________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૮૫
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ”–જ્યાં અન્ય પદાર્થની અપેક્ષા નથી. જેમ કે આત્મામાં રાગ થાય, તો એમાં કર્મની અપેક્ષા જ નથી. અને કર્મ-બંધન જે થાય છે, એમાં રાગની અપેક્ષા નથી. એણે રાગ કર્યો, માટે કર્મબંધન થાય છે, એમ નથી. આહા... હા! આ શરીર ચાલે છે, એમાં આત્માની અપેક્ષા નથી. આત્માએ ઈચ્છા કરી, એટલી અપેક્ષાથી શરીર ચાલે છે? –એમ નથી. રોટલી બને છે, રોટલીમાં સ્ત્રીની કે તાવડીની, અગ્નિની અપેક્ષા છે? એવું નથી. એમ કહે છે. આ જ ટોપી માથા ઉપર રહે છે, એને શરીરની અપેક્ષા નથી.
66
22
“ કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ” છે ને...? આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! આ વાત પણ જો યથાર્થપણે ન બેસે, તો એને અંતર્મુખ થવાની લાયકાત જ નથી. આહા... હા! સમજાણું કાંઈ ?
અહીં કહે છે: હીરા ઘસે છે અને જે ઉજ્જવળતા (થાય) છે, એમાં એ (હીરા ) ઘસવાવાળાની અપેક્ષા નથી. શાક ચડી જાય છે, એમાં અગ્નિની-સ્ત્રીની અપેક્ષા નથી. આ હોઠ હલે છે, એ પરમાણુ ‘ કર્તા’ અને હોઠ એનું ‘ કર્મ ’, એમાં આત્માની અપેક્ષા નથી.
.
આહા... હા! આ ચીજ!! આ ‘ ક્રમબદ્ધ’ માં તે નાખ્યું છે. કારણ કે પ્રત્યેક પદાર્થમાં જે સમયે, જે પર્યાય થવાવાળી (છે, તે ) થાય છે; તો એને ૫૨ની અપેક્ષા નથી. જગતમાં કોઈ પણ ચીજની પર્યાય-કાર્ય એ પદાર્થનું કર્મ કહો કે પર્યાય કહો કે એનું કાર્ય કહો (એમાં પરની અપેક્ષા છે જ નહીં ). પરમાણુનું અને જીવનું (કાર્ય, અન્યનિરપેક્ષપણે છે). એ પોતાની પર્યાયના કાર્યમાં ૫૨ની કોઈ અપેક્ષા જ નથી. આહા... હા! આખી દુનિયામાં આ વાત બેસવી ( અતિ કઠણ છે ). (આ લાકડાનો) પાટડો જે ઉપર રહ્યો છે, તો એમાં (એને) નીચે (જમીન) ના આધારની અપેક્ષા નથી. નીચેની અપેક્ષાએ (તે) ત્યાં (ઉ૫૨) રહ્યો છે, એમ નથી. આહા... હા! ગજબ વાત છે!! કહે છે કેઃ એક ૫૨માણુ પણ ઊંચે ગતિ કરે છે તો (એને ) ( ધર્મદ્રવ્યની અપેક્ષા નથી ). વંટોળિયો થાય, એમાં તણખલું ઊડે છે, તેને પવનની અપેક્ષા નથી. આ પુસ્તક બને છે, એમાં બનાવવાવાળાની અપેક્ષા છે જ નહીં. અમારે (ત્યાં ) ઘણાં પુસ્તક બને છે, ઘણા પંડિત બનાવે છે! ( પણ કોણ બનાવે, પ્રભુ!)
આહા... હા! સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથનો આ સિદ્ધાંત !! ‘ ક્રમબદ્ધ' કહીને ( કર્તાકર્મની અન્યનિ૨પેક્ષપણાની આ તો જાહેરાત છે). આહા... હા! જ્યારે જે દ્રવ્યની જે પર્યાય જે સમયે (ઉત્પન્ન થવાની છે) તે સમયે (તે) ઉત્પન્ન થાય છે; તો એને પ૨ની અપેક્ષા ક્યાં રહી? ઘડો બનવામાં (કુંભાર ભલે ) નિમિત્ત હોય, (છતાં) ઘડાને કુંભારની અપેક્ષા નથી. કુંભાર હોય, પણ હોય તેથી એની અપેક્ષાથી ઘડો બન્યો છે, એમ નથી. અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com