________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૬૭ જોઈ છે, એ વાત છે! દુનિયા માને કે ન માને, “સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી. લાખો માને તો એ સત્ય કહેવાય અને થોડા માને તો અસત્ય કહેવાય, એવું કાંઈ છે નહીં.
સ્ત્રી કપડામાં ભરત ભરે છે-એ પર્યાય, સ્ત્રીના આત્માએ કરી–એવી (માન્યતા) હરામ છે! કપડામાં ભરત (ભરીને) એ અહીંયાં ગોઠવી દીધું-એ સ્ત્રીએ કર્યું? એની ઈચ્છા થઈ તો થયું? -બિલકુલ જૂઠું છે! ભરત પણ પોતાની પર્યાયમાં ક્રમબદ્ધમાં જે પર્યાય થવાવાળી છે, તે થાય છે. તોરણમાં મોતી ગોઠવીને હાથી બનાવે છે-એ ગોઠવણી, એની પર્યાયે કરી (છે). સ્ત્રીએ આંગળીથી કરી (છે), એમ નથી !
(શ્રોતા ) સોય લાગવાથી લોહી નીકળે છે ને? –એ ય નહીં. પોતાથી લોહીની પર્યાય નીકળી છે! જુઓઃ આ આંગળી છે (એને) આ (શરીરમાં દબાવો તો જે ) આમ ખાડો થયો... પણ એ આંગળી, એને (શરીરને) અડી પણ નથી, અને આમ ખાડો (જ) થયો, એ ખાડાની પર્યાય, પરમાણુમાં કમસર થવા યોગ્ય થઈ છે; આંગળીથી થઈ નથી ! સમજાય છે કાંઈ ?
જિજ્ઞાસા સાફ દેખાય તો છે કે (ખાડો) આંગળીથી થયો!
સમાધાન: એ વાત પણ સંયોગથી જાએ છે. એની પર્યાયને જુએ તો આંગળી તો બીજી ચીજ છે; અને એ ત્યાં બીજી ચીજ છે. પણ એ સંયોગથી જુએ છે. પણ એની પર્યાય એમાં ઉત્પન્ન થઈ છે, એ દષ્ટિથી તો જોતો નથી !
ઝીણી વાત છે, ભાઈ ! અત્યારે તો ઘણી ગરબડ થઈ ગઈ છે ને..! “મેં પુસ્તક બનાવ્યું”. (એ માન્યતા વિપરીત છે). એ પુસ્તક પણ પોતાની (ક્રમબદ્ધ ) પર્યાયથી થાય છે!
આચાર્ય મહારાજ તો કહે છે. આ ટીકા અમે બનાવી, એમ મોહથી ન નાચો ! અમે તો જ્ઞાતા (છીએ). અમે અમારા સ્વરૂપમાં છીએ. અમારા સ્વરૂપથી બહાર નીકળીને, આ ટીકાની રચના થઈ, અને વિકલ્પ આવ્યો તો ટીકાની રચના થઈ; એમ પણ નથી. અને વિકલ્પ આવ્યો છે, તો મારું કર્તવ્ય એ વિકલ્પ છે, એમ પણ નથી. આહા.... હા! “હું તો જ્ઞાતા (છું ) '.
“અકર્તા' સિદ્ધ કરવું છે ને...? આત્મા પરનો તો કર્તા નહીં, પણ રાગનો પણ કર્તા નથી. દયા-દાન-વ્રતાદિના વિકલ્પ આવે છે, પણ એનો કર્તા આત્મા નથી. કારણ કે “આત્મા પવિત્ર પિંડ પ્રભુ છે. એ વિકારને કેમ કરે? ચક્રવર્તી રાજાને મકાનની ધૂળ વાળવાનું બતાવવું; કે મકાનમાંથી ધૂળ કાઢી દે! તેમ ભગવાન આત્મા અનંત પવિત્ર ગુણનો પિંડ, એને દયા–દાનવિકલ્પનો કર્તા બનાવવો-એ “ચક્રવર્તીને ધૂળ વાળવાનું કહેવા” જેવી વાત છે. એ દષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. દિગંબર શાસ્ત્રોમાં દષ્ટાંત-ન્યાય બધુંય ભર્યું છે, જ્યાં જ્યાં જે જોઈએ, તે બધું ભર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com