________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૧ ભાવક. ભાવપણાનું નિમિત્ત થઈને, સાત તત્ત્વની ઉત્પત્તિ આત્માની પર્યાયમાં થાય છે. આહા... હા! સમજાણું કાંઈ !
અહીં કહ્યું કે “કષાયોનો સમૂહ જે ભાવકભાવ” તે તો ભાવકનો ભાવ છે. ત્યાં (૧૩મી ગાથામાં) તો પર્યાયની યોગ્યતા પણ લીધી હતી. ગઈ કાલે કહ્યું હતું ને... કે: ગાથા-૩૨, ૩૩માં
ત્યાં પણ પર્યાયની યોગ્યતા લીધી છે. દ્રવ્યદૃષ્ટિ કરાવવા (કહ્યું કે:) પર્યાયની યોગ્યતા અને નિમિત્ત કર્તા અજીવ, એ બેઉ છોડવા લાયક છે. એક ચૈતન્યસ્વરૂપ આનંદકંદ પ્રભુ-ધર્મી છે. ધર્મ કરવો હોય તો ધર્મી એવો જે અવ્યક્ત, પોતાનું પરમાત્મસ્વરૂપ, તે જ ઉપાદેય છે; તે જ આદરણીય છે. આહા... હા! શરતું બહુ! અહીંયાં તો કહ્યું કે કષાયોનો સમૂહું તે ચાહે ચિત્તશુદ્ધિનો શુભરાગ હોય તો પણ તે (સાધન નથી.)
પ્રશ્ન: પૂર્વે અશુભભાવ હોય એને છોડીને તો (સીધો) શુદ્ધભાવ થતો નથી? તો આખરે તો શુભભાવ હોવો જોઈએ...? એના (શુભભાવના) કારણે (શુદ્ધભાવ) થાય છે; અથવા એને (શુભભાવને) છોડીને (શુદ્ધભાવ) થાય છે તો એટલી તો અપેક્ષા શુભભાવની આવી ને..?
તો કહે છે કે નહીં. એ (શુભભાવ) આત્માનો ભાવ જ નથી. સવારમાં તો આવ્યું હતું ને..? કેઃ એ તો વિષ છે. આહા. હા! ભગવાન (આત્મા) અમૃતનું સરોવર-સમુદ્ર! એની પાસે, શુભભાવ ક્ષણિક-વિકૃત-ભાવકનો ભાવ (એ) ઝેર છે. આહા... હા! આકરો માર્ગ છે, ભાઈ !
પહેલી ચીજ સમ્યગ્દર્શન-અનુભૂતિ. “દર્શન' પ્રતીતિની અપેક્ષાએ કહે છે. અને વેદના અને જાણવાની અપેક્ષાએ “અનુભૂતિ' કહે છે. પણ તે અનુભૂતિમાં “ભાવકનો ભાવ' આવતો નથી. આહા... હા ! એ શુભભાવ પણ ભાવકનો ભાવ છે; તે પોતાનો (આત્માનો) સ્વભાવ નથી. એમ કહ્યું છે ને...? કે એ (શુભભાવ) ભાવકનો ભાવ છે; જ્ઞાયકનો ભાવ નથી. તો અહીં “જ્ઞાયક” ને “અવ્યક્ત' કહે છે. કેમ કે તે (“શુભભાવ”) ભાવકનો ભાવ “શય” છે, “વ્યક્ત” છે, “બાહ્ય” છે. બીજી અપેક્ષાએ કહીએ તો (પુણ્ય-પાપ અધિકારમાં) “શુભભાવ” સ્થૂળ કહ્યા છે, ભાઈ ! શુભભાવ છે તે સ્થળ છે. ચાહે તો રાગની મંદતાના-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ હોય, પણ તે તો સ્થૂળભાવ (જ) છે અને જે “અવ્યક્ત ભાવ' છે, તે એનાથી (શુભભાવથી) ભિન્ન, સૂક્ષ્મ છે. આહા... હા! ધર્મનો માર્ગ અપૂર્વ છે, ભાઈ ! એ સાધારણથી પ્રાપ્ત થાય, એવી ચીજ નથી.
જેના (આશ્રયે) ભવનો અંત આવી જાય? એવી જે ચીજ ! - (એમાં) ભવ અને ભવનો ભાવ નથી. ભવ અને ભવનો ભાવ, એ વિકાર ભાવ (છે). ભવ અને એ ભાવ એ બધાથી રહિત, ભગવાન (આત્મા) છે. આહા... હા !
જે ભાવકનો ભાવ છે તે “વ્યક્ત છે. પહેલાં (બોલ) માં તેને “શેય' કહ્યું હતું અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com