________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૯
છ દ્રવ્યને માન્યાં નથી. શ્વેતામ્બર કાળદ્રવ્ય માનતા નથી. એ દ્રવ્યની પર્યાયને કાળદ્રવ્ય કહે છે. અહીં કહે છે કે કાળદ્રવ્ય જ્ઞેય છે, ભિન્ન છે અને એ કાળદ્રવ્ય અસંખ્ય છે. અને એક એક દ્રવ્યમાં પ્રત્યેક દ્રવ્ય-ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે. આહા... હા... હા!
ભગવાન આત્મા (જ્ઞાયક) છે. શ૨ી૨, વાણી, મન, પ૨ની દયા આદિ તો જ્ઞેયમાં જાય છે. પરની દયા હું પાળી શકું છું, એમ અહીંયા આવ્યું નથી. પરની હિંસા કરી શકું છું, એ પણ આવ્યું નથી. ‘૫૨’ છે, એ ‘શૈય’ છે અને ૫૨ છે, એ ‘અવ્યક્ત’ છે. અને ‘સ્વ’ તે ‘શાયક’ છે અને સ્વ છે તે પરની અપેક્ષાએ ‘ અત્યંતર’ ‘અવ્યક્ત’ છે એમ આવ્યું. વાત આવી
સરસ છે!!
-
અરે! ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ ૫૨માત્મા, જેણે ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં જાણ્યાં, એણે જાણી ‘આ વાત ’. અને ‘ આ ' એમના દિવ્યધ્વનિમાં આવ્યું. અને ભગવાન કુંદકુંદ આચાર્યે સીમંધર ભગવાન પાસે સાક્ષત્ સાંભળ્યું, અને ત્યાંથી આવીને, આ શાસ્ત્રો ‘ સમયસાર ’ ‘ પ્રવચનસાર' આદિ બનાવ્યાં. પછી ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યે (એનાં રહસ્ય ) ખોલ્યાં. આહા... હા... હા! જો એ અમૃતચંદ્ર આચાર્ય ન હોત તો આટલું સ્પષ્ટીકરણ બહાર ક્યાંથી
આવત ?
જિજ્ઞાસાઃ લોકને જાણનારી પર્યાય, લોકમાં જાય ?
.
સમાધાનઃ પર્યાય, નિશ્ચયમાં ‘વ્યક્ત' એમ ગણવામાં આવે છે. પણ જાણવાવાળી તો પર્યાય છે ને...! - આ આમ છે ને... આ આમ છે– એમ જાણે છે કોણ ? પર્યાય, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યનું જ્ઞાન આવે છે. પર્યાયમાં છ દ્રવ્ય આવતાં નથી, પણ છ દ્રવ્યનું જ્ઞાન આવે છે. નિર્ણય તો પર્યાય કરે છે ને...! પર્યાયમાં પર્યાય આવી ગઈ. પર્યાય પોતાને જાણે અને ૫૨ને પણ જાણે છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ ?
અહીં તો ભાષા શું છે! ‘છ દ્રવ્યસ્વરૂપ લોક’. જિનેન્દ્ર ભગવાન સિવાય ક્યાં છે એ વાત ? અને તે લોકસ્વરૂપ ‘Âય ’ છે. જગતમાં પોતાના જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ, એ તો જાણવા લાયક છે. પરદ્રવ્યની પર્યાય કરવા લાયક છે એવી એ વસ્તુ નથી. અને એવો આત્મા નથી. આહા... હા!
-
હું પરની દયા પાળી શકું છું ‘એવી ચીજ’ ૫૨માં નથી; અને ‘એવી ચીજ ' આત્મામાં નથી. આહા... હા... હા ! ભાઈ ! એવું ઝીણું છે!! હું કમાઈ શકું છું, બુદ્ધિ મારી ઘણી છે. પૈસા ઘણા લાવું છું. મારી પાસે પાંચ કરોડ-દશ કરોડ- પચ્ચીસ કરોડ થયા... ( આ તો ) ‘ધૂળ ’ છે– કાંઈ નથી. અહીં તો કહે છે- આહા... હા... હા ! તે તો જ્ઞાનમાં શૈય છે; અને જ્ઞાનની અપેક્ષાએ એ વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. તો એને જાણવાવાળું જ્ઞાન, અત્યંતરમાં છે. આહા... હા... હા ! આત્મા જાણવા લાયક છે ત્યારે તેનું વિશેષણ
પ્ર. ૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com