________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦: પ્રવચન નવનીત ભાગ-૧
જેમ બળદને નાકમાં નાથ છે, તેને ખેંચે ને? તેમ અનુપૂર્વી ખેંચીને લઈ જાય છે, એમ લેખ છે. (એ તો) અનુપૂર્વી પ્રકૃતિ છે, એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ( કથન) છે. બાકી પોતાની પર્યાયની યોગ્યતાથી ક્રમસર આવ્યા પ્રમાણે સ્વર્ગમાં જાય છે, નરકમાં જાય છે. અનુપૂર્વીથી (એમ થાય છે), એ બિલકુલ જૂઠું છે.
“ પોતાનાં પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી ” –આ અનેકાંત. (પર્યાય ) જીવથી પણ થાય અને અજીવથી પણ થાય, તો અનેકાંત-એ અનેકાંત નથી. (અર્થાત્ ) પોતાની પર્યાય કથંચિત્ પોતાથી અને ચિત્ પરથી ( થાય ) એમ કહો, તો અનેકાંત સિદ્ધ થાય છે, એમ નથી. “ જીવ નથી ” (એટલે કે) જીવની પર્યાય, એને (અજીવની પર્યાયને ) ઉત્પન્ન કરી શકે, એમ બિલકુલ છે જ નહીં. આહા... હા !
66
હવે દષ્ટાંત આપે છે: ‘કારણ કે જેમ [કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા ] સુવર્ણને કંકણ ( -કડું-વીંટી ) આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે”. ( અર્થાત્ ) સોનું જે દાગીનારૂપે થયું, એ દાગીનાથી-પરિણામથી સોનાનું તાદાત્મ્ય છે. જેમ ઉષ્ણતાની સાથે અગ્નિનું તાદાત્મ્ય છે. જેમ જ્ઞાનની સાથે આત્માનું તાદાત્મ્ય છે-તસ્વરૂપે છે. એમ સુવર્ણનું પોતાની કંકણ-પર્યાય સાથે તાદાત્મ્ય છે. ૫૨થી ઉત્પન્ન થયું જ નથી. એ કંકણ, સોનામાંથી થયું (છે ). એ સોનીથી થયું નથી. કેમકે, એ ( સુવર્ણનું ) તાદાત્મ્ય ( પણું, એનાં) પરિણામોથી છે. એ (કંકણઆદિ ) પરિણામ સોનાથી ઉત્પન્ન થયાં છે. દાગીનાની અવસ્થા સોનાથી ઉત્પન્ન થઈ છે; સોનીથી નહીં, થોડીથી નહીં, અને એરણથી નહીં.
આહા... હા ! આવી વાતો!! આકરું લાગે માણસને. આખો દી અમે આ વેપાર ધંધા કરીએ છીએ ને... આ કરીએ છીએ. કોણ કરી શકે? બાપુ! એ તો સંયોગથી જુએ છે. બાકી સંયોગી પર્યાય તો એના કારણે થાય છે. અને તું માને છે કે ‘ એ અમારાથી થઈ ’. એ તો મિથ્યાત્વનું પોષણ છે. આ મિથ્યાત્વ સંસાર છે. એ મિથ્યાત્વ જ આસ્રવ અને સંસાર છે. એ (કર્તૃત્વબુદ્ધિરૂપ) અહંકાર કાઢવો, (અને ) ભેદજ્ઞાન કરવું, એ અલૌકિક વાત છે! ‘જડની પર્યાય મારાથી (થાય) નહીં. અને મારી પર્યાય જડથી (થાય) નહીં'. –એમ ભેદ કરવો !
એ અહીં કહે છે કેઃ સુવર્ણનું કંકણ આદિ પરીણામો સાથે તાદાત્મ્ય છે. જે સોનાના દાગીના થાય છે, એ પરિણામ, એ સોનાનાં છે. એ પરિણામની સાથે સુવર્ણનું તાદાત્મ્ય છે કે? એ પરિણામોની સાથે સોનીનું તાદાત્મ્ય છે? એ દાગીનાની સાથે એરણનું તાદાત્મ્ય છે કે એ પરિણામોની સાથે હથોડીનું તાદાત્મ્ય છે? (–એમ નથી. ) આહા... હા ! દાગીના (જે) ઉત્પન્ન થયા, એ હથોડીથી નહીં; એરણથી નહીં; સોનીથી નહીં; પૂર્વ પર્યાયથી પણ નહીં. (અને) એક સમયમાં જે પર્યાય, ક્રમબદ્ધ ઉત્પન્ન થઈ છે, એ પૂર્વ પર્યાયથી પણ નહીં. અને નિશ્ચયથી તો સુવર્ણના દ્રવ્ય-ગુણથી પણ નહીં. આહા... હા... હા... હા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com