________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૫૧ અહીંયાં “પ્રથમ તો જીવત્વ”—ભગવાન આત્માનું આભપણું, જીવનું જીવપણું, શુદ્ધ ત્રિકાળી, પરમ સ્વભાવભાવ, ધ્રુવભાવ, નિત્ય ભાવ, સામાન્ય ભાવ-એ જીવત્વશક્તિ છે.
ભવ્યત્વ” મોક્ષ થવા લાયક જીવ, એને ભવ્યત્વ કહેછે. ભલે એ નિગોદમાં હોય; ક્યારે ય નીકળે પણ નહીં; તોપણ ભવ્યત્વનો ભાવ એને કહેવામાં આવે છે.
અભવ્યત્વ” – જેને ક્યારે ય મોક્ષ થતો નથી. (-મોક્ષ પામવાની લાયકાત નથી). બધી ક્રિયા કરે, અર્થાત્ પંચ મહાવ્રતની; ૨૮ મૂળ ગુણની; નિર્દોષ આહાર એટલે એના માટે ચોકો (રસોડું) કર્યું હોય તો લે નહીં- એવી વ્યવહાર-ક્રિયા પણ ચોખ્ખી (પાળે. છતાં,) એ તો પુણ્યબંધનું કારણ છે. એવી ક્રિયા, એવો અભવ્યજીવ (પણ) કરે છે.
-એ ત્રણ પ્રકારે-એ ત્રણેને પરિણામિક ભાવ કહે છે.
“શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ પરિણામિકપણું”- શુદ્ધ મુક્તસ્વરૂપ, અંતરમાં મુક્તસ્વરૂપ એવી જે શુદ્ધજીવત્વશક્તિ, અબંધસ્વરૂપ એવી જીવત્વશક્તિ-એના ઉપર નજર અર્થાત્ (એના) નિધાનને જોવામાં નજર કરવી, એ ધર્મની પ્રથમ-પહેલી સીડી છે. અપૂર્વ વાત છે. ભાઈ ! આ વિના, બધાં વ્રત ને તપ નિયમ બધાં મીંડાં છે, સંસાર છે. ૩૨૦-ગાથા (અમૃતચંદ્રાચાર્યની ટીકા) પછી ભાવાર્થમાં જુઓઃ “મિથ્યાત્વ છે તે જ સંસાર છે.”
જિજ્ઞાસાઃ મિથ્યાત્વ ગયા પછી પણ બેચાર ભવ થાય છે!
સમાધાનઃ મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં એક બિંદુની શી ગણતરી ? સમકિત થયા પછી એકબેચાર ભવ કરવા પડે (તોપણ) એની ગણતરી શું? સમુદ્રમાં બિંદુની ગણતરી શી? એમ ભગવાનઆત્મા જેણે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને મિથ્યાત્વનો નાશ કર્યો, અને જો એકબેચાર ભવ હોય (તો) તેની ગણતરી શી? અને જ્યાં સુધી મિથ્યાત્વ છે, અર્થાત્ “હું નિમિત્તની ક્રિયા કરી શકું છું, શરીર–વાણી-મનની, રાગની, દયાદાન-વ્રતની ક્રિયા એ પરિણામ મારું કર્તવ્ય છે ત્યાં સુધી તો સંસાર-આખા સંસારમાં રખડવાના ભાવવાળો–છે.
અહીં કહે છે કેઃ જીવત્વશક્તિ આદિ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં “શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણુંતે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત. એટલે શુદ્ધ દ્રવ્યસ્વભાવ, જે ત્રિકાળ (છે) એના આશ્રિત, હોવાની “નિરાવરણ” અને “શુદ્ધપારિણામિક ભાવ” (એની સંજ્ઞાવાળું જાણવું.) એ નિરાવરણ છે. આહા.. હા! વસ્તુ જે છે અર્થાત જીવ વસ્તુ જે છે, દ્રવ્ય છે, તત્ત્વ છે એ તો ત્રિકાળ નિરાવરણ છે. આહા. હા! દ્રવ્યસ્વભાવ; જે ભગવાન આત્માનો છે, જે જીવશક્તિ જે પારિણામિકભાવે ત્રિકાળ છે; એવો જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com