________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ઃ ૧૭૧ તાદાભ્ય કહ્યું ને...! “તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાભ્ય છે”. (અર્થાત્ ) જીવનાં પરિણામનું તાદાભ્ય, પોતાના આત્મા સાથે છે. અજીવનાં પરિણામનું અજીવની સાથે તાદાભ્ય છે. એક પરમાણુનું પરિણમન (તે જ) પરમાણુ સાથે તાદાભ્ય છે. કોઈ પણ ચીજના પરિણામ તે તે (ચીજ–તત્ત્વ) સાથે તસ્વરૂપે છે. (તેને) પરની સાથે કાંઈ સંબંધ નથી ! આહા... હા... હા !
આ શિક્ષણ શિબિરમાં આવા અર્થ કાઢયા છે? આ (જ વસ્તુસ્થિતિ) છે, બાપુ! અરે... રે અનાદિ કાળથી ચોર્યાશી લાખ (યોનિ) ના અવતારમાં, ભાઈ ! ભૂલી ગયો! (શ્રોતા )
બીજા પૂછે તો બોલી શકાય ને? (ઉત્તર) બીજા પૂછે કે ન પૂછે” , એ જાણે. અહીં તો વસ્તુસ્થિતિ આ છે! “આ બીજા પૂછે', એની તો અહીં વાત ચાલે છે. હજારો માણસોની વચ્ચે તો “આ વાત ચાલી રહી છે. “પૂછે” –એ ભાષાની પર્યાય, પણ પૂછવાવાળાના હાથમાં (-અધિકારમાં) નથી. એવી વાત છે, ભાઈ ! આ પરમ સત્યની વાત છે. આહા... હા! “આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી”.
પ્રશ્ન: જીવ પોતાના પરિણામોથી તો ઉત્પન્ન થાય છે ને? એટલું તો કારણ અને કાર્ય કરે છે ને? જીવ પોતાનાં પરિણામનું તો કાર્ય કરે છે ને? તો (જો) પોતાનાં પરિણામનું કાર્ય કરે, તો બીજાનાં પરિણામનુંપણ કાર્ય કરે ! જેમ એક ગોવાળ, એક ગાયને ચરાવા લઈ જાય; તો બીજો કહે કે “અમારી ગાયને પણ સાથે લઈ જાવ. એમ, બીજા દ્રવ્યનાં પણ પરિણામ કારણરૂપથી હોય, તો એમાં (વાંધો ) શું છે?
સમાધાન: જુઓ, પ્રભુ! આત્મામાં એક અકાર્યકારણ નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં (આ) ૧૪મી શક્તિ છે. આત્મા પરનું કાર્ય નથી અને આત્મા રાગ અને પરનું કારણ નથી. “જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્ય કારણત્વશક્તિ. [ જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે
સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ”.) “જે અન્યથી કરાતું નથી” (અર્થાત ) આત્મામાં જડથી કોઈ પર્યાય કરાતી નથી. અને આત્મામાં સમ્યગ્દર્શનની પર્યાય, રાગથી કરાતી નથી. “જે અન્યથી કરાતું નથી”—અન્યમાં પરદ્રવ્ય અને રાગ બધું લેવું. કેમકે અહીં શક્તિનું વર્ણન છે. અને શક્તિના વર્ણનમાં નિર્મળ પર્યાય જ લીધી છે. પાછળ જે ક્રમ (વૃત્તિરૂપ) –અક્રમ (વૃત્તિરૂપ) શક્તિ લીધી છે, એમાં અક્રમ તે ગુણ અને ક્રમ તે પર્યાય. પણ એ “ક્રમ ” પર્યાય નિર્મળ લીધી છે. એમાં (આત્મામાં) અંદર જે શક્તિ છે, તે વસ્તુના ગુણ છે અને ગુણને ધરવાવાળું જે દ્રવ્ય છે, તે પવિત્ર છે; તો શક્તિ (–ગુણ) પણ પવિત્ર છે. તો એ પવિત્રતાના (-ગુણનાં) પરિણામ પણ પવિત્ર છે. સમજાય છે કાંઈ ? રાગનાં પરિણામ, એ આત્માનાં છે, એમ અહીં (લેવું) નથી. શક્તિના વર્ણનમાં શરૂઆતમાં અને છેલ્લે બે ઠેકાણે એમ લીધું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com