________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨: પ્રવચન નવનીત ભાગ-૧ (પણ) શું થાય? ભાઈ ! માર્ગ તો આવો છે. તું પોતે ભગવાન (ગુણ-) ભંડાર છો ને...! આહા હા ! એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યજ્ઞાન. જોયું! જ્ઞાન એને કહીએ.
એક પંડિત એમ લખ્યું છે કેઃ “આવો જે આત્માનો અનુભવ તે જિનશાસન છે, એ સિવાય બાર અંગ વ્યર્થ છે”. (પરંતુ) “બાર અંગનું જ્ઞાન વ્યર્થ છે” એમ નથી. બાર અંગનું જ્ઞાન તો સમકિતીને જ હોય છે. “વ્યર્થ છે' એ શબ્દ ત્યાં ન જોઈએ. જૈનશાસન આને (-સ્વાનુભવને ) કહેવું, એટલે કે જે શુદ્ધ આત્મા પરિપૂર્ણ ભગવાન નિજ નિરંજન શુદ્ધ, તેનું જ્ઞાન. “સમયસાર” ૧૫મી ગાથા જ્ઞાનની છે, ત્યાં જ્ઞાનની વ્યાખ્યા છે; અને ૧૪મી ગાથા સમ્યગ્દર્શનની છે. એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું અબદ્ધસ્પષ્ટ (સ્વરૂપ) છે, તેનું જ્ઞાન જેને છે, તેને બાર અંગનું જ્ઞાન હોય કે ન હોય; પણ જેને બાર અંગનું જ્ઞાન હોય, તેને સમ્યજ્ઞાન જ હોય. “બાર અંગનું જ્ઞાન વ્યર્થ છે” એમ ન જોઈએ. શું કહ્યું... સમજાય છે કાંઈ ? એ (સમ્યજ્ઞાન) વિનાનું, અગિયાર અંગનું જ્ઞાન આદિ કે નવ પૂર્વની લબ્ધિ આદિ (હોય તોપણ) તે વ્યર્થ છે. એ બરાબર છે. પણ જેને નિજ આત્માનું જ્ઞાન છે, તેને જ બાર અંગનું જ્ઞાન હોય. “સમયસાર કલશટીકા” માં આવે છે ને...! કેઃ “આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગશાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગશાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી”.] ભાઈ ! બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી. એથી કરીને બાર અંગનું જ્ઞાન મિથ્યાષ્ટિને પણ હોય, એમ નથી. “કલશટીકા' માં એમ કહ્યું છે કેઃ બાર અંગનું જ્ઞાન કાંઈ અપૂર્વ નથી. કેમકે બાર અંગના જ્ઞાનમાં પણ અનુભૂતિનું કથન કર્યું છે. બાર અંગમાં પણ સાર' આત્માનો અનુભવ છે.
અહીં કહે છે કે: એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક (આચરણ) (એ) અનુષ્ઠાન (છે). ચરણાનુયોગ પ્રમાણે જે વ્રતાદિના વિકલ્પ, તેને અહીં અનુષ્ઠાન ગણ્યાં જ નથી. અનુષ્ઠાન એટલે ચારિત્ર. પણ આચરણ કયું? કેઃ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક આચરણ. એ ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા-તે સમ્યક આચરણ–તેને ચારિત્ર કહીએ. સમજાય છે કાંઈ ?
(શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાન) ત્રણેયની વ્યાખ્યા થઈ ગઈ. નિજ નિરંજન શુદ્ધ આત્મા તેનું સમ્યક શ્રદ્ધાન; તેનું સમ્યજ્ઞાન તેનું સમ્યફ આચરણ. સમ્યક્ આચરણ એટલે ચારિત્ર. મહાવ્રતાદિના વિકલ્પ, તે કાંઈ આત્માનું ચારિત્ર નથી.
આહા.... હા! શું વાત કહીએ? પણ માર્ગ તો આવો છે! પ્રભુ! અરે ! જન્મ-મરણનાં અંતનાં ટાણા (આવ્યાં)! એમાં જો “આ વાત' ન બેસે. તો ભાઈ ! બાપુ! તને ક્યારે બેસશે? આ (મનુષ્ય) ભવ તો ભવના અંત માટેનો ભવ છે. ભવના છેડા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com