________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ ૨૫૭ કષ્ટ કરવાથી લાભ થતો હોય, તો અનંત વાર એમ કર્યું છે. અનંત વાર વનવાસમાં રહ્યો, કાયાકલેશ (કર્યા). - (એ) બધાં બાળવ્રત ને બાળપ છે. એવો પાઠ છે. અંદર ભગવાન પૂર્ણાનંદના નાથના અવલંબન વિના અને સમ્યગ્દર્શન વિના, એ બધાં બાળવ્રત ને બાળપ છે. અરે. રે! વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે એટલે નિર્ણય ક્યારે કરે? એકાદ કલાક દેરાસર કે ઉપાશ્રયે જાય, ત્યાં જઈ બેસે, એમ ભક્તિ કરીને, ઊઠીને જતો રહે; એમાં શું આવ્યું? સત્ય શું છે? –એના નિર્ણયની ફુરસદ નથી. બહારની પ્રવૃત્તિ આડે ફુરસદ નથી કે અંદર શું ચીજ છે?
અહીં કહે છે કે સંસારી જીવને, શુદ્ધ નયથી, એ દશ પ્રાણ (રૂપ) જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વ, આત્મામાં છે જ નહીં. આહીં.. હા ! “શુદ્ધ નય” નો વિષય જે ભગવાન આત્મા, એમાં એ દશ પ્રાણ, ભવ્ય અને અભવ્યપણું અંદર છે જ નહીં. અભવ્ય (૮) અને ભવ્ય (૮) એ તો “પર્યાય' નો વિષય છે. દશ પ્રાણ-મન, વચન, કાયા. (શ્વાસ, આયષ્ય); અને પાંચ ઇન્દ્રિયોનો વિકાસ-ભાવેન્દ્રિય-એ પણ “પર્યાયનય' નો વિષય છે; “અશુદ્ધ પારિણામિકભાવ” નો વિષય છે. એ “ચૈતન્ય' નો વિષય નથી.
આહા.. હા! આવી વાતો વાળો જૈનધર્મ!! હવે નવરાશ ન મળે. ગામડામાં અને શહેરમાં આખો દી બહારની પ્રવૃત્તિ. એમાં માંડ ( જાયા સાંભળવા (પણ) એવું (સત્ય) મળે નહીં અને જિંદગી (એમ ને એમ) ચાલી જશે, બાપા! આહાહા! આયુષ્ય પૂરું થાય એટલે જાય ચોર્યાશીમાં રખડવા. એ કીડા-કાગડા-કૂતરા, નરક ને નિગોદના ભવ.. બાપુ! અનંતા કર્યા. અને
જ્યાં સુધી આ મિથ્યાત્વ ભાવ છે તે મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ કરવાની તાકાત છે. બીજી ક્રિયા લાખ કરે, વ્રત ને ત૫; પણ એ “ધર્મ છે' એમ માનવાવાળા મિથ્યાત્વપણાના (ભાવના) ગર્ભમાં, અનંત ભવ કરવાની તાકાત છે. એ તો અહીં કહયું ને કેઃ “મિથ્યાત્વ તે જ સંસાર છે.” એ રાગ-ક્રિયા-દયા, દાન, વ્રતની ક્રિયા-મારી છે અને એનાથી મને લાભ થશે, તેમ જ હું પંચ મહાવ્રત પાળું છું, તો એનાથી મને લાભ થશે (એવી માન્યતા ) એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ તે જ સંસાર છે. આહા. હા... હા આવી વાત, પ્રભુ! સંતો કરુણા કરીને જગતને જગાડે છે. રાગ અને નિમિત્ત પ્રવૃત્તિ પર છે, (એમાં) ભગવાન! તું લૂંટાઈ જાય છે! સમજાણું કાંઈ ?
એ “અશુદ્ધ પારિણામિક' નામવાળા (દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ) એનો “શુદ્ધ નય” થી અભાવ હોવાથી સંસારીઓને નથી. છેલ્લો શબ્દ લેવોઃ “સંસારીઓને શુદ્ધ નય” થી અને સિદ્ધોને તો “સર્વથા” જ દશ પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વશ્વયનો અભાવ હોવાથી” અર્થાત્ સિદ્ધો ને તો સર્વથા દશ પ્રાણરૂપ જીવત્વનો, ભવ્યત્વનો અનેઅભવ્યત્વનો અભાવ હોવાથી, (તથા) શુદ્ધનયની દષ્ટિથી દશ પ્રાણ, ભવ્યત્વ, અભવ્યત્વનો સંસારી પ્રાણીઓમાં પણ અભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com