________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ મોટપનો પાર નથી, પ્રભુ! જેની પાસે કેવળજ્ઞાનની પર્યાય પણ એક તરણા તુલ્ય છે. અરે ! સમકિતીને મોક્ષના માર્ગની પર્યાય ઉત્પન્ન થઈ, એ એમ કહે છે કે કેવળજ્ઞાનની પર્યાયની સામે અમે તો તૃણ સમાન છીએ. તો પછી દ્રવ્યની આગળ પર્યાયની તો ( ગણતરી જ શું?) આહા. હા. હા! કેવળજ્ઞાનની પર્યાયની આગળ મોક્ષમાર્ગની સમ્યગ્દર્શન આદિ પર્યાય તૃણવત્ છે. આહા... હા! ત્રિકાળી દ્રવ્યમાં તો એ (કેવળજ્ઞાન- ) પર્યાય (પણ) નથી –એની તો વાત શું !!
આહા. હા! સૂક્ષ્મ વાત છે, અહીં પ્રભુ! ન સમજાય તો રાત્રે (ચર્ચમાં) પૂછવું. સંકોચ ન કરવો કે-અમે પૂછીએ તો અમારું (માન ઘવાઈ જશે) કે, અમને નથી આવડતું! અહીં તો વાત આત્માને પામવાની છે ને!
આહા. હા! ભગવાન આત્મા સહજાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ જે સમ્યગ્દર્શનનો વિષય છે, સમ્યગ્દર્શનનું ધ્યેય છે–એ પરમપરિણામિક સ્વભાવભાવ કર્તા-ભોકતા (પણા) થી રહિત છે; બંધ-મોક્ષનાં કારણથી રહિત છે; બંધ-મોક્ષનાં પરિણામથી પણ રહિત છે; રાગથી રહિત છે; મોક્ષના કારણથી રહિત છે; મોક્ષની પર્યાયથી રહિત છે.
આ” ક્યારેય સાંભળ્યું નથી એવી વાત (છે). પ્રભુની વાત આવી છે, બાપા! એ કોઈ સાધારણ વાત નથી. ત્યાગ-ગ્રહણ કે આ પૂજા કરી દીધી ને, મંદિર બનાવ્યું ને, ભક્તિ કરી ને, દશ લાખ-વીસ લાખ (દાનમાં) ખર્ચી દીધા ને.. થઈ ગયો ધર્મ ! – ધૂળમાં ય (ધર્મ) નથી. (બાહ્ય ધર્મ- પ્રભાવનાનાં) કામ કર્યા ને! – એ કામ કેવાં?
અહીં તો અંદર દ્રવ્યમાં મોક્ષની પર્યાયનાં કારણ-કાર્ય નથી. આહા. હા! કારણ પરમાત્મા મોક્ષની પર્યાયથી શૂન્ય છે. “નિયમસાર” માં ખૂબ આવે છે “કારણપરમાત્મા.' કારણપરમાત્માભગવાન આત્મા-ત્રિકાળ કારણજીવ-ત્રિકાળ કારણપ્રભુ-ત્રિકાળ કારણપરમાત્મા, (એ) તો રાગના કર્તા-ભોકતા (પણા) થી શૂન્ય છે; પણ બંધના કારણથી શૂન્ય છે અને બંધના પરિણામથી શૂન્ય છે; મોક્ષના કારણથી શૂન્ય છે અને મોક્ષના પરિણામથી શૂન્ય છે. આહા... હા... હા !
–એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પહેલી ગાથામાં એમ કહેવાઈ ગયું છે આ તો ચૂલિકા છે. સમજાય છે કાંઈ? પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તુત્વગુણનું વ્યાખ્યાન કર્યું. પહેલાં આવી ગયું છે. સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે, તે અજ્ઞાનનું માહાભ્ય છે,” એ જરી સમજાવવું પડશે.
વિશેષ પછી આવશે.......
* *
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com