________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૩૯ ચીજ છે તે (તો) પર્યાયથી ભિન્ન છે. એ ક્રમબદ્ધની પર્યાય અને અક્રમપર્યાય; [ અક્રમ એટલે યોગ-લેશ્યા આદિ સાથે રહેવાવાળા;] એનાથી રહિત છે. એવો ભગવાન આત્મા
જ્યારે દષ્ટિમાં આવે છે ત્યારે એમાં જેટલા ગુણ છે, એમાં ભાવગુણનું રૂપ છે, તે કારણે એ (એક) સમયમાં અનંત ગુણની પર્યાય થાય જ છે. “હું કરું તો થાય છે” એમ નથી. ઝીણી વાત છે, ભાઈ ! આ વાત સમજવા જેવી છે. ઝીણી તો (છે), બાપુ! આ પ્રિયંકર (હિતકારક ) ચીજ છે.
ભગવાન આત્મા એક સમયમાં–વર્તમાન ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ ત્રિકાળ રહેશે માટે એ ત્રિકાળીની અપેક્ષા પણ (ભેદરૂપ) વ્યવહાર છે. ભેદથી કથન આવે...! બાકી એક સમયમાં પરમાત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ (છે). એ “ક્રમબદ્ધ” ના નિર્ણયમાં “અકર્તાપણું” આવે છે અથવા “જ્ઞાતાપણું ” આવે છે.
પ્રશ્નઃ તો જ્ઞાતાપણું અને અકર્તાપણું ક્યારે આવે છે?
સમાધાનઃ કમબદ્ધના લક્ષમાંથી, પર્યાયનું લક્ષ છોડીને, જેમાંથી ક્રમબદ્ધ થાય છે એ દ્રવ્ય ઉપર જ દષ્ટિ દેવી ! (તો જ્ઞાતાપણું અને અકર્તાપણું આવે છે ). ઝીણી વાત છે, ભાઈ !
એ અનંતગુણનું વિકારરૂપ પરિણમન થાય છે તોપણ, એમાં એવો ગુણ છે કે (જે) દ્રવ્યને પકડે. ક્રમબદ્ધની પર્યાયમાં દ્રવ્યને-જ્ઞાયકને પકડયો. પણ પર્યાયમાં પર્યાયનો નિર્ણય પર્યાયથી નથી થતો. પર્યાયનું જ્ઞાન પણ દ્રવ્યનો નિર્ણય કરવાથી થાય છે. તો અહીં કહે છે કે: એ પર્યાયમાં જે ક્રમસર પર્યાય છે, એનો નિર્ણય જ્યારે કરે છે તો “દષ્ટિ' જ્ઞાયક ઉપર હોય છે.
જ્ઞાયકમાં “ભાવ” નામના બે ગુણ છે. એક ભાવ નામના ગુણને કારણે અનંત ગુણમાં એવી એક શક્તિ પોતાનાથી છે કે એ સમયે એ પર્યાય થશે, ને થશે જ. “હું કરું તો થશે” એમ નથી. અને એક ભાવગુણ એવો છે કેઃ પર્યાય ષકારક (થી) પરિણમે છે. અને “ક્રમબદ્ધ ' નો નિર્ણય (થતાં) જ્યારે (દષ્ટિ) જ્ઞાયક ઉપર જાય છે ત્યારે એની નિર્વિકારી-ધર્મની પર્યાય ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ ?
આહા... હા! આવી વ્યાખ્યા હવે! કોઈ કહે: કરો વ્રત... કરો અપવાસ ને કરો તપસ્યા... કરો ભક્તિ- (એ) સહેલું હતું. (પણ ) એ તો બધું રખડવાનું હતું. રાગની ક્રિયા છે. અને (જો) રાગનો કર્તા થાય છે અને આવું-પાછું કરવા જાય છે તો મિથ્યાત્વ જ વધે છે.
દ્રવ્યમાં ભાવ નામનો ગુણ જે સ્વભાવ છે, તે ગુણને કારણે અન્વયની વર્તમાન પર્યાય થશે ને થશે જ. તે આઘીપાછી થશે નહીં. તે સમયે થવાવાળી થશે ને થશે જ. “હું કરું તો પર્યાય થાય છે” એવી દષ્ટિ ઊડી જાય છે. એવો વિકલ્પ પણ ઊડી જાય છે. આહા... હા.... હા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com