________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારે ગાથા-૪૯: ૧૩
જાણી લીધી? વળી કોઈ કહે છેઃ ભાઈ! ૫૨ને એમ જાણવામાં નથી આવતું? તો ભગવાન કુંદકુંદ આચાર્ય કહે છેઃ પ્રભુ! એકવાર સાંભળ તો ખરો... સાંભળ તો ખરો! અમારા ગુરુને તો અમે જાણીએ છીએ. એના ગુરુ..., એના ગુરુ..., એના ગુરુ... , એના ગુરુ... , એ વિજ્ઞાનઘન, ચૈતન્યપિંડ, અનાકુળ આનંદ અને શાંતિ, અકષાય સ્વભાવનો રસકંદ આત્માએમાં નિમગ્ન-વિશેષ મગ્ન હતા. આહા... હા! એ અમારા ગુરુએ અમને મહેરબાની કરી, અમારા ઉપર અનુગ્રહ-ઉપકાર કરીને શુદ્ધાત્માનો ઉપદેશ અમને આપ્યો છે. આહા... હા! છ દ્રવ્ય આદિ...! પણ એ છ દ્રવ્ય આદિના બધા ઉપદેશમાં પણ એ બતાવવું છે કે-શુદ્ધ આત્મા ઉપાદેય છે. તો અમારા ગુરુએ અમને એ શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. શુદ્ધ ચૈતન્યઘન છે ત્યાં દષ્ટિ કરતાં, અમારી વર્તમાન પર્યાયમાં શુદ્ધ આનંદકંદની દશાનો ભાવ, અમારામાંથી પ્રગટ થયો. પ્રચુર સ્વસંવેદન-અમારો નિજ વૈભવ-પ્રગટ થયો. એમ અમૃતચંદ્ર આચાર્ય કહે છે! -પણ તેઓ તો ભગવાન પાસે ગયા ન હોતા ને...? કે-ભાઈ! આ (નિજ) ભગવાન પાસે ગયા હતા. આહા... હા! સમજાય છે કાંઈ? વાત સૂક્ષ્મ છે, પ્રભુ! ધર્મ જેવી ચીજને લોકોએ (સાધારણ ને સ્થૂળ) ગણી નાખી. પણ ધર્મ એવો નથી. જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે પ્રભુ એ અમારા ગુરુ અને અમે, વિજ્ઞાનઘન-એકલું જ્ઞાન નહિ, વિજ્ઞાન; એકલી પર્યાય નહિ, ઘન = વિજ્ઞાનઘન-પ્રભુ આત્મદળ, જ્ઞાનનો ઘન, જ્ઞાનનો પિંડ–એમાં, અમારા ગુરુ નિમગ્ન હતા. તો અમારામાં અમારો વૈભવ પ્રગટ થયો. અમારો વૈભવ પણ અંદર પ્રગટ થયો. તે સ્વસંવેદન-આનંદની પ્રચુર દશા, એ અમારો નિજ વૈભવ છે. આહા... હા! એ પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે ને... નગ્નપણું ને... એ અમારો નિજ વૈભવ નથી. મુનિને વસ્ત્ર હોતું જ નથી, વસ્ત્રપાત્ર હોતાં જ નથી. સાચા મુનિસંત જે છે તે (તો) અંતરના વિજ્ઞાનઘનમાં નિમગ્ન છે. અને બહાર નન્નદશા અને પંચ મહાવ્રતના વિકલ્પ આવે છે પણ એમાં, તે મગ્ન નથી. આહા... હા... હા! એમ કહે છે કે-પંચમ આરાના સંત અમારા ગુરુ પણ એવા હતા !
અહીંયાં કહે છે કેઃ એ જીવ જે છે તે ‘અવ્યક્ત' છે. અર્થાત્ અમારી અપેક્ષાએ અમારો જીવ છે. એ અપેક્ષાએ છ દ્રવ્યસ્વરૂપ લોક તે ‘આ' જીવ નહિ; એ અપેક્ષાએ છ દ્રવ્યસ્વરૂપ લોક, તે અજીવ છે. આહા... હા! સમજાણું કાંઈ ? એ તો પ્રત્યેક આત્મા પોતાની અપેક્ષાએ છે અને પરની અપેક્ષાએ નથી. એની અપેક્ષાએ છે અને તેની અપેક્ષાએ તે નથી. તો કહે છે કે: છ દ્રવ્યસ્વરૂપ લોક, એ તો સિદ્ધ કર્યું.
‘છ દ્રવ્યસ્વરૂપ લોક છે' એ તો સર્વજ્ઞે કહ્યું. સર્વજ્ઞ સિવાય એવી વાત ક્યાંય નથી. જેમાં કાળ પણ-અસંખ્ય કાલાણુ-છે; એક ધર્માસ્તિ છે; એક અધર્માસ્તિ છે; (તથા એક આકાશ; અનંત જીવ; અને એનાથી અનંતગુણા પુદ્દગલ છે; ) –એવાં છ દ્રવ્ય અને એના અનંતગુણ અને અનંતી પર્યાય છે–એ છ દ્રવ્યસ્વરૂપ લોક-જે શેય છે-તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com