________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૬૩
ભાવ, છતાં એ વ્યવહારનયનો વિષય છે. પર્યાયનયનો વિષય છે. ‘સર્વ વ્યવહારનો વિષય નથી' એમ નથી. એ તો ‘ઘીનો ઘડો' કહેવો, એ અસદ્દભૂતવ્યવહાર. પણ એ ઘડો પર્યાય છે, એ માટીની પર્યાય છે, એ વ્યવહાર છે; એ પર્યાયનયો વિષય છે. સમજાણું કાંઈ ? આહા.. હા આવી વાત (બીજે) ક્યાં, પ્રભુ?
કહે છે કેઃ જે દશ પ્રાણ છે, એ અશુદ્ધ પારિણામિક ભાવ અર્થાત્ વ્યવહારનયનો વિષય છે. અશુદ્ધ પારિણામિક કહો કે વ્યવહાર કહો. અહીંયાં અશુદ્ઘનિશ્ચય કહો કે વ્યવહાર કહો. વ્યવહારનયનો વિષય છે. જેમ ‘ઘીનો ઘડો' એ વ્યવહાર જૂઠો છે; પણ આ વ્યવહાર જૂઠો નથી. ‘આ' વ્યવહાર છે! તે દશ પ્રાણરૂપ જીવત્વ-ભવ્યત્વ-અભવ્યત્વ (એ) પર્યાય નયાશ્રિત છે. પર્યાયનય કહો કે વ્યવહારનય કહો. ‘દ્રવ્ય ' છે એ નિશ્ચયનયનો વિષય છે. ‘ પર્યાય ’ વ્યવહારનયનો વિષય છે. કોઈ પણ પર્યાય-પહેલાં (જે) ચાર પર્યાયો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક પર્યાય લીધી, (એ ) ચારેય પર્યાયો (પણ ) – એ બધો વ્યવહારનયનો વિષય છે પણ વ્યવહારનયનો વિષય અંદર (દ્રવ્ય) માં છે જ નહીં (–એમ નથી ) જેમ ‘ઘીનો ઘડો’ એ તો છે જ નહીં; એમ આ દશ પ્રાણ ને ભવ્ય અને અભવ્યની લાયકાત પર્યાયમાં છે જ નહીં, એમ નથી. સમજાણું કાંઈ ?
તો ‘ અશુદ્ધ' કેમ કહ્યું ? (કેઃ ) સંસારીઓને શુદ્ધ નયથી, અર્થાત્ ત્રિકાળીની દૃષ્ટિથી, (એ ) દશ પ્રાણ આદિ નથી. એ વ્યવહાર નયથી છે, પર્યાય નયથી છે. પણ ‘ત્રિકાળી ' શુદ્ધ નયનો વિષય હોવાથી ‘ અશુદ્ધ પારિણામિક ભાવ' સંજ્ઞાવાળા એ (ભાવ) સંસારીને ‘શુદ્ધ નય ’ થી, અને સિદ્ધોને તો ‘સર્વથા ’ ( નથી ). - શું કહે છે? સંસારીઓને ‘શુદ્ધ નય' થી ભવ્યત્વ અને અભવ્યત્વ (નથી ); પર્યાયમાં છે, અર્થાત્ ભવ્યત્વ અને અભવ્યત્વ એ માત્ર પર્યાયમાં છે. (પરંતુ ) શુદ્ધ નયનો વિષય જોતાં, સંસારી જીવમાં પણ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ જે ‘ અશુદ્ધ પારિણામિક ભાવ' જે વ્યવહારનયનો વિષય (છે). તે ત્રિકાળીમાં નથી. આહા.. હા ! સંસારીઓને ( એ ત્રણેય) શુદ્ધ નયથી નથી. આહા.. હા! સંસારી જીવ ભવ્ય-અભય છે અને ( એને ) દશ પ્રાણ છે... ‘ છે’ એ અપેક્ષાએ પર્યાયનયનો વિષય છે. (એ ) વિષય જૂઠો છે, એમ નથી! જેમ ‘ઘીનો ઘડો' જૂઠો છે તેમ આ ‘પર્યાયનયનો વિષય ' જૂઠો છે–એમ નથી! નયના અનેક પ્રકાર છે, ભાઈ! અસભૂતવ્યવહારનયના વિષયની વાત હતી. આ તો અંતરની પર્યાયનય છે–એની વાત અહીંયાં છે. સમજાય છે કાંઈ ?
કોઈનો પ્રશ્ન છે. એક પત્ર આવ્યો છે ખાનગી. તો એનો ખુલાસો સમજી લો! (પ્રશ્ન:) એમ કે: વ્યવહારનયને તો સર્વથા જૂઠો કહ્યો ને? ( ઉત્તરઃ ) કઈ અપેક્ષાએ ( જૂઠો ) કહ્યો.. ભાઈ ! ઘાતીકર્મ પોતાની (આત્માની ) પર્યાયને ઘાતે છે, એ અસભ્તવ્યવહા૨ ( –કથન ) છે. પણ પોતાની પર્યાયનો ઘાત પોતાનાથી થાય છે, એ પર્યાયનયનો વિષય છે. એ વ્યવહારનયનો વિષય છે. કારણ કેઃ (ઉદય-ઉપશમાદિ જે) ચાર પર્યાય લીધી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com