________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦-૨૧૯ કહે છે કે જેને એ (રાગ) તરફની દષ્ટિ છૂટી ગઈ-રાગનું કર્તાપણું છૂટી ગયું અને “હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું” એમ પરિણત - પર્યાયમાં શુદ્ધતાની દશા પ્રગટ થઈ; જેમ દ્રવ્ય શુદ્ધ છે એ કર્તા-ભોકતા નથી, એમ શુદ્ધ દષ્ટિ અને શુદ્ધ પરિણતિ થઈ; એ પણ રાગ-દ્વેષની કર્તા-ભોકતા નથી.
અરર.... ! આવી વાત હવે સાંભળી જાય નહીં, શું થાય બાપા? સમજાણું? ૩૨૦ગાથા છે! જયસેન આચાર્યની ટીકા છે!
શુદ્ધજ્ઞાનપરિણત.... કહ્યું ને..! આહાહા ! “હું તો શુદ્ધસ્વરૂપ પવિત્ર આનંદકંદ છું” – એ શુદ્ધપરિણત. પુણ્ય – પાપનો ભાવ પણ મારો નથી. પરની વાત તો કયાં? શરીર-વાણીધંધા-એ તો જડની અવસ્થા, એમાં તો મારું કર્તા-ભોકતાપણું જ નથી. પણ મારામાં (પુરુષાર્થની) કમજોરીથી જે રાગાદિ ઊપજે છે એનો પણ “હું” તો કર્તા-ભોકતા નથી. આહા. હા! એને અહીં ધર્મનું પહેલું પગથિયું – સમ્યગ્દર્શન-કહેવામાં આવે છે. આવી વાત છે !!
પાઠ એવો છે કે “શુદ્ધ જ્ઞાન પણ”. અહીં “પણ” કેમ કહ્યું? નેત્રનું દષ્ટાંત આપ્યું છે ને...? તેથી “પણ” કહ્યું (ક) જેમ નેત્ર પરનું કર્તા-ભોકતા નથી તેમ શુદ્ધ જ્ઞાન “પણ” - ત્રિકાળી ભગવાન આત્મા એ “પણ” રાગ- દ્વેષનો કર્તા-ભોકતા નથી. એક વાત. બીજા: “ અથવા અભેદથી” – જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવથી ભર્યો પડ્યો પ્રભુ છે. એ અભેદથી એની એકાગ્રતા થઈ – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં અભેદ-એકાગ્રતા થઈ – તો “અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ” – શુદ્ધ જ્ઞાનરૂપે પરિણત પર્યાયમાં નિર્મળતા પ્રગટ કરી. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન –શાંતિનો અંશ અને અનંત આનંદ – સ્વરૂપના આનંદનો સ્વાદ પણ પ્રગટ કર્યો. અતીન્દ્રિય આનંદનો પણ સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંદ જે (પોતાના) ત્રિકાળી ધ્રુવમાં પડ્યો હતો એના અવલંબનથી, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું પરિણમન થયું અને અતીન્દ્રિય આનંદનો અનુભવ પણ થયો. – એમ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ લીધું. (અર્થાત્ ) પહેલાં નેત્રની સાથે મેળવવા માટે “શુદ્ધ જ્ઞાન પણ” એમ લીધું. હવે “શુદ્ધજ્ઞાન' જે કર્તા – ભોકતા નથી, તો એમાં પરિણત (-શુદ્ધજ્ઞાનપરિણત જીવ-) પણ કર્તા-ભોકતા નથી; એમ લીધું.
આવી વાત છે, પ્રભુ! બહુ ધીરેથી – શાંતિથી સાંભળવું. પ્રભુ! શું કહીએ?
અહીં કહે છે કેઃ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ( રાગને) કરતો નથી”. જુઓ! ભાષા. ધર્મી જીવ જેને સમ્યગ્દર્શન થયું “એ” શુદ્ધ (જ્ઞાન) પરિણત છે! શુભાશુભ રાગ, એ શુદ્ધ પરિણતિ નથી. આહા.. હા.... હા !
ભરત ચક્રવર્તી જેવા છ ખંડના રાજ્યમાં પડ્યા હોય તો પણ; (એને જે) અંદર શુદ્ધ પરિણતિ થઈ છે, એ કારણે તે શુદ્ધ પરિણતિ રાગ-દ્વેષને કરતી નથી. આહા.. હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com