________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪: પ્રવચન નવનીત ભાગ-૧
જ્ઞાનમાં ( આત્મામાં ) ઘૂસી જશે, દષ્ટિ સર્વજ્ઞમાં ઘૂસી જશે. અને જ્યાં દષ્ટિ જ્ઞાનસ્વરૂપમાં ઘૂસી ગઈ તો ભગવાને એના ભવ દીઠા જ નથી. એકબે ભવ હોય તે કાંઈ ભવ નથી, એ તો જ્ઞાનનું શેય છે. આહા... હા... હા ! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ!
એ વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે! (એને કોઈ ) સાધારણ વાતમાં લઈ લે છે, માની લે છે! (તો ) બાપા ! જિંદગી (વ્યર્થ ) ચાલી જશે. આવો વીતરાગ-માર્ગ છે, તે સુખનો પંથ છે; (જો ) એના પંથે જશે નહીં (તો ) એ (બીજા) બધા તો દુઃખના (જ) પંથ છે. આહા... હા ! (તેને) શાસ્ત્રમાં ચપળતા કીધી છે. એ પુણ્ય અને પાપના અનેક પ્રકારના વિકાર એ ચપળતા ( –ચંચળતા ) છે; અને ચપળતા એ દુઃખ છે. એ શુભ અને અશુભ-બન્ને ભાવ, જીવનાં પરિણામ પણ નથી; એ તો અજીવનાં-જડનાં પરિણામ છે. આહા... હા ! (ખરેખર) એવી વાત છે. હજી અહીં તો ‘પરિણામ પોતાના (જીવનાં) છે', ત્યાં સુધી લેવું છે. ‘પરિણામ પોતાનાં છે; અજીવ (નાં ) નથી ’. એક બોલ થયો.
( હવે કહે છેઃ ) “ એવી રીતે અજીવ પણ ”–આ શરીર, વાણી અને કર્મ ( પણ ) - ( ક્રમબદ્ધ પર્યાયે પરિણમે છે). કોઈ કહે કેઃ ‘આત્મા રાગ-દ્વેષ કરે છે, તો ત્યાં કર્મ બંધાય છે'. (પણ) એ અહીં ના પાડે છે. એ કર્મવર્ગણા જે છે; તેમાં કર્મ-પર્યાય થવાનો સમય છે; તો તે ક્રમરૂપે પરિણમન કરે છે. (એટલે કે) એ અજીવ પણ પોતાનાં પરિણામનું ક્રમબદ્ધથી પરિણમન કરે છે! આહા...હા...હા...હા !
આ હોઠ ચાલે છે. જીભ ચાલે છે. -એ બધાં પરિણામ ક્રમબદ્ધમાં છે; એ પરિણામથી (તે ) ઊપજે છે; આત્માથી નહીં; અને આવાં-પાછાં પણ નહીં. આહા... હા! જે સમયે ભાષાવર્ગણામાં પર્યાય ઊપજવાની ક્રમબદ્ધમાં લાયકાત હોય છે; વચનવર્ગણામાંથી વચનની જે પર્યાય થાય છે; તે પર્યાય ક્રમબદ્ધમાં આવવાવાળી (હોય ) છે તેનાથી થાય છે. (એને ) આત્મા તો કરી શકે નહીં, પણ બીજો ૫૨માણુ પણ ભાષાની પર્યાય કરી શકે નહીં. એ ભાષાની પર્યાય જે પરમાણુની થઈ તે પરમાણુમાં તે પર્યાય ક્રમબદ્ધ થાય છે.
,
“ એવી રીતે અજીવ પણ. ( અહીં ) ‘ પણ ' કેમ કહ્યું ? પહેલાં જીવનો બોલ લીધો ને...? “ એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતું થકું (અજીવ જ છે ) ”. આહા... હા !
આ લાકડી... આમ ઊંચી થાય છે, તો એ કહે છે કેઃ આ આંગળીથી નહીં; (પણ ) એનું ક્રમબદ્ધમાં ( એ ) પરિણામ આવવાવાળું હતું તો (એ) નીચેથી એમ (ઊંચી ) ઉપજી (છે). એ પર્યાયનો ‘ કર્તા ’ આત્મા તો નથી; પણ ખરેખર તો એ પર્યાયનો કર્તા એનું દ્રવ્ય પણ નથી; પર્યાયનો કર્તા ‘ પર્યાય ' (છે). આહા... હા... હા! આવી વાત છે!! ઝીણી વાત બહુ.
અત્યારે તો બહારમાં-સંપ્રદાયમાં વત્ત લઈ લ્યો...! પડિમા લઈ લ્યો... દેવ-ગુરુ-શાસ્ત્રની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com