________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૭૫
[ પ્રવચનઃ તા. ૩-૮-૭૯. ]
“સમયસાર” ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા છે. અહીં સુધી આવ્યું છે. ભવ્યત્વ” અને “અભવ્યત્વ' એ બે ચીજ છે. એમાં “ભવ્યત્વ' એ પોતાની પર્યાયમાં લાયકાત છે. ત્રિકાળી ગુણ નહીં. “અભવ્યત્વ” પણ પર્યાયમાં લાયકાત છે, ગુણ નહીં. અભવી' પણ વસ્તુ તરીકે (તો) પરમપરિણામિક જ્ઞાયકભાવની મૂર્તિ છે! જ્ઞાયક પરમ સ્વભાવ ચિદાનંદની મૂર્તિ છે! પણ એની પર્યાયમાં અભવ્યતા–અલાયકાત છે. અને ભવ્યમાં પણ અંતરમાં તો એ પૂર્ણાનંદ-પૂર્ણ શુદ્ધ-સહજ શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય વસ્તુ છે.
આહા. હા! પૈસા-શરીર એ તો ધૂળમાં ગયું. એ તો માટી છે. કર્મ પણ માટી જડ. પુણ્ય અને પાપના ભાવ, પણ અચેતન અને અજીવ...!
જેણે કલ્યાણ કરવું હોય તેણે તો એ સહજ-શુદ્ધ-ત્રિકાળી જ્ઞાયકભાવ સન્મુખ થવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. એ મોક્ષનો માર્ગ છે. અર્થાત્ પૂર્ણ દુ:ખથી મુક્ત થવાનો એ માર્ગ છે. મોક્ષ એટલે (સર્વ) દુઃખથી મુક્ત થવું. મોક્ષ શબ્દ પડ્યો છે ને..? અતિ અપેક્ષાએ “અનંત આનંદનો લાભ” એ મોક્ષ. “અતીન્દ્રિય આનંદનો પૂર્ણ લાભ” એ મોક્ષ. એનો ઉપાયઃ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય (નાં સમ્યક શ્રદ્ધાનશાન–અનુચરણરૂપ પર્યાય પરિણમવું).
આહા.. હા ! એ ક્યાં બેસે ? ક્યાં દષ્ટિ.! અનાદિથી પર્યાયમાં એની બધી રમત છે. એક સમયની પર્યાયમાં રમત છે. “પર્યાય' ને અંતર્મુખ કરીને, શું ચીજ છે, એમ સ્વસમ્મુખ ક્યારે પણ થયો નહીં. પર્યાયને અનાદિથી પરસમ્મુખ કરીને ચાર ગતિમાં રખડે છે. એ પર્યાયને સ્વ (દ્રવ્ય) સન્મુખ કરવી (એ જ માત્ર મોક્ષનો માર્ગ છે!) ક્યું “સ્વ” ? કે: નિજપરમાત્મદ્રવ્ય.' એની સન્મુખ પર્યાયને કરવી, (એ ધર્મ છે). બાકી વ્રત, તપ, ભક્તિ, મંદિર ને પૂજા એ બધા ભાવ “શુભરાગ” છે, એ કોઈ ધર્મ નથી. અને ધર્મનું કારણ પણ નથી! ( એવા શુભભાવ) જ્ઞાનીને પણ આવે છે, પણ એ સંસાર છે, બંધનું કારણ છે. મોક્ષનું કારણ તો નિજપરમાત્મદ્રવ્ય (છે) ! એની અંતર્સન્મુખ થઈને; એટલે કે સંયોગના લક્ષથી વિમુખ થઈને, રાગના લક્ષથી વિમુખ થઈને, પર્યાયના લક્ષથી પણ વિમુખ થઈને; નિજપરમાત્મદ્રવ્યની સન્મુખ થતા જે (સમ્યક ) શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર થાય છે, એ નિર્મળ-વીતરાગી પર્યાય છે, એ મોક્ષનો માર્ગ છે! બાકી બધી વાતો છે. આહા. હા! સમજાય છે કાંઈ ?
અહીં સુધી આપણે આવ્યું કે: નિજપરમાત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન અર્થાત્ જેવું એ પરમપારિણામિકસ્વભાવ-દ્રવ્ય છે, એની સન્મુખ થઈ, યથાર્થ પ્રતીતિ થવી, આનંદની દશાનો લાભ થવો એ “સમ્યગ્દર્શન' છે. અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિમાં જ્ઞાન અને આનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com