________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦: પ્રવચન નવનીત ભાગ-૧ (લાકડી) જમીનને અડે છે? તો (કહે છે) ના. એ (લાકડી) જમીનને અડતી જ નથી. એને હાથમાં પકડી છે... તો પણ હાથ (આ) લાકડીને અડયો જ નથી.
જિજ્ઞાસા: (લાકડી) ટેકો તો આપે છે ને? સમાધાનઃ સંયોગ છે! તો એ (અજ્ઞાની) સંયોગથી જુએ છે. જિજ્ઞાસાઃ આપ કહો છો તો માનવું જ પડે ને..!
સમાધાન: એમ નહીં. ન્યાયસર છે કે નહીં? ન્યાય અર્થાત્ “ની' ધાતુ છે, તો “ની” ધાતુમાં વસ્તુનું જેવું સ્વરૂપ છે, તે તરફ દોરી જવું, લઈ જવું એનું નામ “ન્યાય'. તો ન્યાયથી સમજવું જોઈએ. અમે કહીએ છીએ, માટે માની લેવું એમ નહીં. ન્યાયમાં ‘ની ' ધાતુ છે. “ની” ધાતુનો અર્થ છે: “લઈ જવું'. જેવી ચીજ છે, તે તરફ જ્ઞાનને દોરી જવું, તેનું નામ ન્યાય.
પ્રત્યેક ચીજ-પર્યાય પોતાના સમયમાં આઘીપાછી કર્યા વિના, પોતાના કાળમાં થાય છે; એ પર્યાયને પરદ્રવ્યની અપેક્ષા બિલકુલ-કિંચિત્ હોતી નથી. આહા... હા. હા! એવી
વાત છે!
ભગવાનનાં દર્શન કરવાથી શુભભાવ થાય છે... એની અહીં ના પાડે છે. અહીંયાં એ શુભભાવ થાય છે, એમાં પર-ભગવાનના નિમિત્તની અપેક્ષા નથી. આહા... હા! ગજબ વાત છે!! એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે! એને ભગવાને બનાવ્યું નથી; જેવું છે તેવું કહ્યું; પણ (તે) કર્તાનથી.
ભગવાનની દિવ્યધ્વનિ છૂટે છે... તો દિવ્યધ્વનિનું કાર્ય ભગવાનનું છે, એમ નથી. ભગવાનની દિવ્યધ્વનિ- “ભવિ ભાગના વય જોગે' –એ પણ નિમિત્તનું વચન છે. વાણીના કાળમાં પરમાણુની પર્યાય ભાષારૂપ થવાની હતી તે પર્યાયમાં આત્માની અપેક્ષા નથી. અને સાંભળવાવાળાની પણ અપેક્ષા નથી. આહી... ! આવી વાત છે, પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી !
અહીં (કહે છેઃ ) પોતાનામાં જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે એમાં રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. આત્મા “કર્તા અને સમ્યગ્દર્શન-પર્યાય “કાર્ય” , એ પણ વ્યવહાર છે. બાકી પર્યાય કર્તા અને “પર્યાય” કાર્ય! એમાં નિમિત્તની અપેક્ષા નથી કે ગુરુ મળ્યા અને તીર્થકર મળ્યા, માટે સમ્યગ્દર્શન થયું. (–એવી વસ્તુસ્થિતિ જ નથી). દેશના લબ્ધિ મળવાથી જ્ઞાન થતું નથી. એ દેશનાલબ્ધિના કાળમાં જે (જ્ઞાન) ની પર્યાય થઈ, તે તો પરલક્ષી જ્ઞાન છે. એ (પર્યાય) પણ દેશનાના શબ્દથી થઈ જ નથી. એ સમયમાં એટલો પરલક્ષી વિકાસ થવાનો પર્યાયનો કાળ હતો, (તેથી) એમ થયું છે.
અહીં તો લોકો ) જ્યાં હોય ત્યાં “અમે કરીએ છીએ'... “અમે કરીએ છીએ'... “અમે બધી વ્યવસ્થા કરીએ છીએ” (-એમ વૃથા કર્તૃત્વ સેવે છે!) એ તો થવાવાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com