________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૨૭
આહા.. હા ! આવો ઉપદેશ !! અરે.. રે! આવો (દુર્લભ ) મનુષ્યદેહ મળ્યો! ખરેખર તો આ ભવ, અનંત ભવના અભાવ માટે છે, પ્રભુ! અરે.. રે! આહાર કરવા જતા હતા ત્યાં અત્યારે શ્રાવણ મહિનામાં નીચે લીમડાનાં ફૂલ જોયાં. આહા.. હા! એક એક ફૂલમાં, એટલામાં, તો અસંખ્ય શરીર, અને એક એક શરીરમાં (નિગોદના ) અનંત જીવ! એક શરીરમાં (છે, તેનાથી અનંતમાં ભાગે (અત્યાર સુધીમાં જીવ) મુક્તિમાં ગયા છે. આહા... હા! એવાં અસંખ્ય શરીર નિગોદનાં ભર્યાં છે, પ્રભુ! અનંત માતા-પિતા કર્યાં, અનંત પત્નીઓ કરી; જે મરીને ( અત્યારે ) નિગોદમાં છે! અરે પ્રભુ! તે નિગોદમાં પડયાં છે. અનંતા માતા-પિતાના જીવ, રખડતા–રખડતા ત્યાં ( નિગોદમાં) આવ્યા છે. અરે.. ! અરે.. ! એમાંથી પાછું મનુષ્યપણું થવું બહુ દુર્લભ છે, ભાઈ! એમાં (જો ) વીતરાગ સર્વજ્ઞની વાસ્તવિક વાણી સાંભળવા મળે, તે તો કોઈ અલૌકિક વાત છે! અને એમાંથી પુરુષાર્થ કરી, રાગથી ભિન્ન થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, તે તો અલૌકિક વાતો છે! આહા.. હા! કરવું હોય તો, એ જ કરવા લાયક છે. બાકી તો બધું ધૂળ-ધાણી છે.
અહીં તો કહે છે કેઃ સિદ્ધાંતમાં-વીતરાગી આગમમાં (એમ કહ્યું છે કેઃ) “નિષ્ક્રિય:: शुद्धपारिणामिकः ”– એ શુદ્ધપારિણામિક જે ત્રિકાળી ભાવ છે, તે તો પરિણમનની ક્રિયા વિનાનો છે. આહા... હા... હા! રાગની કે વીતરાગતાની પર્યાય જે થાય છે, તે પર્યાયને ‘ સક્રિય ’ કહે છે. ચાહે રાગની ક્રિયા હો, ચાહે મોક્ષમાર્ગની વીતરાગી ક્રિયા હો-એને ‘ક્રિયા ’ કહે છે. પ્રભુ આત્મા તો એ ક્રિયાથી ‘નિષ્ક્રિય ' છે. આહા... હા... હા ! આવી વાતો !!
“ નિષ્ક્રિય: શુદ્ધપારિગામિ: ”-શુદ્ધપારિણામિકભાવ નિષ્ક્રિય છે. એ વસ્તુ તો પરિણામની ક્રિયા–વીતરાગી ક્રિયાથી પણ રહિત છે. એ તો નિષ્ક્રિય છે! આહા.. હા.. હા!
શરીર, વાણી, મનની જે ક્રિયા છે, એને તો આત્મા ત્રણ કાળમાં કરી શકતો જ નથી. અને કર્મની પર્યાયને પણ આત્મા કરી શકે નહીં. હવે, રાગ આવ્યો... એનો અજ્ઞાનભાવે-પોતાના સ્વરૂપની ખબર ન હોય તો-કર્તા થાય છે અને ભોકતા થાય છે. અને રાગરક્તિ વીતરાગી દશા થઈ, એ વેદવા લાયક છે, પણ એ ક્રિયા-વીતરાગી પરિણતિ દ્રવ્યમાં નથી. આહા... હા ! સમજાય છે કાંઈ ?
'
સૂક્ષ્મ વાત છે, ભાઈ! અહીં તો ક્યાં ક્યાંથી માણસો આવ્યા છે. તો એ ‘સત્ય ’ શું છેએને ખ્યાલમાં તો લેવું જોઈએ ને! ભાઈ !
“નિષ્ક્રિયનો શો અર્થ છે?” પ્રભુ તમે તો કહો છો કે: દ્રવ્ય જે પારિણામિક સ્વભાવભાવ ત્રિકાળ છે, એ તો નિષ્ક્રિય છે. ( તો ) નિષ્ક્રિયનો અર્થ આપ શું કરો છો ? શુદ્ધપારિણામિકભાવ, બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિપરિણતિ, (તે-રૂપ નથી ). ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
66