________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ : પ્રવચન નવનીત ભાગ-૧ અજ્ઞાનીને આ (બાહ્ય ) સામગ્રી મળે છે તે- “સતત નમં” –સહજ મળે છે, એને સુલભ છે. મિથ્યાદષ્ટિ એમ ને એમ લક્ષ કરે છે: “મને મળ્યું. મને પૈસા મળ્યા, મને શરીર મળ્યું'. (પણ) ધૂળે ય મળતી નથી. એ તો પૂર્વના પુણ્યથી મળે છે. એક બાજુ મુનિ ભગવાન એમ પણ કહેઃ મિથ્યાષ્ટિને સામગ્રી મળવી દુર્લભ છે. કેમકે એના (વર્તમાન) પુરુષાર્થઆધીન (તે) નથી. (તે તો) પૂર્વના પુણના આધીન છે, (તેથી) દુર્લભ કહ્યું. એક બાજુ સુલભ કહ્યું. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે જીવનાં પરિણામ જીવથી છે; અજીવથી નહીં; કર્મથી નહીં; અથવા દેવગુરુ-શાસ્ત્રથી પણ નહીં. પોતાના પરિણામ જે પોતાના દ્રવ્યના અવલંબનથી થયાં છે તે પરિણામ દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી પણ નહીં. આહા... હા. હા!
અજીવથી નહીં” એનો અર્થ: આ જીવ સિવાય, બીજાં બધાં (જે) છે (તેનાથી નહીં). અહીં અજીવ તો “કર્મ' લેશે. નહીંતર તો આ જીવ, તે “જીવ” છે; અને એ અપેક્ષાએ, બાકીના બધા જીવ “અજીવ' છે. આહા... હા! આ દ્રવ્ય, દ્રવ્ય' છે; એની અપેક્ષાએ; બીજાં દ્રવ્ય “અદ્રવ્ય” છે. સમજાણું? ઝીણી વાત છે, ભાઈ ! પ્રભુનો એક એક બોલ સમજવો...! એ અલૌકિક વાતો છે, બાપુ ! એ કોઈ ( સાધારણ વિષય નથી ). અને એ (જો યથાર્થ ) સમજવામાં આવી ગયું તો ભવનો અંત આવી ગયો; એને ભવ (હોય) નહીં. એ અહીં કહે છે:
એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી”. ભાષા જુઓ ! શરીરમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે; આત્માથી નહીં. (શરીર) આમ... હલે છે, એ (એની) ક્રમબદ્ધ પર્યાય થવાની લાયકાતથી એમ થાય છે. સમજાણું કાંઈ ? (શરીર) પહેલાં આમ હતું ને આમ થયું, એ ક્રમબદ્ધ પર્યાયમાં, અજીવની (જે) પર્યાય ક્રમબદ્ધથી થવાવાળી થઈ (તે) એનાથી થઈ; આત્માની ઈચ્છાથી નહીં; આત્માથી નહીં. આહા... હા !
અજીવ પણ” કેમ કહ્યું? કે પહેલાં જીવની વાત કહી ખરી ને..? એટલે એમ: અજીવ પણ” “ક્રમબદ્ધ”—એમાં (અજીવમાં) પણ ક્રમબદ્ધ છે. આહા.. હા.... હા! આ મકાન થવાની પર્યાય, પરમાણુની કમબદ્ધ થઈ છે. મંદિર બને છે. તો પરમાણુની પર્યાય ક્રમબદ્ધમાં થવાવાળી છે, એનાથી બને છે. કડિયા અને પ્રમુખ એને બનાવવાવાળા નથી. આહા... હા! ભારે ઝીણી વાતો !!
“અજીવ પણ કમબદ્ધ. બધાંમાં ક્રમબદ્ધ છે ને..આ ભાષા નીકળે છેએ પણ ક્રમબદ્ધ. પરમાણુમાંથી ભાષા આવે છે; આત્માથી નહીં. આત્મા બોલતો નથી. અને ભાષાની પર્યાયનો કર્તા આત્મા નથી. આહા... હા! “અજીવ પણ ક્રમબદ્ધ”. આત્મા સિવાય, શરીરવાણી-મન-બાહ્ય પુગલ-બધાં અજીવ એ પણ ક્રમબદ્ધ, એનાં પરિણામ ક્રમથી થવાવાળાં છે તે ક્રમથી થાય છે. કોઈ કહે કે “હું એને-પરમાણુને સુધારી દઉં'.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com