________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૭
હતું ત્યાં એમ (કે) ભાવક કર્મ છે અને આત્માની પર્યાયમાં (જે) વિકાર થાય છે એ ભાવ્યયોગ્યતા છે. ‘ ભાવ્ય ’ આત્માની વિકારી પર્યાય છે. એમાં કર્મ નિમિત્ત ‘ભાવક’ છે. એવું બતાવ્યું હતું અને એનાથી પણ પછી ભિન્ન બતાવ્યું. (પણ) અહીંયાં તો એ સીધું લીધું (કે) એ ભાવ્યયોગ્યતા પણ ( આત્માની ) નહીં. આહા... હા ! સમજાણું કાંઈ ?
(સમયસાર ) ગાથા-૩૧માં ‘સંકોષ’ નું નિવારણ (પરિહાર) કર્યું કેઃ ૫૨વસ્તુરાગાદિ મારા છે, ઇન્દ્રિયનો વિષય મારો છે, ભગવાન મારા છે, ભગવાનની વાણી મારી છે-એ બધા ઇન્દ્રિયના વિષય (છે એને જો) પોતાના માને તો તે મિથ્યાદષ્ટિ છે. આહા... હા! એ સંકરદોષ છે; એટલે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યને ભેળવવું તે સંકર-ખીચડો છે. પછી ગાથા-૩૨માં ભાવ્યભાવકને જીત્યા છે. (પણ તેનો નાશ થયો નથી, સત્તામાં છે, એમ ) ત્યાં ઉપશમશ્રેણીની વાત કરી છે. પછી ગાથા-૩૩માં ભાવ્યભાવકનો ક્ષય (અભાવ) લીધો છે. (ભાવક મોહધર્મનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે). નિશ્ચયમાં-દષ્ટિમાં તો દ્રવ્યસ્વભાવમાં વિકારી પર્યાયની લાયકાત પર્યાયમાં છે, પણ ખરેખર વિકાર કરવાવાળો દ્રવ્યસ્વભાવ નથી. આહા... હા! તે કારણથી ત્યાં ‘ભાવક’ કર્મનું’, ‘ભાવ્ય’ અર્થાત્ પર્યાયની યોગ્યતા લઈને, એનાથી ભિન્ન કરવું. અહીંયાં તો પહેલાંથી જ એમ લીધું કે: ભાવકનો એ ભાવ છે. (તે આત્માનો નહીં.) ત્યાં ‘ભાવ્ય' તો પર્યાયની યોગ્યતા બતાવી કે પર્યાયમાં લાયકાત ( છે. )
મહા વિદેહક્ષેત્રમાં ભગવાન ૫૨માત્મા જિનેન્દ્રદેવ સીમંધર ભગવાન બિરાજે છે. તેઓ (સો ) ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ ફરમાવે છે, એ વાણીનો સાર, કુંદકુંદ આચાર્ય બતાવે છે કેઃ ‘કષાયોનો સમૂહ' –એક જ નહીં પણ સમસ્ત વિકલ્પ માત્ર. અરે! ગુણગુણીના ભેદના જે વિકલ્પ ઊઠે છે; તે પણ કપાયસમૂહમાં જાય છે. આહા... હા! અને દયા પાળવાનો ભાવ, સત્ય બોલવાનો ભાવ, બ્રહ્મચર્ય પાળવાનો ભાવ-એ બધા શુભરાગ પણ કષાયના સમૂહમાં જાય છે.
· કષાયોનો સમૂહ જે ભાવકભાવ' –ભાવક અર્થાત્ કર્મ જે ૫રચીજ છે એ ભાવ... ક. એ ભાવને કરવાવાળું કર્મ છે, એ ભાવકભાવ છે; જ્ઞાયકભાવ નથી. આહા... હા ! ભગવાન ! તું જ્ઞાયકભાવ છે ને... પ્રભુ! તો શાયકનો ભાવ તો જ્ઞાતા-દષ્ટા હોય છે. સમજાયું કાંઈ? શા... ય... કનો ભાવ જ્ઞા... ય... ક-જ્ઞાન કરવાવાળો. એનો ભાવ-જ્ઞાતા-દષ્ટા-જાણવું-દેખવું-એ ભાવ એનો છે. આહા... હા... હા! ભાવકનો ભાવ... અહીં તો તદ્દન ભિન્ન બતાવવો છે ને...? એ કષાયોનો સમૂહ... પ્રભુ! શુભ કે અશુભ ભાવ... આહા... હા! ભગવાનનું સ્મરણ કરવું, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું–એ પણ, એક રાગ અને કષાય છે.
રાગના બે પ્રકાર છે-માયા અને લોભ. દ્વેષના બે પ્રકાર છે-ક્રોધ અને માન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com