________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩/૩ તો અનંત રત્ન ભર્યા છે. આહા.... હા! આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા આદિ અનંત રત્નોથી ભરેલો ભગવાન; એ “ભાવનારૂપ” નથી. મોક્ષમાર્ગની પર્યાય થઈ તે પર્યાયરૂપ (છે), એ શુદ્ધપારિણામિકભાવ (રૂપ) નથી. આહા.... હા! આ ભેદજ્ઞાનની પરાકાષ્ઠા !
- રાત્રે કોઈએ પ્રશ્ન કર્યો હતો. લબ્ધ અપર્યાયનો. એ વિષય જાણવાનો (છે). “લબ્ધ અપર્યાય' કોને કહે છે? કે: અપર્યાપથઈને, પર્યાપ્ત ન હોવાવાળો અને અપર્યાપ્ત થઈને અપર્યાપ્ત મરવાવાળો છે, એ “લબ્ધઅપર્યાય' કહેવાય છે. અને અપર્યાપ્ત થઈને પર્યાપ્ત થાય છે, એ “લબ્ધપર્યાય, અપર્યાપ્ત નહીં. કારણ કે, પહેલાં તો અપર્યાપ્ત હોય છે, અર્થાત્ જયારે કોઈ પ્રાણી માતાના પેટમાં આવે છે ત્યારે જન્મે છે, ત્યાર પહેલાં તો અપર્યાપ્ત જ હોય છે; પણ એ અપર્યાપ્ત, પર્યાપ્ત થવાવાળું છે.
અહીંયાં કહે છે કે જે આ “ભાવના” છે, એ શુદ્ધપારિણામિકભાવ નથી; પણ એ ભાવના” પૂર્ણ થવાવાળી છે. એ તો “મોક્ષમાર્ગપ્રકાશક' માં આવ્યું છે ને ! જ્ઞાનના ક્ષયોપશમનો જે અંશ છે; તે વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. આહા.... હા! સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કે જે મોક્ષમાર્ગની પર્યાય, ત્રિકાળીના અવલંબનથી થઈ, તે શુદ્ધપારિણામિકભાવમાં નથી. અને એ શુદ્ધપારિણામિકભાવ પર્યાયમાં નથી. એ શુદ્ધપરિણામિક (ભાવ) (તો) ભાવનારૂપ નથી. પ્રભુ! એ પર્યાય. શુદ્ધપરિણામિકભાવરૂપ નથી; એ તો એક સમયની પર્યાયરૂપ છે. જો તે પર્યાય, એકાંતરૂપી શુદ્ધપારિણામિક (ભાવ) થી અભિન્ન હોય; અર્થાત એ મોક્ષમાર્ગની પર્યાય- પારિણામિકભાવ-ત્રિકાળી (ની) એકાગ્રતા, એ-રૂપ “ભાવના' - જો પારિણામિકભાવની સાથે અભિન્ન હોય; તો (મોક્ષ થતાં) એ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ થઈ જશે, તો અવિનાશીનો પણ નાશ થઈ જશે. સમજાય છે કાંઈ?
ભાઈ ! આ સૂક્ષ્મ વિષય છે, પ્રભુ! કે દી સાંભળવા મળે, બાપા “આ” , ભગવાન ! આહા... હા! આચાર્ય તો ભગવાન તરીકે બોલાવે છે. પ્રભુ! તું ભગવાન છો. તારું પૂર્ણ (સ્વરૂપ) ભગવતસ્વરૂપ છે; જેની તને ખબર નથી ! તારી દષ્ટિ-દશા-લોચન બહારમાં ફરે છે. તે લોચન અંતરમાં ગયાં નથી. –જ્ઞાનનાં લોચન અંતરમાં ગયાં નથી. જેને જોવાનું છે તેને જોયું નથી. એ લોચન બહારનું જોવામાં રોકાઈ ગયાં! આહા.... હા!
સમયસાર' ૧૭ –ગાથામાં આવ્યું ને...! કે: અજ્ઞાનીની પર્યાયમાં પણ દ્રવ્ય જણાય છે, આત્મા જણાય છે. સૂક્ષ્મ (વાત) છે, ભગવાન ! આ જે જ્ઞાનની પર્યાય છે, અજ્ઞાનીની પણ હો...! અરે! સર્વ જીવોની પર્યાય- જે જ્ઞાનની છે; (પરમાત્મા સિવાય, (કેમકે) એ (પર્યાય) તો પૂર્ણ થઈ ગઈ); એમાં આત્મા -દ્રવ્ય જ જણાય છે કેમકે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે.
પ્રભુ ! આ તો અલૌકિક વાતો છે, બાપા! શું કહીએ? ક્યાં કહીએ ? આહા. હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com