એમ સમકિતી માને છે. એનાથી વિરુદ્ધ માને (તો) તે મિથ્યાદષ્ટિ છે. એમ લખ્યું છે.
એમ ને એમ (કોઈ ) સામાયિક કરી લે ને... પૈસા કરી લે ને... ધર્મ કરી લે ને... મંદિર બનાવી દે! (પણ ) એનાથી કોઈ ધર્મ નથી. લાખો-કરોડો રૂપિયા ખર્ચે તો એમાં ધર્મ છે? લાખો મંદિરો બનાવી દેતો ધર્મ છે? -એવી વાત છે જ નહીં. એ તો જગતની ચીજ છે. એના કા૨ણે બનવાવાળી છે, બને છે. એનો ‘કર્તા’ આત્મા નથી; હવે એનો કર્તા આત્મા નથી; પણ જે મંદિરનો-પૂજાનો ભાવ આવ્યો તે તો શુભભાવ છે, એ કોઈ ધર્મ નથી. ( ભાવ ) આવે છે... પણ એ ધર્મ નહીં, એ પુણ્ય છે. આવે છે, ધર્મી સમકિતીનેમુનિને પણ શુભભાવ આવે છે. પણ એ જાણે છે કે: (આ) રાગ છે. હૈય છે. એ મારી ચીજ નહીં. અને રાગ છે, તે દુઃખરૂપ છે.
ભગવાન ( આત્મા ) છે, તે અતીન્દ્રિય આનંદમય છે; એનો જ્યારે નિર્ણય આવે છે; તો પર્યાયમાં આનંદ આવે છે. ભગવાન! આનંદની-જ્ઞાનની પર્યાય સાથે છે. એ ( ક્રમબદ્ધ ) પર્યાયનો નિર્ણય કરે (–થાય ), તો આનંદનો સ્વાદ આવવો જોઈએ. તો (તે) કેવી રીતે આવે છે? એ પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે. પર્યાયનો નિર્ણય, પર્યાયના આશ્રયે થતો નથી. કેવળીનો નિર્ણય પણ પર્યાયના આશ્રયે થતો નથી. અને પોતાની પર્યાયનો નિર્ણય પણ પોતાની પર્યાયના આશ્રયે થતો નથી. આહા... હા... હા ! ઝીણી વાત છે, ભગવાન! એવી અલૌકિત વાત છે!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com