________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૩ દ્રવ્યથી ભિન્ન છે; (પણ) નિર્મળપર્યાયથી પણ (દ્રવ્ય) ભિન્ન છે. આહા...હા....હા! એની (પોતાની) મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય જેમાં અતીન્દ્રિય આનંદ આવે છે, મોક્ષના માર્ગનો અર્થ: અતીન્દ્રિય આનંદનો અનુભવ (જે પર્યાયમાં) આવે છે, (એ પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે). અતીન્દ્રિય આનંદ એટલે જ્યારે ઇન્દ્રોના ઇન્દ્રાસનમાં, કરોડો અપ્સરાઓમાં સુખ નથી; પણ એ બધું દુઃખ છે, એ પ્રાણી દુઃખી છે. (પણ) આ સુખ અંદરમાંથી જ્યારે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-થયું તો અતીન્દ્રિય સુખ અર્થાત્ અતીન્દ્રિય આનંદ આવ્યો. એ અતીન્દ્રિય આનંદની પર્યાય પણ કોઈ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. એ (પર્યાય) “અંશ છે અને ત્રિકાળી અંશી” છે.
નિશ્ચયથી તો ત્યાં સુધી કહ્યું છે “ચિવિલાસ'માં કે : એ “પર્યાય'નું દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન, – શું કહ્યું? આહા...હા! અહીં વિકારી પર્યાયની તો વાત જ નથી. અને શરીર-વાણીને ક્રિયા આત્માની, એ વાત પણ અહીં નથી, એ (ક્રિયા) તો જડની છે. પણ ભગવાન આત્માની જે મોક્ષના માર્ગની પર્યાય, જે અંદર થઈ છે, એ પર્યાયને કથંચિત ભિન્ન કહી. કેમકે, પર્યાય છે તે એક “અંશ ” છે. અહીં. ચિવિલાસ'માં એ દ્રવ્ય (અંશી' અને બાકીનો અંશ') ભિન્ન દ્રવ્ય અર્થાત્ એ વસ્તુ છે. ત્રિકાળીથી એ પર્યાય ભિન્ન, એના પ્રદેશ ભિન્ન જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલા એ પ્રદેશ. દ્રવ્ય-પ્રદેશ કરતાં એ (પર્યાયના) પ્રદેશનો અંશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશમાંથી બે પ્રકારઃ જેટલામાંથી મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ તે ક્ષેત્ર ભિન્ન છે, અને ધ્રુવ જેટલામાં રહે છે તે ક્ષેત્ર ભિન્ન છે! સમજાય છે કાંઈ ? એ પર્યાય જે મોક્ષના માર્ગની છે તે પર્યાયને દ્રવ્ય કહીએ.
કહ્યું હતું ને...! “નિયમસાર માં : (પર્યાય) પરદ્રવ્ય. (પર્યાયને) દ્રવ્ય કહ્યું. એનું (પર્યાયનું) ક્ષેત્ર (ભિન્ન). દ્રવ્ય જે સ્વભાવ-વસ્તુ છે, એનાથી “પર્યાય-દ્રવ્ય” ભિન્નઃ પર્યાયનું ક્ષેત્ર' ભિન્ન અને પર્યાયનો “કાળ' ભિન્ન (-પર્યાય એક સમયની અને આ વસ્તુ ત્રિકાળ.); અને પર્યાયનો “ભાવ” ભિન્ન (-દ્રવ્ય સ્વભાવ કરતાં પર્યાયનો ભાવ ભિન્ન). (શ્રોતા ) સ્વભાવ પણ ભિન્ન? (ઉત્તર) શુદ્ધ પર્યાય છે ને! ભિન્ન છે. ત્રિકાળી વસ્તુથી પર્યાય ભિન્ન છે. (જો) એ એક થઈ જાય તો, (એટલે કેઃ) જો પર્યાય-અંશમાં દ્રવ્ય આવી જાય તો, દ્રવ્ય “અંશ થઈ જાય. અને પર્યાય એમાં (દ્રવ્યમાં) આવી જાય તો, પર્યાય “દ્રવ્ય થઈ જાય! પણ એમ (કદી બનતું) નથી. આહા....હા....!
“કળશ ટીકા' (શ્લોક-) ૨૫રમાં તો એમ લીધું છે કે : “સ્વદ્રવ્ય' એટલે નિર્વિકલ્પવસ્તુ. વસ્તુ જે નિર્વિકલ્પ-અભેદ અર્થાત્ પર્યાય પણ જેમાં નથી, એ નિર્વિકલ્પ દ્રવ્યએ સ્વદ્રવ્ય. “સ્વક્ષેત્ર” એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ; સ્વક્ષેત્ર એટલે ગુણનો આધાર માત્ર પ્રદેશ-એ સ્વક્ષેત્ર. “સ્વકાળ' એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. “સ્વભાવ' એટલે વસ્તુની મૂળની નિજ ( સહુજ) શકિત-ગુણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com