________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨: પ્રવચન નવનીત ભાગ-૧
અભાવસ્વરૂપ પ્રભુ છે. પણ બંધ-મોક્ષનું કાર્ય જે પરિણામ અર્થાત્ બંધના કારણરૂપ કાર્ય ‘ બંધ ’ અને મોક્ષના કારણથી કાર્ય ‘મોક્ષ ' –એ મોક્ષ અને બંધના પરિણામથી આત્મા શૂન્ય છે. આહા.. હા! ‘પર્યાયથી શૂન્ય છે’ એમ બતાવવું છે. પર્યાય ઉપર તરે છે; મોક્ષની પર્યાય પણ દ્રવ્યમાં પ્રવેશ નથી કરતી. આહા.. હા! મોક્ષનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર.. નિશ્ચય હોં! વ્યવહાર તો રાગ છે; મોક્ષમાર્ગ તો એક જ, નિશ્ચય એ જ મોક્ષમાર્ગ છે-એ મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યમાં પ્રવેશ નથી કરતી. દ્રવ્યના આશ્રયથી મોક્ષમાર્ગ (-પર્યાય ) ઉત્પન્ન થયેલ છે છતાં, એ પર્યાય અંદર (દ્રવ્ય) માં પ્રવેશ નથી કરતી, ઉપ૨ ઉપર તરે છે.
અરે.. રે! આવો માર્ગ!! હવે જૈન ક્રિયાકાંડમાં ઘૂસી ગયા! આખો દી મંદિર ને પૂજા ને ભક્તિ.. બસ! થઈ ગયો ધર્મ. ધૂળમાં ય ધર્મ નથી. ધૂળનો અર્થ શું? (કેઃ) એને (એથી ) પુણ્યાનુબંધી પણ નથી (થતું). કેમકે, એમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ (સહિતના ) શુભભાવથી (જે) કાંઈ પુણ્ય થાય છે તે પાપાનુબંધી પુણ્ય છે. એ શુભભાવનું ફળ ભવિષ્યમાં મળશે તો એમાં રુચિ થઈને ત્યાં ઘૂસી જાશે (–એકત્વ કરશે ).
સમકિતીને પણ પુણ્યનો ભાવ આવે છે. સમકિતીને પણ પૂજાનો, ભક્તિનો, જિનભવન બનાવવાનો, જિનભવનના દર્શનનો, પ્રતિમાના દર્શન કરવાનો (ભાવ) આવે છે; પણ એ ભાવ રાગ છે, રાગનો કર્તા આત્મા નથી; ભોકતા પણ આત્મા નથી. ( ભાવ ) આવે છે-એનો તો આત્મા જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતા-દષ્ટા છે તો એ રાગ આવતો જ નથી, અને સમકિતીને ભક્તિ-પૂજા હોય જ નહીં-એમ નથી. (પુરુષાર્થની ) નબળાઈથી આવે છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગતા ન હોય ત્યાં સુધી અશુભથી બચવા માટે-સમ્યગ્દર્શનનો વિષય (જે) દ્રવ્ય (તેના) ઉ૫૨ દૃષ્ટિ હોવાં છતાં પણ -નબળાઈથી શુભ ભાવ આવે છે. પણ એ જાણે છે કે આ બંધનું કારણ છે. –એમ જાણીને જ્ઞાતા-દષ્ટા રહે છે. આહા... હા! આવી વાત છે, ભાઈ !
જિનભવન-પ્રતિમા શાશ્વત છે, એને સ્થાનકવાસીઓએ ઉડાવી દીધી કે ‘છે જ નહીં’ અને ( અન્ય સંપ્રદાયે ) જૈનપ્રતિમામાં ભક્તિને ધર્મ માની લીધો. -બન્ને મિથ્યાદષ્ટિ છે. એ સાચી વાત છે, ભાઈ !
-
અહીં તોકહે છે કે: મિથ્યાદષ્ટિનાં પરિણામ જે છે તે બંધનું કારણ છે, એ પણ આત્મામાં નથી. એનો કર્તા આત્મા જ નથી. એ તો પર્યાયમાં પર્યાય કરતાં થાય છે. મિથ્યાદર્શન-વિપરીત શ્રદ્ધા જે છે તે પણ ષટ્કારકથી પરિણત થઈને પર્યાયમાં મિથ્યાત્વ થાય છે. ષટ્કા૨કનો અર્થ કેઃ મિથ્યા શ્રદ્ધાનો કર્તા મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધાનું કર્મ મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધાનું સાધન મિથ્યા શ્રદ્ધા; મિથ્યા શ્રદ્ધા કરીને રાખવી એ સંપ્રદાન;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com