________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૩૯ હીરો ! એ હીરાની શું કિંમત!! આહા... હા! જેની એક સમયની કેવળજ્ઞાન-પર્યાય પણ અલૌકિક! તો એવા કેવળજ્ઞાનની અનંતી પર્યાયો, એક જ્ઞાનગુણમાં છે! શ્રદ્ધાગુણની ક્ષાયિક સમકિતની એક પર્યાય; એવી અનંતી પર્યાયો, એક શ્રદ્ધાળુણમાં છે! ચારિત્રની યથાખ્યાત આદિ એક સમયની પર્યાય; એવી એવી યથાખ્યાત ચારિત્રની અનંતી પર્યાયો; (એક) ચારિત્રગુણમાં છે! એક સમયનો પૂર્ણ આનંદ. એ અનંત આનંદ (એવી) અનંતી પર્યાયો; (એક) આનંદગુણમાં અંદર પડી છે! આહા.. હા ! એવા અનંતા.... અનંતા.. અનંતા.. અનંતા ગુણનો પિંડ પ્રભુ! એ દ્રવ્ય તો અવિનાશી, ત્રિકાળ અવિનાશી છે! મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈને મોક્ષ થશે. એ પર્યાય તો નાશવાન છે. તેથી તે આત્માથી તો ભિન્ન છે. તો આત્મા અવિનાશી રહી ગયો. પર્યાય ભલે નાશ થઈ (છતાં) અવિનાશી ભગવાન (આત્મા) તો એવો ને એવો છે. સમજાણું કાંઈ ?
આહા. હા! આવી વાત છે!! અરે! આ કોઈ પક્ષની વાત નથી, પ્રભુ! આ કોઈ સંપ્રદાયની વાત નથી. આ તો (જે) વસ્તુ-સ્વરૂપ ભગવાને દીઠું તે વાત છે, ભાઈ !
(અહીં કહે છે કે:) (“મોક્ષકારણભૂત પર્યાયનો વિનાશ થતાં શુદ્ધપરિણામિકભાવ પણ વિનાશ પામે ). પણ એમ તો બનતું નથી.” – શું? કે મોક્ષ થતાં મોક્ષમાર્ગની પર્યાય નાશ પામશે, પણ અવિનાશી તત્ત્વ તો નાશ પામતું નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન, ત્રિકાળી ધ્રુવ.... ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ પ્રવાહ-જેમ પાણીનો પ્રવાહ ચાલે છે એમ આ ધ્રુવ... ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ-પ્રવાઅનાદિનો (ચાલે છે). એ પ્રવાહમાં ક્યારેય ત્રુટિ-ઊણપ હોતી નથી. આહા. હા! પર્યાય જો ધ્રુવથી-પરમપરિણામિક સ્વભાવથી અભિન્ન હોય તો, મોક્ષમાર્ગની પર્યાયનો નાશ (-વ્યય ) થતાં, એનો (ધ્રુવનો) પણ નાશ થશે; પરંતુ એમ તો થતું નથી. ભગવાન (આત્મા) નો અવિનાશી, પરમ અનંત ગુણ અને દ્રવ્યથી ભરેલો પરમપરિણામિક જ્ઞાયકભાવ, ભાવવાનનો જ્ઞાયકભાવ, એ તો ત્રિકાળી – અવિનાશી છે. ભાવવાનનો ભાવ... ભાવવાન! આગળ આવશે: ૫૦મી ગાથા “નિયમસાર'.
આહા... હા! અહીં કહે છે કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે, માટે આમ કર્યું કે: શુદ્ધપારિણામિકભાવવિષયક એટલે શુદ્ધસ્વભાવને વિષય કરવાવાળી જે પર્યાય, શુદ્ધસ્વભાવને અવલંબનારી જે પર્યાય (તે મોક્ષનું કારણ છે, પરંતુ શુદ્ધપારિણામિક નહીં.) અહીં “વિષય ' શબ્દ લીધો છે. દ્રવ્ય તો ત્રિકાળ વિષય છે એ શુદ્ધપારિણામિકભાવ છે, (એને વિષય કરનારી) એ પર્યાય પણ એનો વિષય નથી. સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય, યથાખ્યાતચારિત્ર પણ નથી અને કેવળજ્ઞાન પણ નથી. વિષય અર્થાત્ ભેદ. (અહીં એમ કહયું કેઃ) શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી જે ભાવના તેરૂપ (જે ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષનાં કારણ છે પરંતુ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
વિશેષ વાત હવે કહેશે...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com