SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ અનુચરણરૂપ પર્યાય પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી પથમિક” “ક્ષાયોપથમિક' તથા “ક્ષાયિક' એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ' , શુદ્ધોપયોગ' ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે. તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? ભાવનારૂપ હોવાથી. શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જે (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય) નો વિનાશ થતાં શુદ્ધપરિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). માટે આમ કર્યુ- શુદ્ધપારણિામિક ભાવ વિષયક (શુદ્ધપારિણામિક ભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણો છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ ( અર્થાત શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી). જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યકિતરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે “નિશ્ચય: શુદ્ધપરિણામ:' અર્થાત શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? (શુદ્ધપારિણામિકભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિ પરિણતિ, તે રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયાશુદ્ધભાવનાપરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ નથી. ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપરિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે “વિ ૩૫નડુ ન વિ મરડું વંદુ - મોવરવુ રેડ્ડા ના પરમત્યે નોયા નિવિર ૩ મળેફા' (અર્થાત્ હે યોગી ! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ-મોક્ષ કરતો નથી –એમ શ્રી જિનવર કહે છે). વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે - વિક્ષિત-એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના ( અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જો કે એકદેશ ભક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકલનિરાવરણઅખંડ-એક પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિક પરમભાવ લક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે કહું છું. પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાન રૂપ હું છું.... –આમ ભાવાર્થ છે. આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના તેમ જ નયના (દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (-નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું. Please inform us of any errors on [email protected]
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy