________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૩૯
ક્ષાયિકભાવ ( રૂપ ) કહ્યો. તે પહેલાં આવ્યું ને? કેઃ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવ) - એ ચાર પર્યાય છે. એમાં ફક્ત ત્રણ પર્યાય-ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-મોક્ષનું કારણ છે. ઉદય પર્યાય મોક્ષનું કારણ નથી. તો એ જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવને મોક્ષનું કારણ ) કહ્યું તે તો મોહના અભાવની અપેક્ષાથી કહ્યું. એ છે પર્યાયમાં. પણ (તે સમયે ) ‘જ્ઞાન ’ શું ? ‘જ્ઞાન ’ ક્ષાયિક છે, ક્ષયોપશમ છે કે શું છે?
– (આ) વાત સાધકની છે.. હોં! (જેને ) ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન છે એની વાત અહીં નથી, અહીં તો સાધકની વાત છે! ભગવાનને ક્ષાયિક સમક્તિ સાથે ક્ષાયિક જ્ઞાન પણ હોય છે; અર્થાત્ કેવળજ્ઞાની પરમાત્માને ક્ષાયિકસમકિત હોય છે સાથે ક્ષાયિક-કેવળજ્ઞાન પણ હોય છે, એ વાત અહીં નથી. અહીં તો સાધકના ભાવની વાત છે. સાધક ચોથેથી, પાંચમે, છè–સાતમે વગેરે ( ગુણસ્થાનકે ) ( હોય ) છે, (એની વાત છે).
જેને અનંત કાળમાં ક્યારેય ઉપશમભાવ થયો નથી, (એને ) જેમ જળમાં મેલ ( કાદવ ) હોય તે નીચે બેસે, તો ઉ૫૨ (જળ) નિર્મળ થઈ જાય છે; તેમ રાગ દબાઈ જાય છે અને વીતરાગીપર્યાય ઉત્પન્ન થાય છે. રાગ દબાઈ જાય છે, એ અપેક્ષાએ (તે) પર્યાયને ઉપશમ કહેવામાં આવે છે. અને એ રાગનો સર્વથા જે પ્રકારે યથાસંભવ નાશ થયો તો એની અપેક્ષાએ એને ત્યાં ક્ષાયિક કહ્યો છે. અને ક્ષયોપશમમાં રાગનો કંઈક ક્ષય છે અને કંઈક દબાઈ ગયો છે. દબાઈ ગયો= ઉપશમ (થઈ) સત્તામાં (રહ્યો ) એમ ઉપશમ કહે છે તો એ ત્રણે ભાવને ‘જ્ઞાનની અપેક્ષાથી ’શું કહ્યું ? સમજાણું કાંઈ ?
,
કહે છે કેઃ એ ( જ્ઞાન ) “નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ.” (છે). નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ, રાગની અપેક્ષા વિના, સ્વ અર્થાત્ પોતાનું+સમ અર્થાત્ પ્રત્યક્ષ+વેદન લક્ષણ=સ્વસંવેદનલક્ષણ-પ્રત્યક્ષ વેદન લક્ષણ “ક્ષયોપશમિક જ્ઞાન હોવાથી ” એ ત્રણે ભાવમાં ' જ્ઞાનનો ક્ષયોપશમ છે! સમજાણું કાંઈ ?
ઉપશમભાવ છે, એ તો મોહના અભાવની અપેક્ષાથી કહ્યું. ક્ષયોપશમભાવ છે એ પણ કેટલાક મોહનો નાશ અને કેટલોક મોહ દબાઈ ગયો એની અપેક્ષાથી (છે). અને ક્ષાયિકભાવ છે એ ( તો ) મોહનો નાશ થઈને થયો (છે). પણ એ ત્રણે ભાવમાં જ્ઞાનની કઈ દશા છેઃ જ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે, ઉપશમ જ્ઞાન છે-શું છે? જ્ઞાનમાં ઉપશમ તો છે નહીં ઉપશમ તો દર્શનમોહ આદિમાં છે. જ્ઞાનમાં ઉપશમ નથી. જ્ઞાનમાં તો ક્ષયોપશમ અને ક્ષાયિક (હોય ); ઉપશમ નહીં. તો કહે છે કે: ક્ષયોપશમ અને ક્ષાયિક જ્ઞાનની પર્યાય છે. (પણ ) અહીં તો સાધકની વાત છે ને! (તેથી ) ઉદયની (તેમ જ ક્ષાયિકની ) વાત નથી. અને એ જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પર્યાય છે તે તો સમકિતની છે; (તો) ‘જ્ઞાન' ને શું કહેવું ? ‘ એ જ્ઞાન' નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ ક્ષયોપશમજ્ઞાન છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com