________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૯૫ એક બ્રહ્મચારી હતા. તે મોટરમાં બેઠા હતા. તેણે પછી એમ કહ્યું કે: સોનગઢ એમ કહે છે કે આપણે મોટરથી અહીં ચાલતા નથી' (પણ) મોટર ચાલતી હોય ને અંદર બેઠા હોય તો (આપણે) (મોટરથી) ચાલીએ છીએ ને! (પણ અહીં કહે કે:) મોટર ચાલે છે તો શરીર ચાલે છે, એમ છે જ નહીં! અંદર શરીરને ગતિ કરવામાં, મોટરની અપેક્ષા જ નથી. આ વાત !! મોટર પૈડાંથી ચાલે છે. એ પણ અપેક્ષા નથી.
જિજ્ઞાસા: (મોટર) પેટ્રોલથી તો ચાલે છે ને?
સમાધાનઃ પેટ્રોલથી (મોટર) ચાલતી નથી. (પણ) લોકો નામ સોનગઢનું આપે છે અને એમ કહે છે કે, સોનગઢની મોટર પેટ્રોલ વિના ચાલે છે અને આપણે મોટર પેટ્રોલથી ચાલે છે. અહીં કહે છે કે પેટ્રોલની પર્યાયનો “કર્તા પેટ્રોલ છે. મોટર ચાલે છે, તો એનો “કર્તા” એ મોટરનાં પરમાણુ છે. પેટ્રોલથી મોટર ચાલે છે એ વાત સાચી નથી. અર... ૨. ૨! આ વાત બહાર આવી છે: “સોનગઢની મોટર પેટ્રોલ વિના ચાલે છે. અરે! મોટર સોનગઢની છે જ નહીં; મોટર મોટરની છે.
એ મોટરની ચાલવાની જે પર્યાય થાય છે, એને એના ડ્રાઈવરની અપેક્ષા નથી. એની નીચે પૈડાં છે... એની અપેક્ષા પણ મોટરને નથી. અને મોટરમાં બેઠો છે, તો એનું (માણસનું) શરીર આમ ગતિ કરે છે, એમ પણ નથી. એ શરીરની પર્યાયનો “કર્તા' તે સમયમાં શરીરનાં પરમાણુ છે. મોટરથી એ (શરીર) ચાલે છે (અને) શરીર અંદર (મોટર) માં બેઠું છે, એમ પણ નથી. અરે. રે! ભાઈ, સોનગઢનું નામ પાડીને કહે ને લોકો... (તો કહો ભલે ! વસ્તુસ્થિતિ એ જ છે).
આ (અહીંયાં, શું કહે છે? જુઓઃ કોઈ પણ દ્રવ્યમાં “કર્તા” થઈને, તે સમયમાં (જે) કાર્ય થાય છે, તે “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (થાય છે), તેમાં અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. આહા... હા... હા! એમાં પરપદાર્થની અપેક્ષા છે જ નહીં.
રોગ થાય છે અને દવાથી મટે છે, એવી અપેક્ષા નથી એમ કહે છે. અરે રે ! ગજબ વાત છે !! “તત્ત્વાર્થરાજવાર્તિક” માં એવું (કથન) છે. આયુર્વેદ છે, તો દવા મળે છે; અને દવાથી (રોગ) મટે છે. એ કથન તો વ્યવહારથી કર્યું છે. (ખરેખર) એવું નથી. શરીરનાં પરમાણુમાં જે રોગ થાય છે, તે અશાતાના કારણે થયો; એમ નથી. અશાતાનો (ઉદય) જડ બીજી ચીજ છે અને આ (શરીર) બીજી ચીજ છે, તો આ રોગ થવામાં અશાતાના ઉદયની અપેક્ષા જ નથી. આહા... હા ! આવી વાત!! સાંભળવી પણ કઠણ પડે.
આહા.... હા! “કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે”આ તો મહાસિદ્ધાંત છે! ચૌદ બ્રહ્માંડનો સિદ્ધાંત છે! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો, અનંત સમકિતીઓએ એ પ્રમાણે માનીને, એવું દુનિયાને કહ્યું છે! “કહ્યું છે' એ પણ કાર્યની કર્તા વાણી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com