________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર: પ્રવચન નવનીત ભાગ-૧
જ્ઞાની સકામ નિર્જરા અને અકામ નિર્જરા-બનેને જાણે છે. સકામ નિર્જરાઃ એ અવિપાક કહ્યો એ જાત સકામ. પોતાના પુરુષાર્થથી સ્વભાવસમુખ થઈને સ્થિર થયો ત્યારે જે રાગનો નાશ થાય છે, એ સકામ નિર્જરા કહેવામાં આવે છે. સ્વભાવસમ્મુખ થઈને પોતાની ભાવનામાં પડયો છે, ત્યાં રાગાદિ જે ખરી જાય છે, એને સકામ નિર્જરા કહેવામાં આવે છે. એને પણ ( જ્ઞાની ) જાણે છે, દેખે છે. આહા.. હા.. હા.. હા !
અહીં તો આખો દી પરનું મેં આ કર્યું ને મેં કર્યું... મેં કર્યું.. હજી તો પરનું. અરે પ્રભુ ! શું કરે ! પ્રભુ! શું કરે છે? તું તો જ્ઞાતા છો ને! આંખ તો જાણવાનું (જ) કામ કરે છે ને, પ્રભુ! એમ આત્મા (જ્ઞાતા-દષ્ટા માત્ર છે).
(૧૯૭૬ ) છોતેરની વાત છે કે વઢવાણમાં એક ભાઈ નદીમાં ખાડા કરે અને તળાવામાંથી પાણી લાવે ને ખાડા પાણીથી ભરે. નદીને કાંઠે એ હાથે બાગ બનાવતા હતા. મેં કહ્યું કે આ આત્મા કરી શકે છે? આ તું શું કરે છે? તું આ ખાડો કરી શકે છે? પાણી લાવી શકે છે? ઝાડને પાણી પાઈ શકે છે? અહીં તો કહે છે. એ તો નહીં પણ અંદરમાં શુભ રાગ આવ્યો એનો પણ કર્તા-ભોકતા આત્મા નહીં. એ તો નિર્જરી જાય છે. આહા... હા! બહુ આકરું! જન્મ-મરણ રહિત થવાની ચીજ ( વિધિ) વીતરાગમાર્ગમાં કહી, એવી (બીજે) ક્યાંય નથી. સર્વજ્ઞ પરમાત્માએ “આ” કહ્યું એવી ચીજ ક્યાંય નથી. એના સંપ્રદાયમાં (-દિગંબરમાં) જમ્યા એને પણ ખબર નથી!
અહીં, સકામ નિર્જરા–સમજાણું? પોતાના સ્વભાવસભુખ-પુરુષાર્થથી જે રાગની નિર્જરા થઈ ગઈ, એનું નામ સકામ (નિર્જરા ). અકામ નિર્જરાઃ એ જ્ઞાનીને પણ થાય છે. અકામ (નિર્જરા) શું? – જ્ઞાની છે, સમ્યગ્દષ્ટિ છે, આત્માનું ભાન છે. દુકાનમાં બેઠા છે, કાપડનો ધંધો હો કે કોઈ પણ ધંધો (હો), તો એમાં મોટો ઘરાક આવી ગયો-બેચાર હજાર પેદા કરાવવાવાળો-તો એક ટંક છોડીને સાંજે (જમશું). છોકરો આવ્યો કે બાપુજી જમવાનું તૈયાર છે. (ત્યારે કહે કે) સાંજે ચાર વાગે જમશું. અત્યારે ઘરાક છે. ક્ષુધા તો છે પણ અત્યારે એણે એ (જમવાનું) છોડી દીધું, તો એનું નામ અકામ નિર્જરા. એ અકામ નિર્જરાને પણ જ્ઞાની તો જાણે છે.
શ્રી જયસેનાઆચાર્ય આ ૩૨૦-ગાથા (ની) (ટીકા) બનાવીને ગજબ કામ કર્યું છે! આહા. હા! કહે છે કે જ્ઞાનીને પણ અકામ નિર્જરા થાય છે. અરે ! આ શું? બરાબર ટાઈમસર દશ વાગે ભોજન કરવાની તૈયારી.. ને પિતાજી (કે કોઈ સ્વજન) આદિ ગુજરી ગયા. તો જ્ઞાની એ વખતે આહાર ન કરે પછી સાંજે કરે ચાર વાગે. એટલી વાર સુધી સહન કરી. એ અકામ થઈ. કોઈ ભાવના નહોતી, પણ એવો પ્રસંગ આવ્યો તો એમ થયું. એ અકામ નિર્જરા થાય છે. એ અકામ નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com