________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ - ૩૧૧: ૧૯૯
પ્રભુની તો અપેક્ષા નથી, એની વાણીની (−દેશનાની પણ) અપેક્ષા નથી. અને જે શાસ્ત્ર બન્યું છે એની પણ સમ્યગ્દર્શનની પર્યાયમાં અપેક્ષા નથી.
એ (સમ્યગ્દર્શન ) પુણ્યથી પણ થતું નથી. પુણ્યથી અનુકૂળ નિમિત્ત મળે છે, એ પુણ્યથી પણ નહીં કેમ કે પુણ્યના પરમાણુ જડ ભિન્ન છે અને આવવાવાળી ચીજ ભિન્ન છે. આવવાવાળી ચીજને શાતાનું નિમિત્ત છે, તો (તે ) આવી; એવી અપેક્ષા નથી. શરીરમાં નીરોગતા થઈ અને સરોગતાનો વ્યય થયો, તો એમાં શાતાવેદનીયના નિમિત્તની નિમિત્ત હોય પણ એની – અપેક્ષા નથી. એમ ભગવાન ત્રિલોકનાથનાં દર્શન કરવાની શુભ ભાવ થાય છે, એવી કોઈ અપેક્ષાથી નથી. આહા! અહીંયાં તો શુભ ભાવની વાત નથી. પણ શુભભાવના કાળે જે જાણવાની પર્યાય પોતાની છે જ્ઞાતા-દ્રષ્ટાની પર્યાય છે એમાં શુભ ભાવની અપેક્ષા નથી અને શુભ ભાવમાં (પણ ) ભગવાનની વાણી અને ભગવાનની અપેક્ષા નથી! આહા... હા ! આવી વાત !!
=
–
આ તો નિવૃત્ત તત્ત્વ છે! પ્રભુ અંદર તો નિવૃત્ત તત્ત્વ છે! એમાં કાંઈ રાગની પ્રવૃત્તિ આદિ સ્વભાવ છે જ નહીં. આહા.. હા! પરદ્રવ્યથી તો નિવૃત્ત છે જ. પણ રાગ દયા-દાન, દેવશાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાના રાગ-થી પણ (આ) તત્ત્વ નિવૃત્ત છે. છતાં, વ્યવહાર આવે છે તો ( પણ ) વ્યવહારની અપેક્ષા નિશ્ચયમાં નથી. (શાસ્ત્રમાં) જ્યાં સુધી કર્મનું જોર છે ત્યાં સુધી રાગાદિ આવી જાય છે.
ભાષામાં એમ આવે કે: જ્ઞાનીને
બે ઠેકાણે ભાવાર્થમાં પંડિત જયચંદ્રજીએ લખ્યું છે ને...? ધર્મીને સ્વદ્રવ્યના અવલંબનથી પોતાના સ્વરૂપની પ્રતીતિ અનુભવ સમ્યગ્દર્શન થયું – એમ કહેવામાં આવે છે; એમાં પણ જે પર્યાય સમ્યક્ થઈ, તે ષટ્કારકથી પરિણમીને, એ (પર્યાય ) સ્વયં કર્તા (થઈને ) સ્વતંત્રપણે દ્રવ્યનું લક્ષ કરે છે. એવી કર્તા-કર્મની પટ્કારકની પરિણિત, જે પર્યાયમાં થાય છે, એમાં ૫૨ની અપેક્ષા તો નથી પણ (પોતાના ) દ્રવ્ય-ગુણની ય અપેક્ષા નથી !
( અહીંયા કહે છે કેઃ ) “ અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી ” પોતાની પર્યાયમાં સ્વદ્રવ્યથી સિદ્ધિ થવાથી, એ સ્વદ્રવ્યની પર્યાયનો કાળ છે - જન્મક્ષણ છે. ‘પ્રવચનસાર ’ગાથા-૯૯ માં (મોતીના) હારનું દૃષ્ટાંત આપ્યું છેઃ ૧૦૮ મોતી, જે ક્ષેત્રમાં જે છે તે ત્યાં જ છે. (જે સ્થાનમાં (જે) મોતી ( છે તે) ત્યાં જ છે; આઘાંપાછાં (-આગળપાછળ ) નથી. આવાંપાછા કરશે, તો હાર તૂટી જશે. એમ ભગવાન આત્મામાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થશે; આગળ પાછળ નહીં. આગળ-પાછળ કરવા જશે, તો દ્રવ્યની દૃષ્ટિ તૂટી જશે. દ્રવ્ય તો ક્યાં તૂટે છે? દ્રવ્યની દિષ્ટ તૂટી જશે. સમજાય છે કાંઈ ?
આવી વાત છે... બાપુ! આ ગજબ વાત છે. બાપુ! આ તો અપૂર્વ વાત છે. આ કોઈ પક્ષની વાત કે સંપ્રદાયની વાત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com