________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૭
(એમ કહ્યું કે : જાણનક્રિયા (રૂપ ) જે પર્યાય તે દ્રવ્યથી અભિન્ન છે. કારણ કે : જાણનક્રિયાના આધારથી આત્મા જાણવામાં આવે છે. એ કારણે જાણનક્રિયા-શુદ્ધોપયોગ-શુદ્ધ ( આત્મ ) અભિમુખ પરિણામની સાથે આત્માને અભિન્ન ગણવામાં આવ્યો છે; અને વિકારને ભિન્ન કરીને (તેનું) ક્ષેત્ર ભિન્ન, સત્તા ભિન્ન, સ્વરૂપ ભિન્ન (સિદ્ધ કર્યું છે). એટલે કે : આત્મા અને રાગ–બન્ને વચ્ચે કોઈ (૫૨માર્થભૂત) આધાર-આધેય સંબંધ નથી. આહા...હા...હા !
પ્રશ્ન : એ જાણનક્રિયાને આધાર કેમ કહી ?
ઉત્તર : એ જાણનક્રિયાથી જે ચીજ (-આત્મા) જાણવામાં આવી છે તે ચીજ તો અનાદિ (છે) પણ અંતર્મુખ થઈને એ (ચીજ ) જાણવામાં આવી. (તેથી ) તે જાણનક્રિયા આધાર છે; કારણ કે એના આધારથી જાણવામાં આવી.
ઝીણી વાત છે, ભાઈ! ત્યાં (સંવર અધિકારમાં) તો જાણનક્રિયા જે ધર્મ-પર્યાય, એને આત્મા અભિન્ન કહી; અને અહીંયાં ભિન્ન કહે છે. અને અપેક્ષાથી કથંચિત્ ભિન્ન કહે છે. શું કહે છે જુઓ! પર્યાય જે નિર્મળ પર્યાય (અર્થાત્ ) મોક્ષમાર્ગની પર્યાય, જે શુદ્ધ ઉપયોગ અને વીતરાગી પર્યાય જે મોક્ષનું કારણ, તે ‘ વીતરાગી પર્યાય ', શુદ્ધારિણામિકભાવલક્ષણ ‘ શુદ્ધાત્મદ્રવ્ય ’થી કથંચિત્ ભિન્ન છે.
"
જયસેન આચાર્યની અપેક્ષા જરી જ્ઞાનપ્રધાન કથનની છે તેથી ‘કથંચિત્ ભિન્ન ’ કહ્યું. ( જ્યારે ) અમૃતચંદ્ર આચાર્ય તો (‘પ્રવચનસાર') ગાથા-૧૭૨, ‘અલિંગગ્રહણ ' બોલ-૧૯માં એમ કહે છે કે : ભગવાન આત્મા, પર્યાયથી ભેદલક્ષણવાળો, એ પર્યાયને સ્પર્શતો ય નથી. અર્થાત્ પર્યાયરૂપ વિશેષભાવને દ્રવ્ય સ્પર્શતું નથી. આલિંગન કરતું નથી. આહા...હા ! પર્યાય દ્રવ્યને આલિંગન કરતી નથી અને દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. ઝીણી વાત છે, ભાઈ! એ શુદ્ધ પર્યાય ), જે ધર્મ (રૂપ ) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની શુદ્ધોપયોગ પર્યાય, તે પર્યાય આત્માને સ્પર્શતી નથી. બિલકુલ સ્પર્શતી નથી, એમ કહ્યું. અને અહીંયાં કથંચિત ભિન્ન કહ્યું. એમ અપેક્ષાથી કથન છે.
અહીંયાં કહ્યું કે : પ્રભુ આત્મા જે નિત્યાનંદ ધ્રુવ, એની સન્મુખ થઇને જે મોક્ષમાર્ગનાં પરિણામ થાય છે, એ અપેક્ષાથી, અહીંયાં સામાન્ય મોક્ષમાર્ગની પર્યાય કેવી છે ને...! એ અપેક્ષાએ, જરી કચિત્ ભિન્ન કહ્યું. પણ સમુચ્ચયથી જ્યાં લેવું છે : અલિંગ્રહણમાં, (ત્યાં) અમૃતચંદ્રાચાર્ય તો એમ કહે છે કે : પર્યાયનો ભેદ-પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
ભાઈ! આવો વિષય આકરો છે. અહીં રાગ-વિકારની વાત નથી. શ૨ી૨, વાણી, મન અને કર્મની વાત પણ નથી. (એ તો ) જગતના સ્વતંત્ર પદાર્થ (છે, જે) પોતાનાથી પરિણમી રહ્યા છે. પૈસા જડ, મકાન, આબરૂ એ તો પરમાણુની પર્યાય; પોતાનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com