SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦ : પ્રવચન નવનીત ભાગ-૧ નથી અને દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. - એ ૨૦મો (બોલ) લીધો. આહા...હા....હા ! કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. આ કઈ વાતો, બાપુ! અહીં તો મોક્ષમાર્ગની પર્યાયની વાત છે. અને જ્યાં “અલિગગ્રહણ માં સામાન્ય પર્યાયની વ્યાખ્યા આવી ત્યાં તો એ પર્યાયવિશેષનું આલિંગન દ્રવ્યને નથી. અર્થાત્ પર્યાય-વેદનમાં દ્રવ્ય આવતું નથી. વેદનમાં-અનુભવમાં જે પર્યાય આવે છે તે પર્યાય, દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય એને (પર્યાયને) સ્પર્શતું નથી. કારણ કે દ્રવ્યનું વેદન છે જ નહીં. દ્રવ્ય જે ત્રિકાળી-ધ્રુવ ચીજ છે, એનું વદન તો જ્ઞાની અને અજ્ઞાની – કોઈને નથી. આહા...હા...હા ! સૂક્ષ્મ વિષય છે, ભાઈ ! અને સોગાનીજીએ તો એમ કહ્યું કે : “દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન છે.' એ સામાન્ય વાતથી “સર્વથા ભિન્ન' કહ્યું. અને અહીં તો મોક્ષમાર્ગની અપેક્ષાએ “કથંચિત ભિન્ન” કહ્યું. સમજાય છે કાંઈ ? અને “પંચાસ્તિકાય ’માં તો એવું લીધું કે : ભગવાન જે દ્રવ્યસ્વભાવ જે ત્રિકાળી, આનંદનો નાથ પ્રભુ; એમાં જે પર્યાય નિર્મળ આવે છે, તે પણ સંયોગી” છે. એના (દ્રવ્ય- ) સ્વભાવમાં તે પર્યાય નથી. આહા..હા..હા ! સંયોગ-વિયોગ એ પર્યાયમાં આવે છે ! બહારના સ્ત્રી-કુટુંબનો સંયોગ, એ તો પરચીજ (છે); એની સાથે (તો આત્માને) કાંઈ સંબંધ જ નથી. (પણ) પોતાનો આત્મા, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એમાં જે ધર્મની પર્યાય-એના અવલંબનથી પ્રગટ થાય છે- એ પર્યાય, દ્રવ્યથી ભિન્ન છે. દ્રવ્યમાં એ પર્યાયનો સંયોગ થયો છે. સ્ત્રી-કુટુંબનો સંયોગ થાય છે અને મરી જાય ત્યારે વિયોગ થાય છે; એની તો વાત જ ક્યાં છે ? એ તો કોઈ તારી ચીજ નથી, તારી સાથે નથી. આહા....હા! અહીં તો કહે છે કે : મોક્ષનો માર્ગ જે પૂર્ણ દશાનું કારણ છે, એ પર્યાયની અહીં વાત છે, મોક્ષની પર્યાયની વાત અહીં લીધી નથી. અહીં તો શુદ્ધાત્માભિમુખ પરિણામે, જેને “શુદ્ધોપયોગ' કહીએ, જેને આગમભાષાથી “ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક' કહીએ; અને અધ્યાત્મભાષાએ “શુદ્ધાત્માભિમુખ” “શુદ્ધોપયોગ” કહીએ; તે પર્યાય (ની વાત છે). તે પર્યાય- એમ ભાષા લીધી. “તે પર્યાય” એવો શબ્દ છે. સમુચ્ચય-બધી પણ આ (મોક્ષમાર્ગની) પર્યાય (““કથંચિત્ ભિન્ન છે''). ભગવાન તારા મહિમાનો પાર નથી પ્રભુ! પણ તારી ચીજનો મહિમા તને સમજાતો નથી! અહીં તો કહે છે કે : જે પર્યાયમાં દ્રવ્યનું માહાભ્ય આવ્યું, તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આહા..હા ! અડતું નથી. અહીં તો કહે છે કે : આ સ્ત્રીને ભોગવે છે; તો (સ્ત્રીના) શરીરને તે શરીર અડયું ય નથી. એ જડને અડ્યું ય નથી. એક શરીર બીજા શરીરને કયારે ય સ્પર્શતું જ નથી. - એ તો ઘણી સ્થૂળ વાત થઈ ગઈ. સમજાય છે કાંઈ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy