________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૧ અહીંયાં એમ કહે છે કે અમે જીવને “અવ્યક્ત' કહીએ છીએ. ભગવાને (એમ) અવ્યક્ત” કહ્યું છે.
જીવને “અવ્યક્ત' કહ્યો. છ બોલ પહેલાં ચાલ્યા. ૧ આ જીવ “અવ્યક્ત” છે (એમ) તું જાણ ! (પાઠમાં) આવ્યું ને...? આહા... હા! આ ધીમેથી (ધીરજથી) સમજવાની ચીજ છે. ભગવાન! આતો અપૂર્વ વાત છે!! અનંતકાળમાં ક્યારેય પ્રેમથી સાંભળ્યું જ નથી. સાંભળ્યું છે, પણ રુચિથી સાંભળ્યું નથી.
અહીં ભગવાન આત્માને “જીવ' કહ્યો છે. અને એને “અવ્યક્ત” કહીને, એને જ જીવ કહ્યો છે. “અવ્યક્ત” કહીને એને જ ઉપાદેય કહ્યો. શુદ્ધ આત્મા અવ્યક્ત છે. શ્રી જયસેન આચાર્યની ટીકામાં સંસ્કૃતમાં થોડું એવું લીધું છે: “વ્યવંત સૂક્ષ્મ” અવ્યક્તનો અર્થ સૂક્ષ્મ કર્યો છે. ભાઈ ! અવ્યક્ત-સૂક્ષ્મ પ્રભુ અંદર છે. આહા... હા !
પુણ્ય ને પાપ, દયા-દાન, વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ-શાસ્ત્ર, અનંત સિદ્ધો, અનંત (પંચ ) પરમેષ્ઠી, ..., અનંત નિનોદના જીવ – એ છ દ્રવ્યરૂપ જગત છે. એ જ્ઞય છે, જાણવા લાયક છે. તો એમાં અનંત વ્યવહાર રત્નત્રયનો રાગ પણ આવ્યો તે પણ જાણેલો પ્રયોજનવાન છે. (સમયસાર') ૧રમી ગાથા પ્રમાણે. પણ આ ભગવાન આત્મા, એ છે દ્રવ્યસ્વરૂપથી અવ્યક્ત' છે. સમયસાર” ૧૧મી ગાથામાં ભગવાન આત્મા ભૂતાર્થ છે, સત્યાર્થ છે-તેને અહીંયાં “અવ્યક્ત' કહે છે. પ્રભુ! એ તો દુનિયાથી સૂક્ષ્મ વાત છે. આહા... હા!
ત્રિકાળી-શુદ્ધ-ધ્રુવ-ચૈતન્યતત્ત્વ એને ભૂતાર્થ એટલે સત્ય છે, એવું કહ્યું. તો એ સત્ય છે, તે જ આશ્રય કરવા લાયક છે. એ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. હજી પ્રથમ સમ્યગ્દર્શનની ચીજ ઘણી સૂક્ષ્મ છે. એ સમ્યગ્દર્શન વિના, જ્ઞાન અને ચારિત્ર ને વ્રત બધું મિથ્યા છે; એકડા વિનાનાં મીંડાં છે, પ્રભુ! આહા... હા ! એવી વાત !! શ્રી કુંદકુંદ આચાર્ય તો જીવને એમ કહે છે કેઃ હે જીવ! તું અવ્યક્ત છે, એને તું જાણ !
એક મુમુક્ષુએ ગઈ કાલે પ્રશ્ન કર્યો હતો ને..? કે પર્યાય એમાં આવે છે કે નહિ? (સમાધાન:-) પર્યાય તો જાણવામાં આવે છે. જાણે, એ પર્યાય. પણ જાણે કોને? – “અવ્યક્તી’ ને. અવ્યક્ત કોને કહીએ? તો એમ કહે છે.... જુઓ! સવારે થોડું આવ્યું હતું. આ જીવ જે છે તે શુદ્ધ ચિદ્ધન, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત ઈશ્વરતા, અનંત સ્વચ્છતા, અનંત કર્તૃત્વ-કર્મ, અનંત સાધન-એવા અનંત અનંત ગુણનું એકરૂપ, ધ્રુવસ્વરૂપ, એને અહીંયાં “અવ્યક્ત' કહ્યો-એ જીવ. અને
-----------------------------------------------------------------
૧. અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અને અસંસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com