________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ પણ પરિણામિક, ગુણ પણ પારિણામિક અને પર્યાય પણ પારિણામિક ભાવે ત્રિકાળ, એક સરખી છે. (તો) આત્મામાં એકસરખી એવી પર્યાય ક્યાં આવી? રાગાદિ થયા. એમાં વધઘટ થાય છે; અને રાગ અનાદિ સાંત રહે છે. પછી રાગ સાદિ અનંત નથી રહેતો; તો પર્યાય એકરૂપ ન રહી. (ધર્માસ્તિ આદિ) ચાર દ્રવ્યમાં તો એકરૂપ પારિણામિકભાવની (પર્યાય) ત્રિકાળી છે; તો આ (જીવ) દ્રવ્યમાં (પણ) ત્રિકાળી એકરૂપ (પર્યાય) હોવી જોઈએ કે નહીં? સમજાય છે કાંઈ ? એ બધી દલીલ આપી છે. “નિયમસાર” ૧ થી ૧૯ ગાથાના પ્રવચનનું એક પુસ્તક છે, એમાં બધું લીધું છે.
એક તો “ક્રમબદ્ધ ' ની (વાત સમજવી) મુશ્કેલ પડી. એક પછી એક, એ જ થવા વાળી થશે, એ ક્રમબદ્ધ. એ વાત ન બેસે... પરસેવા ઊતરે ! આ વળી “કારણપર્યાય' પછી બહાર આવી. “નિયમસાર” માં છે: “કારણપર્યાય ધ્રુવ છે.” જેમ ધર્માસ્તિ-અધર્માસ્તિની પર્યાય એકસરખી અનાદિઅનંત (છે). પણ આત્મામાં તો આ રાગાદિ છે અને રાગ ઘટી જાય છે, મોક્ષમાર્ગ થાય છે અને મોક્ષ થાય છે, તો પર્યાય એકસરખી ન રહી. (તેથી આત્મામાં પણ) એવી એકસરખી (પર્યાય) હોવી જોઈએ. તો ધ્રુવની સાથે એકસરખી પર્યાય-ઉત્પાદ-વ્યય વિનાની- (છે), એ “કારણ પર્યાય” ધ્રુવ-અનાદિ અનંત કહેવામાં આવે છે. સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! જરી.
અહીં તો કહે છે કેઃ “ભવ્ય અને અભવ્યપણું” – એ તો, અંદરમાં જે જીવપણું – વસ્તુપણું-દ્રવ્યપણું છે એમાં તો શુદ્ધ નયના વિષયથી, છે જ નહીં. અને સિદ્ધોને તો વર્તમાન (પર્યાય) માં પણ નથી. માટે એને અશુદ્ધ પારિણામિક' કહેવામાં આવે છે.
વિશેષ કહેશે... [ પ્રવચન: ૨-૮-૭૯ ]
“સમયસાર' ૩૨૦-ગાથા. એની જયસેન આચાર્યની ટીકા છે. અહીં (સુધી) આવ્યું છે. આ આત્માના સ્વરૂપમાં શુદ્ધ જીવત્વશક્તિ છે, એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, એ સત્ય (ભૂતાર્થ) છે. એ શુદ્ધ પારિણામિક ભાવ છે, નિરાવરણ છે. (એને) “શુદ્ધ પારિણામિક' સંજ્ઞાવાળું જાણવું. એ તો બંધ-મોક્ષપર્યાયથી રહિત છે.
પરંતુ (જે) દશ પ્રાણરૂપ જીવત-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય છે, એ છે નહીં, એમ નથી; એ વ્યવહારથી છે. (એને) “અશુદ્ધ પારિણામિક' કહ્યું. દશ પાણરૂપ જીવત, ભવ્યત્વ અને અભવ્યત્વ (એ) પર્યાયાર્થિક નયાશ્રિત હોવાથી અર્થાત્ ત્રણેય પર્યાયાશ્રિત છે. એનો અર્થ વ્યવહારાશ્રિત છે. પણ એ વ્યવહારનો વિષય નથી. જૂઠો છે-એમ નથી. સમજાણું કાંઈ ? પર્યાય છે. અશુદ્ધ ભાવ-અશુદ્ધ પારિણામિક ભાવ છે. ભવ્યત્વની લાયકાત છે. અભવ્યત્વની લાયકાત છે. છે એ અશુદ્ધ પારિણામિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com