________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી સમયસાર ગાથા: ૪૯
તથા
શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિષ્કૃત આત્મખ્યાતિ ટીકા
*
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। ४९।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।४९ ।।
षड्द्रव्यात्मकलोकाज्ज्ञेयाद्वयक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाद्वय-क्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्, क्षणिकव्यक्तिमात्रा-भावात् व्यक्ताव्यक्तविमिश्रप्रतिभासेडपिव्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः स्फुटमनुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योत
मानत्वा च्चाव्यक्तः ।
(હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે:-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોને સમૂહ જે ભાવભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યકિતઓ નિમગ્ન (અંતર્ભૂત ) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિકવ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. પ. પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન ) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
જીવ ચેતનાગુણ, શબ્દ-૨સ-રૂપ-ગંધ-વ્યકિતવિહીન છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com