________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ : પ્રવચન નવનીત ભાગ-૧
હવે, પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના. એકલો ભેદ નહીં (પણ) સવિકલ્પ ભેદકલ્પના, શરીર–વાણી–મન તો પરદ્રવ્ય છે; લક્ષ્મી આદિ ધૂળ તો પરદ્રવ્ય છે; તારે અને એને કંઈ સંબંધ જ નથી. એની તો અમે અહીં વાત જ કરતા નથી. અહીં તો રાગને પરદ્રવ્ય કહ્યું; એની પણ વાત અમે કહેતા નથી. પણ અહીં તો આખું દ્રવ્ય જે અખંડ અભેદ છે, એમાં વિકલ્પ ઉઠાવવો અર્થાત અભેદમાંથી ભેદનો વિકલ્પ ઉઠાવવો – એ પરદ્રવ્ય છે. આહા..હા ! રાજમલજીની ટીકા છે! બે ટીકા છે, બીજી (પણ) એક ટીકા છે. અહીં (અમે) તો બધા ગ્રંથો-હજારો જોયા છે, એક એક (ગ્રંથ) કેટલી વાર..એક વાર નહિ પણ ઘણી વાર, બધા જોયા છે. અરેરે! અહીં કહે છે કે : “પદ્રવ્ય કોને કહીએ?- શરીર તો પરદ્રવ્ય છે. કર્મ પરદ્રવ્ય છે. સ્ત્રી-કુટુંબ પરદ્રવ્ય છે. લક્ષ્મી પરદ્રવ્ય છે. મકાન પરદ્રવ્ય છે. જમીન પરદ્રવ્ય છે. – એની તો વાત (જ) તું છોડી દે! કેમકે, “એ પરદ્રવ્ય મારું છે' એવી માન્યતા તો ભ્રમ-મિથ્યાત્વ-અજ્ઞાન છે. પણ અહીં તો કહે છે કેઃ “રાગ” પરદ્રવ્ય છે, એ પણ છોડી દે! અહીં તો અખંડ દ્રવ્યમાં વિકલ્પથી ભેદ-કલ્પના કરવી તે (પણ) પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ? શું કહ્યું? (કે :) પરદ્રવ્ય અર્થાત્ સવિકલ્પ ભેદકલ્પના. વિકલ્પ ઉઠાવવો કે “આ દ્રવ્ય છે' એ ભેદ-કલ્પના; તે પરદ્રવ્ય થઈ ગયું. અરે..રે! કયાં વાત બેસે? અરે ! જન્મ-મરણથી રહિત થવાનો ભાવ (કેમ થાય છે? પ્રભુ! અરે.. અનાદિથી જન્મ-મરણનો ભાવ-ચોર્યાશીનો કરે છે... મરીને નરક અને નિગોદ..! આહાહા ! અહીં તો કહે છે : પ્રભુ અખંડાનંદ છે, એમાં સવિકલ્પ-વિકલ્પથી ભેદ ઉઠાવવો – ભેદ-કલ્પના ઉઠાવવી, તે “પદ્રવ્ય છે. (–એને પણ છોડ!)
હવે, પરક્ષેત્ર એટલે વસ્તુનો જે આધારભૂત પ્રદેશ અર્થાત્ નિર્વિકલ્પવસ્તુ - જીવના અસંખ્ય પ્રદેશ; તે પ્રદેશ (માં સવિકલ્પ ભેદ-કલ્પના, એ પરક્ષેત્ર). “સવિકલ્પ ભેદ-કલ્પના” – આ જોર અહીં છે. એકલી ભેદ-કલ્પના નહીં, પણ સવિકલ્પ ભેદ-કલ્પના. અર્થાત્ અસંખ્ય પ્રદેશ છે એમાં. આ પ્રદેશ અને આ પ્રદેશ, એમ ભેદ-કલ્પના-સવિકલ્પ ભેદ-કલ્પના-એ પરક્ષેત્ર. પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. બુદ્ધિગોચર એટલે બુદ્ધિથી માનવું-જાણવું-(ભેદ-) કલ્પનાએ પરક્ષેત્ર.
હવે, પરકાળ (એટલે) દ્રવ્યની) મૂળની નિર્વિકલ્પ અવસ્થા, અવસ્થા એટલે ત્રિકાળી લેવું, જે ત્રિકાળી ચીજ છે, તે સ્વકાળ છે; તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પના- પરકાળ કહેવાય છે. ત્રિકાળી ચીજ છે “અવસ્થ” એ અવસ્થા. ત્યાં પર્યાય નહીં લેવી. ત્રિકાળી વસ્તુ સ્વકાળ છે. અને એમાં વર્તમાન પર્યાયને ભિન્ન કરવી એ પરકાળ છે.
અર..........૨! અહીં તો શરાફની દુકાને બેઠા હોય (તો એમ માને કે સરખી રીતે શરાફી ચાલે... અમારી દુકાન બહુ સરસ ચાલે છે! (શ્રોતા ) એમાં આનંદ આવે છે! (ઉત્તર) આનંદ આવે છે દુઃખનો! અમારા ઘરની વાત નહોતી કરી ! ફોઈના દીકરા હતા ભાગીદાર. વેપારધંધામાં એને ઘણી મમતા. એને તો “હું કરું..હું કરું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com