________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮: પ્રવચન નવનીત ભાગ-૧
આત્મા પોતાનાં પરિણામથી, પોતાનું કાર્ય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-કરે છે. (એવો ) એમાં (આત્મામાં) ગુણ છે. ગુણ તો ધ્રુવ છે. ગુણનું પરિણમન હોતું નથી. ગુણ તો ત્રિકાળ અપરિણમન સ્વભાવે-પારિણામિકભાવે છે. પણ (અહીં એમ કહ્યું છે કેઃ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનાં પરિણામ, એ પરિણમન છે, તો એ પરિણમનનો “કર્તા” આત્મા છે. એ પરિણામ, એ કર્તાનું કાર્ય છે. પણ એનું કાર્ય' રાગ નથી; શરીર નથી; વાણી નથી; સ્ત્રી કુટુંબ અને ધંધો નથી.
ઓલા પૈસાવાળાને આ બધું આકરું પડે છે! મેં આટલા આટલા પૈસા સંઘર્યા ને.... આટલા ભેગા કર્યા ને.. દુકાન ઉપર થડે બરાબર બેસીને ગ્રાહકનું ધ્યાન રાખીને....! (-આ બધો તારો) અહંકાર છે! પરદ્રવ્ય અને તારા દ્રવ્ય (વચ્ચે) અત્યંત અભાવ છે તો અભાવ વચ્ચે પરનું કાર્ય તમે કરો, એ કેમ બને પ્રભુ? આહા.. હા.... હા ! તારા અહંકારનું નામ મિથ્યાત્વ છે.
(જીવ) પોતાના કાર્યથી ઊપજે છે; છતાં તેને અજીવની સાથે કાર્ય કારણભાવ સિદ્ધ થતો નથી. એને એમ સિદ્ધ કર્યું કે જ્યારે પોતામાં પોતાનાં “ક્રમબદ્ધ' નો નિર્ણય કરે છે ત્યારે
જ્ઞાયકભાવ” નો નિર્ણય થયો, તો પોતામાં સમ્યગ્દર્શન-જ્ઞાન પર્યાય ઉત્પન્ન થઈ; એનો “કર્તા” તો આત્મા છે. (પણ રાગાદિનો કર્તા આત્મા નથી ).
(કહે છે કેઃ) વ્યવહારરત્નત્રયનો રાગ “કર્તા” અને નિર્મળ પર્યાય “ કાર્ય' , એમ નથી. નિર્મળ પર્યાય “કર્તા' અને રાગ “કાર્ય' , એમ (પણ ) નથી. રાગનું કાર્ય જુદું છે. સમજાય છે કાંઈ ?
પોતાની ચીજને જાણીને જ્યારે સમ્યગ્દર્શન-શાન થયું (ત્યારે) એનાથી ઊપજતો થકો, તે પોતાનાં પરિણામમાં કાર્ય કરે છે. તો કહે છે કે તે પરિણામનું કાર્ય, પૂર્વ પર્યાયમાં (કારણ ) હતું તો ઉત્પન્ન થયું? જેમ કે, મોક્ષમાર્ગ હતો તો કેવળજ્ઞાન ઊપસ્યું? કેઃ ના. એ મોક્ષમાર્ગનો તો વ્યય થાય છે. એ (કેવળજ્ઞાન) તો સીધું પોતાના કેવળજ્ઞાન પરિણામથી ઉત્પન્ન થાય છે. આહા.... હા ! આવી વાતો !! હવે જેમાં મોક્ષમાર્ગથી પણ મોક્ષ નહીં, તો રાગથી, નિમિત્તથી અને પરથી તો ક્યાં રહ્યું?!
અહીં અજીવને સાથે લીધું છે. પણ એનો અર્થ એવો પણ લેવો કે: આ જીવ સિવાય, બીજા (જે) જીવ છે; તે “આ (જીવની)' અપેક્ષાએ અજીવ છે. તેનું કાર્ય પણ “આ આત્મા” કરી શકતો નથી. અજીવ-કર્મ આદિનું કાર્ય તો (આત્મા કરી શકતો) નથી. પણ આ જીવ ” સિવાય, બીજા જે જીવ છે તે અજીવ છે. પોતાની અપેક્ષાએ તે અજીવ છે અને તેની અપેક્ષાએ તે જીવ છે; એનું કાર્ય પણ (આ આત્મા કરી શકતો નથી).
અહીં તો અજીવનો નિષેધ કર્યો. તો પછી જીવની પર્યાયને કરી શકે છે, એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com