________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮: પ્રવચન નવનીત ભાગ-૧
ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે”. જોયું! એ પર્યાયને અજીવા કહ્યું. અજીવની પર્યાયને અજીવ કહ્યું. જીવની પર્યાયને જીવ કહ્યું. નહીંતર (તો) જીવ દ્રવ્ય છે, તે પર્યાયમાં આવતું નથી. તેમ (જ) અજીવ દ્રવ્ય પણ પર્યાયમાં આવતું નથી. (પણ અહીં) અત્યારે એમ લેવું છે કે એ પર્યાય એના (દ્રવ્ય) થી થઈ છે. એ બતાવવા અને પરથી થઈ નથી અને કમસર આવવાવાળી છે તે (પર્યાય) આવી છે, એ બતાવીને (કહ્યું કે) અજીવનાં પરિણામ અજીવ છે. આહા.... હા ! એમ કેમ કહ્યું કે: અજીવનાં પરિણામ અજીવ છે. અર્થાત્ સાથે બીજો જીવ હોય, તો એનાથી એમાં થયું? –એમ નથી. એની ના પાડે છે. જુઓ ! “અજીવ જ છે, જીવ નથી”, “જીવ નથી' એમ કેમ કહ્યું? કારણ કે, જીવ સંયોગમાં હોય અને એનાથી તે પર્યાય જડની થઈ છે; એવું ત્રણ કાળમાં નથી.
આહા... હા! આ વાત (બેસે નહીં, ) પછી લોકો એમ કહે: સોનગઢનું એકાંત છે... એકાંત છે. કહે તો કહો.... પ્રભુ! આ ભગવાન કહે છે. આ કોની વાત છે? –ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ સીમંધર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. તે કુંદકુંદાચાર્ય સાક્ષાત્ સાંભળી છે. અને અહીં આવીને આ શાસ્ત્ર બનાવ્યાં (છે). (શ્રોતાઃ) આપે પણ સાંભળી છે? (ઉત્તર) અમે પણ સાક્ષાત્ સાંભળવામાં સાથે હતા. પણ એ વાત..! આ તો (અહીં) ભગવાન કુંદકુંદાચાર્યની વાત કરીએ છીએ. આહા... હા... હા!
અહીં “અજીવ જ છે” એમ લીધું. તો કોઈ એમ કહે કે “એ એકાંત નથી ?' કથંચિત અજીવથી પર્યાય થઈ અને કથંચિત્ જીવથી થઈ, એમ અનેકાંત કરો ! (પણ) એ અનેકાંત નથી. પ્રભુ! એ તો એકાંત છે.
એ કહે છે કેઃ અજીવની પોતાની અજીવ ઉત્પન્ન થયું, એ અજીવ જ છે. આહા.... હા! આ હોઠ ચાલે છે... તો (તે) અજીવની પર્યાય અજીવ જ છે. એમ કેમ કહ્યું કે “જીવ નથી ? અંદર જીવ છે, તો એનાથી હોઠ હાલ્યો, એમ નથી; માટે “જીવ નથી.' આહા... હાં.. હા ! આ તો અભિમાન છોડાવવું છે.
(શ્રોતા:) મડદું ક્યાં બોલે છે? (ઉત્તર) મડદું પણ ચાલે છે. સાંભળ્યું છે? અમારે મોટા ભાઈ હતા. તે ૧૯૫૭ની સાલમાં ગુજરી ગયા. અમારી ઉંમર ૧૧ વર્ષની હતી. (સંવત) ૧૯૪૬માં જન્મ છે. તેઓ સાંજે ગુજરી ગયા. અમે જોયું કે રાત્રે છાતી ઉપર કોશ મૂકી કે જેથી મડદું ઉભું ન થઈ જાય. તો એમ મડદા ઉપર કોશ રાખે છે. બાકી તો મડદાની એવી પર્યાય ઊભા થવાની નહોતી. તો (કોશનું) નિમિત્ત આવ્યું. પણ (પર્યાય) ઊભા થવાની હતી, ને (કોશ) રાખી, તેથી (મદું ) ઊભું ન થયું-એમ પણ નથી.
છપ્પનિયો દુકાળ મોટો હતો ને...! નજરે જોયું છે. ચાલીશ-પચાશ ગાયો ઊભી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com