SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯: ૩૯ ભગવાન નિત્યાનંદ પ્રભુ એકરૂપ ત્રિકાળ રહે છે, એ દ્રવ્ય, કોઈ પણ પર્યાયને–તે (ભલે) કેવળજ્ઞાનની પર્યાય હોય, તો પણ સ્પર્શતું નથી. કેવળજ્ઞાનની પર્યાયમાં કેવળજ્ઞાનને જાણે, કેવળજ્ઞાન દ્રવ્ય-ગુણને જાણે છે. છતાં, તે કેવળજ્ઞાનની પર્યાય એક નિર્મળ સમયની છે; અને ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ અવિનાશી છે. આહા... હા! તો અવિનાશી ભગવાન, વિનાશી-પર્યાયને સ્પર્શતો નથી. બીજી ભાષાએ કહીએ તો, અવિનાશીનો નિર્ણય', અવિનાશીનું “જ્ઞાન” અને અવિનાશીમાં “સ્થિરતા' –એ ત્રણેયને “દ્રવ્ય” સ્પર્શતું નથી. સમજાણું કાંઈ ? હવે આ વેપાર-ધંધા આડે.. નવરાશ ન મળે ને..તો એમાંથી શું કરવું? આહા... હા ! અરે! આ અવસર જન્મ-મરણમાં ચાલ્યો જાય છે! આહા.... હા... હા! મનુષ્યપણાના એક એક સમયની કિંમત-શ્રીમદ્દ તો એમ કહે છે કે-“કૌસ્તુભમણિની કિંમત જેટલી છે.” એની કિંમત કરે, પણ આની (આત્માની) કિંમત (કરતા) નથી! એ સમય શા માટે છે? કે: આત્માના અનુભવ માટે છે. સમજાણું કાંઈ ? કહે છે કેઃ “અલિંગગ્રહણ” ના ૧૯માં બોલમાં એમ કહ્યું કેઃ “અર્થાવબોધરૂપ વિશેષ પર્યાય” ભલે અર્થાવબોધ ભાષા લીધી છે. (અર્થાવબોધ') અવબોધ તો જ્ઞાન છે. તો પદાર્થનું જ્ઞાન એ જે વિશેષ પર્યાય એની છે પણ ભાષા એવી છે. એનો અર્થ એવો છે કે, બધા અર્થની પર્યાય, “અર્થાવબોધ' છે. “અવબોધ' (એટલે) જ્ઞાન જ લીધું છે. જ્ઞાનપ્રધાન વાત છે. પણ જે અર્થ એટલે ભગવાન આત્માની જે અનંતી પર્યાય એ અનંતી પર્યાય વિશેષરૂપ છે, એને સામાન્યદ્રવ્ય સ્પર્શતું નથી. આવી વાતો !! હવે...! અહીં કહે છે કેઃ “વ્યક્તતાએટલે પ્રગટ નિર્મળ પર્યાયો અને “અવ્યક્ત” એટલે દ્રવ્ય. બેયનો એકરૂપ પ્રતિભાસ-પર્યાયમાં બેઉનું જ્ઞાન-હોવા છતાં પણ, “અવ્યક્ત' દ્રવ્ય “વ્યક્તતા” ને સ્પર્શતું નથી, એટલું લેવું. સમજાણું કાંઈ? જો એક સમયને (-વ્યક્તતાને) સ્પર્શ-એકમેક-કરે તો બે ચીજ (-વ્યક્ત અને અવ્યક્ત ) રહેતી નથી. આહા... હા ! | (સમયસાર) ૩૨૦મી ગાથાની જયસેન આચાર્યની ટીકામાં એમ કહ્યું: ધર્મી જીવ, વર્તમાન જ્ઞાનની પર્યાય જે નિર્મળ હોય એનું ધ્યાન નથી કરતા. આહા... હા... હા! ત્રિકાળ નિરાવરણ અખંડ જ્ઞાયક એકરૂપ સ્વરૂપ-એનું ધ્યાન કરે છે. ધ્યાન છે. પર્યાય. પણ પર્યાયનું ધ્યય-ધ્યાનનું ધ્યેય- 'ધ્રુવ' છે. એ ધ્રુવ ' ધ્યાનનું ધ્યેય હોવા છતાં પણ, જ્ઞાનની પર્યાયમાં એ ધ્રુવ” નું જ્ઞાન આવે છે; “ધ્રુવ” નથી આવતું. આવે છે ને.. “પ્રતિભાસિત”. એવું જ્ઞાન હોવા છતાં પણ-દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન હોવા છતાં પણ-દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. આહા... હા... હા! શું કહે છે!! કેવળજ્ઞાનપર્યાયને, (દ્રવ્ય ) સ્પર્શતું નથી. આહા... હા... હા ! અહીં તો સાધક જીવ માટેની વાત છે... ને ? એને (કેવળીને) ક્યાં છે? “ના” આ તો સાધકજીવને માટે વાત છે ને...? “નય” સાધક જીવને હોય છે. ભગવાનને “નય” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy