________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨: પ્રવચન નવનીત ભાગ-૧ “સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.” આપણે અહીં આ પાંચમો બોલ આવ્યો ને..! એ (નમસ્કારાદિના) બધા ભાવ અંદર હોય પણ પ્રયોજનભૂત તો એ છે) કેઃ
અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન (સ્વદ્રવ્ય) એમાં રમણ કરનારા થાઓ. “રમક' છે ને..! આ વસ્તુ છે, ભાઈ ! તાત્પર્ય (એ કેઃ ) ભગવાન અંતર સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ અતીન્દ્રિય આનંદના સ્વભાવને સ્પર્શીને એનું રમણ થાઓ. આહા... હા ! રાગની રમતું છોડ! વ્યવહારરત્નત્રયનો રાગ છે, એની રમત છોડ પ્રભુ! સમજાણું કાંઈ ?
રાણા રમતું છોડ, કટક આવ્યું કિનારે.” આ લડાઈ કરનારો રાજા આવ્યો છે. એને (રાણાને) કાંઈ ખબર નથી. એમ અહીં કહે છે કે આત્મા! જગતની રમતું છોડ! એ દયા, દાન ને વ્રત, ભગવાનની (પૂજા-ભક્તિના) ભાવ-વિકલ્પ; (એ) હે રાણા! હે રાજા! તું છોડ. (“સમયસાર') ૧૭મી ગાથામાં, આતમ રાજાજીવ રાજા કહ્યું છે ને...! રાજતે શોભતે ઈતિ રાજા. જે અંતર અનંત આનંદથી શોભે છે અને અનંત આનંદની રમત કરે છે, એનું નામ રાજા. આ કરોડપતિઓ બધાય મમતાવાળા, દુઃખી છે, ભાઈ ! સમજાણું કાંઇ?
અહીં તો કહે છે: સ્વદ્રવ્યના રમક (ત્વરાથી થાઓ). તો “સ્વદ્રવ્ય' એટલે શું? –અનંત આનંદનો કંદ, પ્રભુ ધ્રુવ શુદ્ધ ચેતનવન (એ “સ્વદ્રવ્ય”.) એમાં રમણ કરવામાં ત્વરા કર. આહા.... હા! આવો સમય પાછો મળવો મુશ્કેલ છે પ્રભુ! એમ કહે છે. નક્કી તો કર કે આ કરવા જેવું છે. બાકી તો બધી વાતું છે. વ્યવહારની ને નિમિત્તની વાતું આવે; પણ કહે છે કે જો તારે કલ્યાણ કરવું હોય તો સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ).
આ ચોરાસીના અવતાર-પરિભ્રમણ કરી કરીને, દુઃખી થઈને આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો છે. જાણે (ક) એ જીવતી-જાગતી જ્યોત જ નથી. એ પુણ્ય-પાપના બધા ભાવો જાણે જીવન હોય. અને બહારની કોઈ અનુકૂળ સામગ્રીમાં જાણે “એ મારું જીવન” ત્યાં હોય. (એમાં) તો આત્માને મૃતતુલ્ય કરી નાખ્યો, ભાઈ ! જાગતી જ્યોત, ચેતન અનંત આનંદ અને અનંત શાંતિથી ભરેલો ભગવાન છે. એનું ક્ષેત્ર ભલે શરીર-પ્રમાણે હો, પણ એનો સ્વભાવ તો અમાપ છે. એક એક ગુણ અમાપ-બેશુમાર શક્તિથી ભરેલો (છે). –એવા સ્વદ્રવ્યના રમક અને રમણ કરવામાં ત્વરા કરો!
ભાષા તો કેટલી સાદી ! ૧૭ વર્ષની ઉંમર પહેલાં (શ્રીમદે) લખેલું છે! કોઈ એ વખતે તો આવા શબ્દદ કરનાર નહોતું. બધા આ દયા-દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને.. એવું કરો. (પણ) (એમ કરીને) આ ચોર્યાશીના અવતાર કરી કરીને મરી ગયો, પ્રભુ! તને તે મારી નાખ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com