________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬: પ્રવચન નવનીત ભાગ-૧
નામવાળો છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. અને આ અશુદ્ધ ભાવ પર્યાયનયનો વિષય છે, એ સમ્યગ્દર્શનનો વિષય નથી. એના આશ્રયથી સમ્યગ્દર્શન થતું નથી. એના આશ્રયથી તો રાગ ઉત્પન્ન થાય છે. એ સંસાર છે. સમજાય છે કાંઈ ? થોડું થોડું સમજવું. પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથ તીર્થંકરદેવનાં પેટ છે. સૂક્ષ્મ વિષય છે આ. આહા.. હા! પ્રભુ ! શું
કહીએ ?
આ પારિણામિકના બે ભેદઃ એક શુદ્ધ પારિણામિક (એટલે વસ્તુસ્વરૂપ ), અને એક પર્યાયસ્વરૂપ, વસ્તુ-સ્વરૂપ જે ત્રિકાળ છે, એને ‘શુદ્ધ પારિણામિક ભાવ ' (કહેવામાં આવ્યો છે ). અને પર્યાયમાં જે દશ પ્રાણ (-પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય ); ભવ્યત્વ અને અભવ્યત્વ-એ ત્રણ ભેદ છે, તે પર્યાયર્થિકનયનો વિષય (છે) એને ‘અશુદ્ધ પારિણામિક ( ભાવ ) કહેવામાં આવ્યો છે. આહા.. હા ! આવી ભાષા !!
પ્રશ્ન: ‘ અશુદ્ધ' કેમ કહો છો ? પાંચ ઇન્દ્રય, મન, વચન, કાયા, શ્વાસ, આયુષ્ય; ભવ્યપણું અને અભવ્યપણું–એને તમે ‘ અશુદ્ધ’ કેમ કહો છો ? ભવ્યપણું અને અભવ્યપણું એ તો ‘પર્યાય ’ નયનો વિષય છે, ( એમ કહેવું ). અને એક કોર ‘જૈનસિદ્ધાંતપ્રવેશિકા' માં એમ કહેવું કે: ભવ્યત્વ આત્માનો ‘ગુણ ’ છે. તો એ ‘ અશુદ્ધ' કેમ ? દશ પ્રાણ-ભવ્યત્વ-અભવ્યત્વને ‘ અશુદ્ધ પારિણામિક' કેમ કહ્યું? પર્યાયનયનો વિષય છે ને...! એને અશુદ્ધ પારિણામિક કેમ કહ્યો ?
(તો કહે છે કેઃ )
-
આહા.. હા ! સંસારીઓને શુદ્ધ નયથી નથી. શું કહે છે? કેઃ સંસારી પ્રાણીને શુદ્ધ નયથી દશ પ્રાણ અને ભવ્યતમ-અભવ્યત્વ નથી. આહા.. હા! સાંભળ તો ખરો પ્રભુ! સંસારી જીવને શુદ્ધ નયથી અંદરમાં એ છે જ નહીં. આ સંસારી જીવને શુદ્ધ નયનો વિષય કરવાથી એમાં દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે જ નહીં. ‘ભવ્યત્વ ’ (પણ ) નથી. ગજબ વાત છે!
‘ જૈનસિદ્ધાંતપ્રવેશિકા ' માં ‘ભવ્યત્વ' ને જીવનો ગુણ કહયો છે. તો એ પર્યાયનયનો વિષય. જો ‘ ગુણ ’ હોય તો એનો નાશ થતો નથી. સિદ્ધમાં ‘ભવ્યત્વ ’ રહેતું નથી !
અશુદ્ધ પારિણામિક ભાવ સંસારીને છે. એને ‘અશુદ્ધ' કેમ કહ્યું કેઃ શુદ્ધ નયનો વિષય, જે વસ્તુ છે એમાં, એ (જીવત્વ, ભવ્યત્વ, અભયત્વ) એને (સંસારીને પણ) નથી. શુદ્ધ નયની દૃષ્ટિએ જ્યારે સંસારીને આત્મા જાણવામાં આવે છે ત્યારે એ ‘આત્મા' માં એ ત્રણે અશુદ્ધ પારિણામિક ભાવ નથી. અરે! આવી વ્યાખ્યા!! સંસારીને શુદ્ધ નયથી ( એ ત્રણેયનો અભાવ છે). અનંત સંસારી પ્રાણી હો... અરે ! અભવ્ય જીવ હો, એમાં અભવ્યપણાની પર્યાય તો પર્યાયમાં છે. ભવ્યપણું એ પણ પર્યાયમાં છે. (વસ્તુમાં નથી ). આહા.. હા !
ભગવંત! એક વાર સાંભળ તો ખરો.. પ્રભુ! તારા ઘરની વાત. બહારની ક્રિયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com